'ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહીં જ,' ધાનાણીના 'ટ્ટીટ બૉમ્બ'થી રાજકીય માહોલ ગરમાયો

News18 Gujarati
Updated: October 20, 2020, 2:02 PM IST
'ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહીં જ,' ધાનાણીના 'ટ્ટીટ બૉમ્બ'થી રાજકીય માહોલ ગરમાયો
પરેશ ધાનાણી (ફાઇલ તસવીર)

પેટાચૂંટણીનો મામલો, કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા 5 ઉમેદવારો પર ધાનાણીનો 'ટ્વીટર બૉમ્બ' ગાજ વરસાવશે?

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Bypoll) પારો ગરમાયો છે. હવે જેમ જેમ ચૂંટણીની તારીખ આગળ વધી રહી છે તેમ તેમ રાજકીય નિવેદનોના કારણે માહોલમાં ગરમાવો આવતો જોવા મળે છે. અષાઢના કમોસમી વરસાદી વાયરા વચ્ચે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અને ટ્વીટર પર રાજકીય યુદ્ધ ખેલવામાં મોખરે એવા પરેશ ધાનાણીએ (Paresh Dhanani) ફરી એક વાર 'ટ્વીટ બૉમ્બ' ફોડ્યો (Tweet of Paresh dhanani) છે. ધાનાણીએ ભાજપમાં જોડાયેલા કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને અગાઉ આડકતરી રીતે જયચંદો ગણાવ્યા બાદ હવે નવો વટાણો વેર્યો છે. ધાનાણીએ ટ્વીટર પર લખ્યું છે કે ''ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહીં જ'

પરેશ ધાનાણીએ પોલિટિકલ કરેક્ટ કાર્ટૂન સાથે એક કેપ્શન ટ્વીટ કરી છે. આ કેપ્શનના કારણે ફરી પક્ષ પલટો કરી ભાજપમાં જનારા નેતાઓ પર નિશાન તાકવામાં આવ્યું છે. રાજ્યના રાજકીય નિષ્ણાતો ધાનાણીના આ સાયબર વૉરને પ્રભાવશાળી નેરેશન ગણાવી રહ્યા છે. જનતાની નજરે આ નેતાઓને 'ગદ્દાર' સાબિત કરાવવા માટે મથી રહેલા વિરોધ પક્ષના નેતા પોતાના ટ્વીટર પર એક પછી એક હુમલા કરી રહ્યા છે.

આ પણ વાંચો :  ગુજરાત પેટા ચૂંટણી: આઠ બેઠક પર કયા કયા ઉમેદવાર વચ્ચે 'જંગ', જાણો તમામ ઉમેદવારોની યાદી

ધાનાણીએ ટ્વીટર પર લખ્યું કે '"'ગદ્દારો વિરુદ્ધ, ગુજરાતની લડાઈ"', "ગાંડો" હશે તોય હાલશે.,પણ "ગદ્દાર" તો નહીં જ.!' પરેશ ધાનાણીનું આ ટ્વીટ ચૂંટણીમાં કેટલો ફાયદો કરાવી શકે છે તે તો સમય જ કહેશે પરંતુ હાલ તો માધ્યમોમાં આ ટ્ટીટ જગ્યા મેળવવામાં સફળ થતા નજરે પડી રહ્યા છે. હજુ થોડા દિવસો પહેલાં જ ધાનાણીએ આવું જ એક ટ્વીટ કર્યુ હતું જેમાં જયચંદો અને ગદ્દારો જેવા વિશેષણોને ટાંકવામાં આવ્યા હતા.ધાનાણીએ અગાઉ કરેલા ટ્વીટરમાં લખ્યું હતું કે 'કોંગ્રેસ તરફથી વિપક્ષ નેતા પરેશ ધાનાણી ટ્વિટરના માધ્યમથી #ગદ્દાર જયચંદ જવાબ આપોના હેસ ટેગ સાથે “ સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ “ વફાદારો બધા ફરે છે ‘ વાઝિંયા ‘ અને ગદ્દારોને ઘરે જ પારણું કેમ બંધાણુ ? , કાળાઘન ના કોથળે કોણ કોણ તોલાણું ? રૂ 16-16 કરોડમાં કોણ કોણ વેચાયુ ?

સોશિયલ મિડીયામાં પણ કોંગ્રેસ પક્ષ છોડનાર અને વર્તમાન ભાજપના ઉમેદવાર વિરૂદ્ધ પ્રજા આપશે વિશ્વાસઘાત નો જવાબ. ધારાસભ્ય કેટલાકમાં વેચાયાની પોસ્ટ વાયરલ થઇ છે . બ્રિજેશ મેરજા , અક્ષય પટેલ , પદ્મુમનસિહ જાડેજા , જે વી કાકડિયા અને જીતુભાઇ ચૌધરી વિરુદ્ધ સોશિયલ મિડીયામા કેમ્પેઇન શરૂ કરાયું છે.

આ પણ વાંચો :  રાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે કડાકો, ચાંદીની કિંમતમાં પણ ઘટાડો થયો

કૉંગ્રેસ પક્ષ આડકતરી રીતે આ કેમ્પેઇને સમર્થન આપી રહી છે. વર્ષ 2017ની ચૂંટણીમાં પણ કૉંગ્રેસ દ્વારા વિકાસ ગાંડો થયો છે. તે મુદ્દો સૌથી હોટ રહ્યો હતો.કારણ કે યુવા સૌથી વધુ સોશિયલ મિડીયા માધ્યમનો ઉપયોગ કરતા હોય છે. યુવાને આકર્ષિત કરવા સોશિયલ મિડીયાએ ઉપયોગ ભરપૂર થઇ રહ્યો છે.
Published by: Jay Mishra
First published: October 20, 2020, 2:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading