અમદાવાદઃ ઉત્તરાયણનો પર્વ (Uttarayan 2021) દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ (Gujaratiyo) અને વિદેશીઓ પણ ઉત્તરાયણ કરવા માટે તો અમદાવાદ (Ahmedabad) આવે અને ઉત્તરાયણમાં તો વિશેષ તૈયારીઓ પણ કરતા હોય છે. પણ ચાલુ વર્ષની ઉત્તરાયણમાં તો સરકારે માર્ગદર્શિકા (corona guideline) બહાર પાડી છે. અને નિયમન પાલન સાથે ઉતરાયની ઉજણી કરી શકશે. બહારથી કોઈ ઉત્તરાયણ કરવા આવી શકશે નહીં. અને ધાબા પર પણ પોતાના લોકો સાથે પતંગ ઉડાડી શકાશે.
સવાલ એ છે કે ખરેખર ગાઈડલાઈન પાલન થશે. ધાબા પર લોકો પતંગ ઉડાડી રહ્યા છે તે મહેમાન છે કે પછી ઘર માલિક કેવી રીતે ખાતરી કરવા જશે. અને કોઈ લોકો મામા માસીના ઘરે આવી ગયા છે.
તે લોકો જો પતંગ ચગાવવા ગયા અને પોલીસ આવી જાય તો મુશ્કેલી વધી જશે. જોકે અમદાવાદની ઉત્તરાયણ કરવા માટે પણ બહારથી તો લોકો આવી જ ગયા છે. જે પોતાના મિત્રો સાથે ધામધૂમથી ઉજવણી કરશે.
જોકે દર વર્ષે તો કાઈટ ફેસ્ટીવલ મોટી સંખ્યામાં પતંગબાજો આવે છે. અને ઉત્તરાયણ કરવા માટે પણ દર વર્ષે 5 હજારથી વધુ ગુજરાત બહારથી લોકો માત્રને માત્ર પોળની ઉત્તરાયણ કરવા માટે આવે છે. અને અમેરિકા લંડનથી પણ લોકો ઉત્તરાયણ કરવા માટે આવે છે.
અને પોળમાં ડિસેમ્બર મહિનાથી ઉત્તરાયણના દિવસ માટે ડાબા ભાડે રાખવા માટેના બુકીંગ શરૂ થઈ જાય છે. 20 હજાર સુધી એક ધાબાનું ભાડે જાય છે. ચાલુ વર્ષ સરકારે પતંગ ચગાવવા માટે ઠીલ આપી છે. પણ નિયમોના પાલન સાથે. એટલે વિદેશથી લોકો આવ્યા નથી.અને પોળોના ધાબા પણ ભાડે અપાય નથી.
ઉલ્લેખનીય છે કે અત્યારે કોરોના વાયરસની મહામારી સમયે લોકોમાં કોરોના વાયરસ વધારે ફેલાય નહીં તે માટે વિશેષ સાવધાની રાખવામાં આવી રહી છે. તંત્ર દિવાળીના તહેવારોમાંથી શિખીને વધારે સાવચેત થી છે.