અમદાવાદઃ Dy CM નીતિન પટેલ ઉપર ચપ્પલ ફેંકનાર ભાજપનો જ કાર્યકર્તા, કોંગ્રેસે રજૂ કર્યા પુરાવા

News18 Gujarati
Updated: October 28, 2020, 5:53 PM IST
અમદાવાદઃ Dy CM નીતિન પટેલ ઉપર ચપ્પલ ફેંકનાર ભાજપનો જ કાર્યકર્તા, કોંગ્રેસે રજૂ કર્યા પુરાવા
આરોપીની તસવીર

રાજ્ય ચૂંટણી પંચના સત્તાવાર યાદીમાં નામ રશ્મિન પટેલનું છે. ભાજપના મેન્ટેઇન્ટ પર ચૂંટાયેલા હોવાનો દાવો કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કર્યો છે.

  • Share this:
અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી (Dy CM nitin patel) નિતીન પટેલ પર જુતું ફેકવાનો મામલો (chappal Hurld at Dy CM nitin patel) રાજકિય આરોપ પ્રતિઆરોપ થઇ રહ્યો છે. કોંગ્રેસ (congress) મુખ્ય પ્રવક્તા ડો મનિષ દોશીએ (Dr. Manish doshi) મોટો ખુલાસો કરતા કહ્યું હતુ કે રશ્મિન પટેલ ભાજપનો સભ્ય (BJP member) છે. 2010થી 2013 સુધી શિનોર તાલુકા પંચાયતના (Shinor taluka Panchayat) કારોબારી અધ્યક્ષ તરીકે કામ કર્યું છે.

રાજ્ય ચૂંટણી પંચના સત્તાવાર યાદીમાં નામ રશ્મિન પટેલનું છે. ભાજપના મેન્ટેઇન્ટ પર ચૂંટાયેલા હોવાનો દાવો કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કર્યો છે. રશ્મિન પટેલના પત્નિ શિનોર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પણ રહી ચૂક્યા છે. ભાજપના જુથવાદના કારણે જુતું ફેકાયું હોવાની ચર્ચા છે. ભાજપના નારાજ જૂથમા રશ્મિન પટેલ છે. સી આર પાટિલ અને સીએમ વિજય રૂપાણી વચ્ચેની ખેંચતાણનો ભોગ નિતીન પટેલ બન્યા છે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કર્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ટ્વિટ કરી ભાજપ પર નિશાન તાકતા કહ્યું હતુ કે '@Vijayrupanibjp તમે કહ્યા પ્રમાણે ભાજપના કાર્યકરોનો સંયમ તૂટ્યો તો ખરો અને ભારે પણ પડ્યો પણ કોને?' '#ભાઈVsભાઉની લડાઈમા, ગદ્દારોને ટિકિટ આપવામાં આવતા ભાજપ કાર્યકરોનો સંયમ તૂટતા #નીતિનકાકા પર જુતું ફેંકાયું. આ નિંદનીય ઘટના બાદ વિડીયોમાં ભાજપના કાર્યકર એકબીજાને તાળી પણ આપતા દેખાય છે.'

આ પણ વાંચોઃ-મહેસાણાઃ લાડોલના પાટીદાર આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો, માથાભારે સંદિપ પટેલ સહિત ત્રણની અટકાયત, કેવી રીતે પકડાયા?

પુરાવાની તસવીર
રશ્મિન પટેલે ફેંક્યુ હતું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપર ચપ્પલ
કરજણ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલના પ્રચાર માટે આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનારની ધરપકડ કરવામાં આવી છે. ચપ્પલ ફેંકનારનું નામ રશ્મિન પટેલ છે અને તે શિનોરનો રહેવાસી છે અને કૉંગ્રેસનો કાર્યકર્તા છે તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ-આ વિદ્યાર્થીને 10થી વધારે વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીમાંથી રિસર્ચ ઈન્ટર્નશિપની ઓફર, જાણો કોણ છે ટેલેન્ટેડ અભિષેક?

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વૈભવી દારૂની મહેફિલ કેસ! નીરવને દારૂ સપ્લાય કરનાર ચિરાગ જૈસ્વાલની ધરપકડ, એક IPS સાથે છે સારા સંબંધ

પુરાવાની તસવીર


પુરોલી ગામમાં મીડિયા સાથે વાત કરતા સમયે ફેંકાયું હતું ચપ્પલ
વડોદરાના કરજણમાં નીતિન પટેલ પ્રચાર અર્થે ગયા હતા ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પુરોલી ગામમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા. ત્યારે તેમના પર કોઈએ ચપ્પલ ફેંક્યું હતું. જોકે, તેમને ચપ્પલ વાગ્યું ન હતું. જે બાદ નાયબ મુખ્યમંત્રીની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો.ઓડિયો ક્લીપના આધારે ઝડ્પાયો આરોપી
પોલીસના જણાવ્યા પ્રમાણે, અમિત પંડ્યા નામના યુવક સાથે રશ્મિનની વાત થઈ હતી. જેમાં રશ્મિન ફોન પર કહ્યું હતું કે, ચપ્પલ ફેંકવાનું કામ આપણા માણસોએ કરી દીધું છે. રશ્મિન કોંગ્રેસનો સક્રિય કાર્યકર છે. પોલીસને આરોપીની ઓડિયો ક્લીપ પણ મળી છે અને બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. અમિત પંડ્યા વડોદરાનો રહેવાસી છે.
Published by: ankit patel
First published: October 28, 2020, 5:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading