રાજ્ય સરકારનો એક વટહુકમ, એક વર્ષમાં 50થી 60 ટકા નાની બજાર સમિતિ બંધ થવાના આરે


Updated: September 23, 2020, 7:16 PM IST
રાજ્ય સરકારનો એક વટહુકમ, એક વર્ષમાં 50થી 60 ટકા નાની બજાર સમિતિ બંધ થવાના આરે
ગુજરાત રાજ્ય બજાર સમિતિ સંઘ દ્વારા ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા વટહુકમના વિરોધમાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું

ગુજરાત રાજ્ય બજાર સમિતિ સંઘ દ્વારા ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા વટહુકમના વિરોધમાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું

  • Share this:
અમદાવાદ : ગુજરાત રાજ્ય બજાર સમિતિ સંઘ દ્વારા ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા વટહુકમના વિરોધમાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતુ. બજાર સમિતિ કર્મચારી સંઘ પ્રમુખ અજીતસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ એપીએમસી પર નિયંત્રણ કરતો 06.05.2020 ના રોજ સરકાર તરફથી વટહુકમ બહાર પાડવામાં આવેલ છે. જેમાં 26 જેટલા સુધારાઓ અમલી બનાવ્યા છે. જે પૈકી કેટલાક સુધારા બજાર સમિતિઓનાં કર્મચારીઓના હિત ઉપર અને બજાર સમિતિની આર્થિક સ્થિતિ ઉપર પ્રતિકૂળ અસરો થશે. જેને કારણે ગુજરાત રાજ્યના 224 બજાર સમિતિઓનાં 3000 કાયમી કર્મચારીઓની આજીવિકાનો પ્રશ્ન ઊપસ્થિત થયો છે.

બજાર સમિતિના કર્મચારીઓની નોકરી તેમજ પગારની સુરક્ષા માટે સરકારમાં અથવા માર્કેટિંગ બોર્ડમાં સમાવવા રજૂઆતો કરવામાં આવી છે. જેનો સરકાર તરફથી કોઈ લેખિત કે મૌખિક જવાબ ન મળતાં આખરે સંઘે આંદોલન ચિમકી ઉચ્ચારી છે. અટોદરિયાએ જણાવ્યુ હતુ કે સરકારે ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ -1963ની કલમ 57માં સુધારા વધારો કરી 2020 વટહુકમ લવાયો છે. જેના પગલે આજે 140થી વધુ નાની બજાર સમિતિઓ બંધ થઇ ગઇ છે. રાજ્યમાં એક વર્ષમાં 50 થી 60ટકા બજાર સમિતિઓને તાડા મારવાની નોબત આવી છે. મુખ્યયાર્ડ, સબ યાર્ડના કંપાઉન્ડમાં જો ખરીદી વેચાણનો ધંધો થશે જેના પગલે બજાર સમિતિની આવક પર મોટા અસર અને ઘટ પડશે.

આ પણ વાંચો - અમદાવાદ : આ હેબીટાટમાં માઇનસ 40 ડિગ્રી તાપમાનમાં પણ સેનાના જવાનો સુરક્ષિત રહી શકશે, આવી છે ખાસિયતો


તાજેતરમાં મધ્યપ્રદેશ ભાજપ સરકાર દ્વારા બજાર સમિતિના કર્મચારીઓની આજીવિકાના પ્રશ્ન બાબતે ચિંતા કરી માર્કેટીગ બોર્ડમાં સમાવેશ કર્યો છે તો ગુજરાતમાં કેમ સમાવેશ ના કરી શકાય તે એક સવાલ છે. જો માંગણીનો સત્વરે જવાબ નહીં આવે તો ના છુટકે કર્મચારીઓને ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ છાવણીમાં પ્રતિક ઉપવાસ, હડતાળ જેવા આંદોલન કરવાની ફરજ પડશે.
Published by: Ashish Goyal
First published: September 23, 2020, 6:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading