AMC મહત્વનો નિર્ણય! 30થી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક સંસ્થામાં કોવિડ કો ઓર્ડીનેટર રાખવો ફરજિયાત

News18 Gujarati
Updated: August 13, 2020, 9:43 PM IST
AMC મહત્વનો નિર્ણય! 30થી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક સંસ્થામાં કોવિડ કો ઓર્ડીનેટર રાખવો ફરજિયાત
પ્રતિકાત્મક તસવીર

ઓફિસમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તેની સંપૂર્ણ જવાબદારી કોવિડ કો-ઓર્ડીનેટરની રહેશે.

  • Share this:
અમદાવાદઃ અત્યારે દેશ અને ગુજરાતમાં કોરોનાનો હાહાકાર (corona pandemic) યથાવત્ છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોનાના કેસ રોજે રોજ નોંધાતા રહે છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા કોરોનાને કાબૂમાં લેવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad municipal corporation) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

AMC દ્વારા અમદાવાદ શહેરમાં (Ahmedabad city) 30થી વધારે કર્મચારીઓ ધરાવતી ઓફિસો, એકમો, સંસ્થાઓમાં એક કોવિડ કો-ઓર્ડીનેટર (Covid Co-ordinator) રાખવો પડશે. જે ઓફિસમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઈનનું (corona guideline) પાલન કરાવશે. આ મહત્વનો નિર્ણય એએમસીના ખાસ અધિકારીઓની મળેલી બેઠકમાં લેવાયો હતો.

શું શું ધ્યાન રાખવું પડશે?


  • ઓફિસમાં કોરોનાને ફેલાતો અટકાવવા તમામ પગલાંઓ લેવામાં આવે છે તેનો 15 દિવસે રિપોર્ટ ઝોન ઓફિસમાં જમા કરાવવાનો રહેશે.

  • ઓફિસમાં કોઈ કર્મચારીને પોઝિટિવ આવે તો તેના 14 દિવસના કોન્ટેક ટ્રેસિંગ સંબંધિત વિગતો 48 કલાકમાં ઝોન ઓફિસમાં પુરી પાડવાની રહેશે.
  • કોઈ કર્મચારી પોઝિટિવ આવે તો ઝોન ઓફિસને જાણ કરવાની રહેશે.

  • ઓફિસમાં કોઈને કોરોનાનાં લક્ષણ જેવા કે શરદી- ઉધરસ કે તાવ હોય તો નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર જઇ ટેસ્ટ કરાવવાનો રહેશે.

  • ઓફિસમાં SOPનું પાલન કરાવી, માસ્ક પહેરી, થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક

  • કરી અને સેનેટાઇઝરથી હાથ ધોઈ અને પ્રવેશ આપવાનો રહેશે.

  • સોશિયલ ડિસ્ટનસના પાલન અને SOPના પાલનની જવાબદારી કો-ઓર્ડીનેટરની રહેશે. 30થી ઓછા કર્મચારી ધરાવતી સંસ્થામાં માલિકની જવાબદારી રહેશે.

  • શહેરના તમામ મોટી ઓફિસોમાં (30થી વધુ કર્મચારીઓ હોય) કોવિડ કો- ઓર્ડીનેટર નિમવાનો રહેશે. જેની જાણ AMCના ઝોનના અધિકારીને કરવાની રહેશે.


આ પણ વાંચોઃ-અજબ પ્રેમની ગજબ કહાની! શરીર ઉપર આગ લગાડી ગર્લફ્રેન્ડને કર્યો પ્રપોઝ, જુઓ દિલધડક તસવીરો

આ પણ વાંચોઃ-પુત્રએ મુંડન, તર્પણ વિધિ કર્યા બાદ પિતાની કરી હત્યા, કારણ જાણીને તમે ચોંકી જશો

આ પણ વાંચોઃ-વેટલિફ્ટરે ખોટી રીતે ઉઠાવ્યું 400 kg વજન, તૂટી ગયા બંને ઘૂંટણ, જુઓ video

અમદાવાદમાં કોરોનાની કેવી છે સ્થિતિ?
અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા અઠવાડીયામાં કોરોનાના રોજના 160ની અંદર કેસ નોંધાતા રહ્યા છે. જો કે આજે ગુરુવારે 8 દિવસ બાદ ફરી દૈનિક કેસ 161ને વટાવી ગયા છે. આ પહેલા 5 ઓગસ્ટે 161 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 166 કેસ નોંધાયા છે અને 4 દર્દીના મોત થયા છે. જ્યારે 235 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં અત્યાર સુધીમાં 28,517 કેસ
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોની વાત કરીએ તો 12 ઓગસ્ટની સાંજથી 13 ઓગસ્ટની સાંજ સુધીમાં અમદાવાદ શહેરમાં 143 અને જિલ્લામાં 23 નવા કેસ નોંધાયા છે.જ્યારે શહેરમાં 4 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 223 અને જિલ્લામાં 12 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 28,517 કેસ અને 1,648 દર્દીના મોત થયા છે. તેમજ કુલ 23,273 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.
Published by: ankit patel
First published: August 13, 2020, 9:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading