હવે ક્વોલિટી એજ્યુકેશન વગર નહીં ચાલે એકપણ કોલેજ, શિક્ષણની ગુણવત્તા સુધારવા GTUનો આદેશ


Updated: March 1, 2021, 11:39 PM IST
હવે ક્વોલિટી એજ્યુકેશન વગર નહીં ચાલે એકપણ કોલેજ, શિક્ષણની ગુણવત્તા સુધારવા GTUનો આદેશ
હવે ક્વોલિટી એજ્યુકેશન વગર નહીં ચાલે એકપણ કોલેજ, શિક્ષણની ગુણવત્તા સુધારવા GTUનો આદેશ

આગામી સમયમાં અમલી બનનાર નવી એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખીને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જીટીયુએ તમામ કોલેજોમાં આંતરિંક ગુણવત્તા સમિતી બનાવવા પરિપત્ર કર્યો

  • Share this:
અમદાવાદ : પાછલા કેટલાક વર્ષોમાં બિલાડીના ટોપની જેમ એન્જીનિયરીંગ કોલેજો ફૂટી નીકળી છે. જોકે આ કોલજોમાં ક્વોલિટી એજ્યુકેશન જળવાતું નથી. પરંતુ એજ્યુકેશન બાબતે કોલેજોમાં ચાલતી આ લાલીયાવાડી હવે નહીં ચાલે. રાજ્યની એન્જીનિયરિંગ કોલેજોમાં પ્રિન્સીપાલથી લઇને સ્ટાફ અને સુવિધાઓનો અભાવ છે ત્યારે આગામી સમયમાં અમલી બનનાર નવી એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખીને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જીટીયુએ તમામ કોલેજોમાં આંતરિંક ગુણવત્તા સમિતી બનાવવા પરિપત્ર કર્યો છે.

આગામી 15મી માર્ચ સુધીમાં તમામ કોલેજોમાં કમિટી બનાવવા આદેશ કરાયો છે. રાજ્યની ડિગ્રી ડિપ્લોમા એન્જીનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સુધરે તે માટે હવે જીટીયુ કાર્યરત બની છે. નવી શિક્ષણ નીતી અમલી બને ત્યારે તમામ કોલેજોએ નેકનુ એક્રિડીયેશન મેળવવુ ફરજીયાત બનશે. તેવામાં કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા સુધરે અને નેકમાં સ્કોર સારો બને તે માટે જીટીયુ દ્વારા રાજ્યની તમામ એન્જીનિયરીંગ કોલેજોને આચાર્ય અને ડાયરેક્ટરની અધ્યક્ષતામાં ચાર શિક્ષકો, ક્લાર્ક અને એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એમ કુલ 9 સભ્યોની સમિતી બનાવવા માટે તાકીદ કરવામા આવી છે.

આ પણ વાંચો - ઉનાળામાં કેવી પડશે ગરમી? કેટલું રહેશે તાપમાન? આવું છે હવામાન વિભાગનું પૂર્વાનુમાન

કોલેજોમાં કોઇ ખામી હશે તો પણ આ કમિટી સંચાલકોનુ ધ્યાન દોરીને તેને દૂર કરવાના પ્રયાસ કરશે તેવું GTUના વાઇસ ચાન્સેલર ડૉ. નવીન શેઠે જણાવ્યું છે. થોડા સમય પહેલા બિલાડીના ટોપની જેમ કોલેજોનો રાફડો ફાટી નીકળ્યો હતો અને તેને કારણે ક્વોલિટી એજ્યુકેશન ન મળતા હાલમાં એન્જીનિયરીંગમાં 50 ટકા સીટો ખાલી રહેવા પામે છે ત્યારે ક્વોલિટી એજ્યુકેશન મળે અને ઇન્ડસ્ટ્રી ઓરીએન્ટેડ શિક્ષણ આપવામા આવે તેવી તાતી જરૂરિયાત ઉભી થઇ છે અને તેને જ કારણે આ સેલની રચના કરવામા આવનાર છે. જેને કોલેજોએ આવકારી છે.

કોલેજ સંચાલકોનુ કહેવું છે કે આ સેલની રચનાથી ઇન્ડસ્ટ્રી અને ઇન્સ્ટીટ્યુટ વચ્ચેનુ અંતર ઘટશે. અત્યાર સુધી નેકનુ એક્રીડિયેશન લેવુ ફરજીયાત ન હતું પરંતુ નવી એજ્યુકેશન પોલિસીમા તેને ફરજીયાત કરવામા આવતા યુનિવર્સિટીએ તમામ કોલેજોને સેલ બનાવવા માટે આદેશ કર્યો છે. ત્યારે જોવાનુ એ રહે છે કે કેટલી કોલેજો દ્વારા કમિટીની રચના કરાય છે.
Published by: Ashish Goyal
First published: March 1, 2021, 11:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading