અમદાવાદ : મહિલા પોલીસકર્મીને હોટલમાં લઈ જઇ "ઇલુ ઇલુ" કરનાર પીએસઆઇ આખરે સસ્પેન્ડ


Updated: April 7, 2021, 4:19 PM IST
અમદાવાદ : મહિલા પોલીસકર્મીને હોટલમાં લઈ જઇ
પ્રતિકાત્મક તસવીર

પીએસઆઇને એક મહિલા પોલીસ કર્મીની સાથે સબંધ હોવાના કારણે થોડા દિવસ પહેલા પોલીસ સ્ટેશનની બિલકુલ નજીકમાં આવેલી એક ઉંચી હોટલમાં રૂમમાં લઈ ગયા હતા અને ત્યાં જ મહિલા પોલીસ કર્મીના પતિને જાણ થતાં તે પણ ત્યાં પહોંચી ગયો હતો

  • Share this:
અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી એટલેકે પીએસઆઇ કક્ષાના અધિકારી હાલ ચર્ચામાં આવ્યા હતા. પોશ વિસ્તારના પોલીસ સ્ટેશનના આ વિવાદિત અધિકારી હાલ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા અને હવે તેઓને સસ્પેન્ડ કરાયા છે. પીએસઆઇ ટાપરિયા એક મહિલા પોલીસ કર્મીની સાથે સબંધ હોવાના કારણે થોડા દિવસ પહેલા પોલીસ સ્ટેશનની બિલકુલ નજીકમાં આવેલી એક ઉંચી હોટલમાં રૂમમાં લઈ ગયા હતા અને ત્યાં જ મહિલા પોલીસ કર્મીના પતિને જાણ થતાં તે પણ ત્યાં પહોંચી ગયા હતા. જોકે અધિકારીને બચાવવા માટે હોટલનો સ્ટાફ એલર્ટ થઈ ગયો હતો અને મહિલા પોલીસ કર્મીના પતિને અંદર જવા દેવાયા ન હતા.

બીજી તરફ પીએસઆઇને જાણ થઇ જતાં તેઓ લિફ્ટ વાટે સીધા નીચે બેઝમેન્ટમાં આવી ગયા હતા અને ત્યાંથી છટકી ગયા હતા. આ બાબતની એન ડિવિઝન એસીપીને તપાસ સોપાઈ હતી. તપાસનો રિપોર્ટ ડીસીપી ઝોન 7 ને અપાયા બાદ પીએસઆઇ ટાપરિયાને સસ્પેન્ડ કરાયા હોવાનું સામે આવ્યું છે. જોકે આ કેસમાં હજુય મહિલા પોલીસકર્મી સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. તો બીજી તરફ હવે તો આ પોલીસ સ્ટેશનને ઇલુ ઇલુ પોલીસ સ્ટેશન તરીકે પણ ઓળખાતું હોવાની રમૂજ ચર્ચા ચાલી છે. કારણકે હજુ તો એક પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટ્યો છે પણ આ પોલીસ સ્ટેશનના અનેક અધિકારી કર્મીઓ પણ આ જ દિશામાં ચાલતા હોવાની પણ ચર્ચા છે.

આ પણ વાંચો- સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ 48 કલાકમાં ઊભી કરી 72 લોકોની ટીમ સાથે 100 બેડની હૉસ્પિટલ

શહેરના પશ્ચિમમાં આવેલા એક પોશ વિસ્તારનું નાનું પોલીસ સ્ટેશન હાલ ચર્ચામાં છે. આ વિસ્તારના પોલીસ અધિકારી બદલાતા જ અંદરો અંદર કોલ્ડ વોર પણ શરૂ થયું હોવાની ચર્ચા છે. અગાઉ તોડ કરાયો હોવાની ફરિયાદ ડીસીપી સુધી પહોંચી હતી. જેમાં નિર્દોષ પોલીસકર્મીઓને સજા આપવામાં આવી હતી. પણ પોલીસ અધિકારી તરફથી વિસ્તારમાં "ધમ ધમ" કરતા પોલીસકર્મી સહિતની ગેંગને બચાવી લેવાઈ હતી. ત્યારે હવે આ જ પોલીસ સ્ટેશનના એક પીએસઆઇ એન. યુ. ટાપરિયા કે જેનો "તાપ" ખૂબ હતો તે ચર્ચામાં આવ્યા બાદ ઝોન 7 ના ડીસીપી પ્રેમસુખ ડેલુએ તેઓને સસ્પેન્ડ કર્યા છે. પોલીસબેડામાં એવી ચર્ચા હતી કે થોડા દિવસ પહેલા પીએસઆઇ ટાપરિયા પોલીસ સ્ટેશન પાસે જ આવેલી એક હોટલમાં ગયા હતા. આ અધિકારી એકલા નહીં પણ સાથે એક મહિલા પોલીસકર્મીને લઈને ગયા હતા. હજુ તો આ બને રૂમમાં પહોંચ્યા ને થોડા જ સમયમાં મહિલા પોલીસકર્મીનો પતિ ત્યાં આવી પહોંચ્યો હતો. મહિલા પોલીસકર્મીના પતિને આ અંગે જાણ કેમની થઈ તે બાબતે હજુય પોલીસ સ્ટાફ વિચારી રહ્યો છે.

હજુ તો મહિલા પોલીસકર્મીનો પતિ પહોંચ્યો અને જેવો હોટલ પર ગયો ત્યાં શું કામથી આવ્યા તેવું પૂછતાં જ સ્ટાફ પણ એલર્ટ થઈ ગયો હતો. આ મહિલા પોલીસકર્મીના પતિને રૂમમાં ન જવા દેવા સ્ટાફ પ્રયત્ન કરતો હતો અને ત્યાં જ પીએસઆઇ ને ખાનગીમાં જાણ પણ કરાઈ દીધી હતી. જેથી પીએસઆઇ તાત્કાલિક ફ્રેશ થઈને જ લિફ્ટ વાટે સીધા બેઝમેન્ટમાં જઈ રવાના થઈ ગયા હતા. આ બાબતે એન ડિવિઝન એસીપીને ઇન્કવાયરી સોપાયા બાદ પુરાવા એકત્રિત કરી ડીસીપીને અહેવાલ સોપાયો હતો. જે અહેવાલ આધારે ડીસીપીએ પીએસઆઇ ટાપરિયાને સસ્પેન્ડ કરતા ફરી એક વાર પીએસઆઇ ચર્ચામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ વિવાદ થતા જ મહિલા પોલીસકર્મી સીધી લીવ પર ઉતરી ગઈ હતી. આ પીએસઆઇ વિશે પોલીસ સ્ટેશનમાં એવી પણ ચર્ચા છે કે તેઓને અગાઉ ખાસ ડિટેક્શન કરવા માટેની જગ્યા પર મુકાયા હતા. જ્યાં વીણી વીણીને મહિલા પોલીસકર્મી ઓને પણ તેમણે આ ટીમમાં લીધી હતી. તેઓને વિવાદ થતા બાદમાં ચોકી પર મુકવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ ઘટના બન્યા બાદ ડીસીપી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં પોલીસ સ્ટાફ અને અધિકારીને હાજર રાખી ખખડાવ્યા હતા. પણ હજુય ક્યાંક અધિકારીઓ અંધારામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે કારણકે આ તો એક પીએસઆઇનો કાંડ સામે આવ્યો પણ હજુ આ પોલીસસ્ટેશન માં એવા કેટલાય લોકો છે જેઓ આવા છાન ગપાટિયા કરવામાં માહેર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પોલીસ સ્ટેશનની જ કહેવાતી એક ચોક્કસ ગેંગ સામે અધિકારીઓ શું પગલાં લે છે તે જોવાનું રહેશે.
Published by: Ashish Goyal
First published: April 7, 2021, 4:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading