અમદાવાદઃ 'હું મારા દાદાની જેમ ધાબેથી પડીને મરી જઈશ', પતિની ધમકીઓથી કંટાળી છેવટે પત્નીએ નોંધાવી ફરિયાદ


Updated: September 26, 2020, 11:33 PM IST
અમદાવાદઃ 'હું મારા દાદાની જેમ ધાબેથી પડીને મરી જઈશ', પતિની ધમકીઓથી કંટાળી છેવટે પત્નીએ નોંધાવી ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

પતિ ત્રાસ આપી અવારનવાર કહેતો હતો કે હું મરી જઈશ અને તને નહીં રહેવા દવુ અને તેવુ પણ કહેતો હતો કે તેના દાદાની જેમ ધાબા પરથી પડી ને મરી જશે.

  • Share this:
અમદાવાદ: શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં (police station) મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ તેને લગ્ન બાદ ત્રાસ આપતો હતો અને તેની મરજી વિરુદ્ધ તેને કેરાલા (kerala) લઈ ગયો હતો. જ્યાં તેને પ્રૅગનેન્સી રાખવા માટે દબાણ કરી ઝઘડા કરી માર મારતો હતો. આટલું જ નહી આ મહિલાનો નણંદોઈ પણ તેને ફેસબુક (facebook) ઉપર અપલોડ કરેલા વીડિયોમાં બીભત્સ કોમેન્ટ કરતો હતો. ત્યારે તેના પતિ ઝઘડા (fight with husband) થાય ત્યારે અવારનવાર તેના દાદાની જેમ ધાબેથી પડીને મરી જશે તેવી ધમકી આપતાં મહિલાએ કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી 31 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2019માં થયા હતા. ત્યારબાદ તેની સાસરીમાં રહેવા ગઇ હતી. પરંતુ લગ્ન બાદ જ તેના પતિએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં તેનો પછી ત્રાસ આપી અવારનવાર કહેતો હતો કે હું મરી જઈશ અને તને નહીં રહેવા દવુ અને તેવુ પણ કહેતો હતો કે તેના દાદાની જેમ ધાબા પરથી પડી ને મરી જશે.

આ રીતે માનસિક હેરાન-પરેશાન કરતા મહિલા સતત ચિંતા રહેતી હતી અને તેનો પતિ ફોટા શક વહેમ રાખી કોઈ સ્ત્રી સાથે વાત પણ કરવા દેતો ન હતો. બાદમાં તેના પતિએ તેની મરજી વિરુદ્ધ તેને કેરાલા ફરવા લઈ ગયો હતો.

આ પણ  વાંચોઃ-સાહેબ પહેલા હું બેભાન થઈ, હોશ આવ્યો ત્યારે શરીર પર કપડા ન હતા', અમદાવાદમાં ઉદેપુરની યુવતી સાથે દુષ્કર્મ

આટલું જ નહી પતિએ તેને કેરાલામાં પ્રેગનેન્સી રાખવા બાબતે ઝઘડો તકરાર કરી તેને માર પણ મારી હતી. જોકે ત્યારબાદ તેના નણંદોઈ એ આ મહિલાએ એક વીડિયો ફેસબુક ઉપર મૂક્યો હતો તેમાં કોમેન્ટ પણ કરી હતી.

આ પણ વાંચોઃ-મધ્ય પ્રદેશઃ વિદેશી યુવતીઓ સાથે કરાવાતો હતો દેહવ્યાપાર, પોલીસે 13 યુવતીઓને છોડાવીઆ પણ વાંચોઃ-પતિ અને બાળકોને નશીલો પદાર્થ ખવડાવી રોજ રાત્રે ડોક્ટર પ્રેમી સાથે કરતી હતી રંગરલીયા, ભાંડો ફૂટતા થઈ જોવાજેવી

આ મામલે મહિલાએ તેના પિયરજનોને વાત કરતાં તેના પતિએ કહ્યું હતું કે જો તે લોકો યુવતીને મુકવા આવશે તો તે કંઈક કરી લેશે અને બધાને ભરાવી દેશે. આ સમગ્ર બાબતોથી કંટાળીને મહિલાએ આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં તેના સાસરિયાઓ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે અત્યારે ઘરેલું હિંસાના અનેક કિસ્સાઓ છાસવારે બનતા હોય છે. પરંતુ ક્યારેક એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જેમાં પતિની અનામવીય કૃત્યથી કંટાળીને નાછૂટકે પત્નીને પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા પડતા હોય છે. આવી જ એક ઘટના મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
Published by: ankit patel
First published: September 26, 2020, 11:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading