વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ગુજરાત યુનિવર્સિટીમાં 1.5 કરોડના ખર્ચે IAS સેન્ટર બનશે


Updated: August 1, 2020, 8:23 PM IST
વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ગુજરાત યુનિવર્સિટીમાં 1.5 કરોડના ખર્ચે IAS સેન્ટર બનશે
ગુજરાત યુનિવર્સિટીમાં આઈએએસ સેન્ટર ઉભુ કરાશે

ગુજરાત યુનિવર્સિટીમાં IAS ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાયું છે જ્યાં વિદ્યાર્થીઓ વિના મૂલ્યે કોચિંગ લઈ શકશે.

  • Share this:
અમદાવાદ: વર્ષોથી ગુજરાત માટે એક મહેણું રહ્યું છે કે, સિવિલ સર્વિસની પરીક્ષા માટે ગુજરાતનું પ્રતિનિધિત્વ સૌથી વધુ પુઅર હોય છે. પરંતુ હવે આ મહેણું ભાંગશે કારણ કે UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે.

ગુજરાત યુનિવર્સિટીમાં IAS ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાયું છે જ્યાં વિદ્યાર્થીઓ વિના મૂલ્યે કોચિંગ લઈ શકશે. UPSC ની તૈયારી કરનારા વિધાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટીમાં IAS સ્ટડી શરુ કરવામાં આવ્યું છે. આ સેન્ટર શરૂ થતાં આ રાજ્યની પહેલી યુનિવર્સીટી બની છે કે જ્યાં IAS સ્ટડી સેન્ટર શરુ કરવામાં આવ્યું છે.

અહીં યુનિવર્સિટી કેમ્પસના વિદ્યાર્થીઓ હવેથી UPSCની પણ તૈયારીઓ કરી શકશે. યુનિવર્સિટી અને જૈન ઈન્ટરનેશનલ ઓર્ગનાઈઝેશનના ઉપક્રમે આ સ્ટડી સેન્ટર શરૂ કરાયું છે. અહીં વિદ્યાર્થીઓ 24 કલાક રહીને સ્ટડી કરી શકશે. વિદ્યાર્થીઓ એન્ટ્રન્સ એક્ઝામ ના આધારે પ્રવેશ મેળવી શકશે. જો કે હાલમાં કોરોનાના કારણે વિદ્યાર્થીઓ ને ઓનલાઈન ભણાવવામાં આવશે. સ્ટુડન્ટસની ઓનલાઇન એક્ઝામ, ઈન્ટરવ્યૂના આધારે સિલેક્શન થશે. વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા પણ કરાઈ છે.

આ પણ વાંચોયુવતીઓનો ગંભીર આક્ષેપ, 'પ્રોફેસર અશ્લીલ ગીતો વગાડતા', માસિક ધર્મમાં હોય ત્યારે ક્ષોભજનક સવાલો કરતા'

યુનિવર્સિટી બહારના વિદ્યાર્થીઓ પણ અહીં ભણી શકશે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યા જણાવે છે કે IAS સ્ટડી સેન્ટર માં એક બેચ માં 250 વિદ્યાર્થીઓ ને ભણાવવામાં આવશે. અન્ય યુનિવર્સિટીના તજજ્ઞો અહીં વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરવા આવશે. અહીંની વિશાળ લાયબ્રેરીનો લાભ વિદ્યાર્થીઓને મળશે.

લાયબ્રેરી માં 33 હજાર જર્નલ છે અઢળક પુસ્તકો છે . અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ની પણ વ્યવસ્થા કરવામાં આવશે. બે વર્ષના અંતે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ નું પરફોર્મન્સ પુઅર હશે તે વિધાર્થીઓ ને GPSC, બેન્ક ઓફિસર જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરાશે. સ્ટડી સેન્ટર માટે ગુજરાત સરકાર પાસેથી અનુદાન મળ્યું છે. જેમાંથી 250 વિદ્યાર્થીઓ માટે કેપેસિટી રૂમ, મેન્ટર રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વાઇફાઇ ની સુવિધાઓ પણ હશે. મહત્વનું છે UPSC જેવી પરીક્ષાઓમાં ગુજરાત ના વિદ્યાર્થીઓ નું પ્રતિનિધિત્વ પ્રમાણમાં ઓછું હોય છે તેવામાં આ પ્રતિનિધિત્વ વધે અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ આવી પરીક્ષા આપતા થાય તેવો પ્રયાસ ગુજરાત યુનિવર્સિટીએ કર્યો છે.
Published by: kiran mehta
First published: August 1, 2020, 7:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading