અમદાવાદ : મહિલા કોર્પોરેટરનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા, જુઓ વીડિયો


Updated: October 24, 2020, 5:55 PM IST
અમદાવાદ : મહિલા કોર્પોરેટરનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા, જુઓ વીડિયો
અમદાવાદ : મહિલા કોર્પોરેટરનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા

પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ શરૂ કરી

  • Share this:
અમદાવાદ : શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે. દિવસેને દિવસે એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. ચેઇન સ્નેચરો અને મોબાઇલ સ્નેચરોનો પણ આતંક વધી રહ્યો છે. ચેઇન સ્નેચરો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં વધુ એક ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે.

દરિયાપુરનાં મ્યુનિસિપલ કાઉન્સિલર મોનાબેન પ્રજાપતિ નારણપુરા ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન ટૂ વ્હીલર પર બે શખ્સો આવ્યા હતા અને મોનાબેનને પીઠનાં ભાગે ઝાપટ મારીને ચેઇન સ્નેચિંગ કરી પલાયન થઈ ગયા હતા. અચાનક જ આવી પડેલી આફતનાં કારણે મોનાબેને પોતાનું બેલેન્સ ગુમાવી દીધું હતું અને રોડ પર પટકાયા હતા. રોડ પર પટકાતા જ તેમને પગનાં ભાગે ઇજા પહોંચી હતી.

આ પણ વાંચો - મોબાઇલ ગેરેજ સર્વિસ વાન ઘરે આવીને રિપેર કરી દેશે તમારી કાર, આવી રીતે કરો ફરિયાદ

સમગ્ર ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરતાં તેમના પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આ બાબતની જાણ પોલીસને કરી હતી. પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોચ્યો હતો અને ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ છે. જેમાં ચેઇન સ્નેચિંગ બાદ કોર્પોરેટર રોડ પર પટકાય છે.

મોના બેન પ્રજાપતિ આજે નવરાત્રીની આઠમ હોવાથી દરિયાપુરથી તેમના પિતાને ત્યાં નૈવેદ્યનાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. તે સમયે નારણપુરા પાસે દેવેન્દ્ર સોસાયટી નજીક આ ઘટના બની છે. મોના બેને કહ્યું હતું કે કે ચેનઇ સ્નેચરો બુકાનીધારી હતા. જેથી તેઓ તેમના ચહેરા જોઈ શક્યા નથી. પરંતુ તેઓ એક્સેસ જેવું વાહન લઈને આવ્યા હોવાની આશંકા છે. હાલમાં તો પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Ashish Goyal
First published: October 24, 2020, 5:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading