રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો, 24 કલાકમાં 485 નવા કેસ

News18 Gujarati
Updated: January 19, 2021, 7:56 PM IST
રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો, 24 કલાકમાં 485 નવા કેસ
પ્રતીકાત્મક તસવીર

24 કલાકમાં 709 દર્દી સાજા થતા રિકવરીનો દર 95.98 ટકાએ પહોંચ્યો, 4.67 લાખ વ્યક્તિ હજુ પણ હોમ ક્વૉરન્ટાઇન

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 485 નવા કેસ નોંધાયા છે જ્યારે તેની સામે 709 દર્દીઓ સાજા થઈને પરત ગયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતા અને સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થતા કુલ 95.98 ટકા દર્દીઓ અત્યારસુધીમાં સાજા થઈ ગયા છે. રાજ્યમાં વેક્સિનેશનના દોરની વચ્ચે રિકવરી રેટ પણ વધી રહ્યો છે. અત્યારસુધીમાં રાજ્યનાં 2,46,516 દર્દીઓએ કોરોનાને મહ્તા આપી દીધી છે જ્યારે 4,369 દર્દીઓનાં દુ:ખદ નિધન પણ થયા છે.

દરમિયાન છેલ્લા 24 કલાકના નવા કેસની ચર્ચા કરવામાં આવે તો અમદાવાદમાં 103, સુરતમાં 92, વડોદરામાં 95, રાજકોટમાં 65, મહેસાણામાં 14, કચ્છમાં 11, જામનગરમાં 19, ગાંધીનગરમાં 14, ખેડામાં 8, દાહોદમાં 7, ભાવનગરમાં 6, જૂનાગઢમાં 9, સાબરકાંઠામાં 5, મોરબીમાં 4, નર્મદામાં 4, પંચમહાલમાં 4, અમરેલીમાં 2, ગીરસોમનાથમાં 2, પાટણમાં 2, પોરબંદરમાં 2, સુરેન્દ્નનગરમાં 2, તાપીમાં 2, દેવભૂમિ દ્વારકામાં 1, મહીસાગરમાં 1, નવસારીમાં 1 એમ કુલ મળીને 485 નવા કેસ નોંધાયા છે. જ્યારે 709 દર્દીઓ સાજા થયા છે.

આ પણ વાંચો : સુરત : કૉંગ્રેસ નેતાની બર્થ ડે પાર્ટીનો વીડિયો Viral, જાહેરમાં કેક કાપી જાહેરનામાનો 'કૂકડો' બોલાવ્યો

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 174, સુરત શહેરમાં 90, વડોદરા શહેરમાં 104, રાજકોટ શહેરમાં 53, વડોદરા જિલ્લામાં 49, રાજકોટમાં 17 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 24 કલાકમાં અમદાવાદ અને સુરત શહેરમાં 1-1 દર્દીઓનાં દુ:ખદ નિધન થયા છે.

રાજ્યમાં હાલમાં કુલ 5967 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે જ્યારે 52 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આ પૈકીના 5915 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે અત્યારસુધીમાં કુલ 2,46,516 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. રાજ્યમાં હાલમાં 4,67,483 દર્દીઓ કોરોના પ્રભાવિત હોવાના કારણે હોમ ક્વૉરન્ટાઇનમાં સરકારી ચોપંડે નોંધાયા છે.આ પણ વાંચો :  સુરત : તાપીમાં ફરી યુવકે મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો, મોટરસાયકલમાંથી ઝેરી દવા મળી!

ભારતને 1 કરોડ કોરોના વેક્સીન મફતમાં આપશે સીરમ ઈન્સ્ટીટ્યૂટઃ સૂત્ર

ભારતમાં વિશ્વનું સૌથી મોટું કોરોના રસીકરણ અભિયાન (Covid Vaccination Programme) શરૂં થઈ ચૂક્યું છે. અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધારે લોકોને વેક્સીનેશન કરવામાં આવ્યું છે. હવે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા (Serum Institute of India) દેશને 1 કરોડ વેક્સીનના ડોઝ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે. વેક્સીન ડોઝ (Free Vaccine Doses) સીરમ ઇન્સ્ટીટ્યૂટ COVAX ફેસિલિટી અંતર્ગત ઉપલબ્ધ કરાવશે.
Published by: Jay Mishra
First published: January 19, 2021, 7:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading