અમદાવાદ : પત્રકારના નામે તોડ કરતી વધુ એક ગેંગ ઝડપાઈ, એક મહિલા સહિત 4ની ધરપકડ
Updated: March 7, 2021, 6:44 PM IST
નકલી પત્રકારની ધરપકડ
વટવા પોલીસે પૈસા પડાવતી આ ગેંગની ટોળકીને ઝડપી લીધી છે. કોણ છે આ બની બેઠેલા પત્રકારો જોઈએ.
અમદાવાદ : પુર્વ વિસ્તારમાં નકલી પત્રકારોનો રાફડો ફાટી નીકળ્યો છે. નકલી પત્રકાર બની પૈસા પડાવતી ગેંગ સક્રિય થઈ હતી, પણ આ વખતે ફરિયાદી યુવકની સમય સુચકતાએ આ પત્રકારોના નામે તોડ કરનાર ગેંગને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. વટવા પોલીસે પૈસા પડાવતી આ ગેંગની ટોળકીને ઝડપી લીધી છે. કોણ છે આ બની બેઠેલા પત્રકારો જોઈએ.
વટવા પોલીસની ગિરફતમાં આવેલ મહિલા આરોપી પાર્વતીબેન શર્મા, ચીમનલાલ શર્મા, મુસ્તુફા ટીનવાલા અને સુરેશ ગોંડલીયા પોતાની જાતને પત્રકાર બતાવી તોડ કરવા નીકળ્યા હતા. આ ટોળકીએ વટવા વિસ્તારમાં રહેતા તારીક સૈયદ પોતાનું ઘર નવું બાંધકામ ચાલી રહ્યું ત્યા પાર્વતી શર્મા, પતિ ચીમન લાલ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ હોવાની ઓળખ આપી ગેરકાયદે બાંધકામ ચાલતું હોવાનું કહી પૈસાની માંગણી કરી હતી. જે બાદ ફરિયાદી પોલીસ જાણ કરતા ટોળકી ઝડપાઇ ગઈ હતી.
આ પણ વાંચો -
કરૂણ અકસ્માત: 'જાનૈયાઓને નાસ્તો પહોંચાડવા જતો હતો', બહેનના લગ્નના દિવસે જ ભાઈનું મોતઆ ટોળકીએ ફરીયાદીને ડરાવી ધમકાવી 25 હજાર રૂપિયાની માગણી કરી હતી. જો પૈસા નહીં આપે તો બાંધકામ અટકાવી દેવાની ધમકી આપી હતી જેથી ફરિયાદીએ નકલી પત્રકારોની ટોળકીને 11,500 રૂપિયા આપ્યા હતા. જે બાદ પોલીસને જાણ કરતા આ ટોળકી ઝડપી લીધી હતી. પોલીસ તપાસમાં બની બેઠેલા પત્રકારો તોડ કરવા ગયા હોવાની કબૂલાત કરી છે.
આ પણ વાંચો - મોરબી : પત્નીએ પ્રેમી સાથે મળી ફિલ્મી ઢબે પતિની કરી હત્યા, કેવી રીતે થયો પર્દાફાશ?
પકડાયેલ આરોપી પાર્વતી શર્મા, મુસ્તુફા અને સુરેશ ગોંડલીયા વિકલી ન્યુઝ પેપર ચલાવતા હોવાનું કહી રહ્યા છે. વટવા પોલીસે આ લોકોની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે કે, આ નકલી પત્રકારો અન્ય કોઈ વ્યક્તિ પાસેથી ડરાવી ધમકાવી પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. પરતું પુર્વ વિસ્તારમાં નકલી પત્રકારોનો આંતક દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે આ મામલે acpનું કેહવું છે કે, આ મામલે હાલ 4 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને આ લોકોની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે, અને તપાસમાં અન્ય બાબતો બહાર આવશે.
Published by:
kiran mehta
First published:
March 7, 2021, 6:40 PM IST