Coronavirus cure: કોરોના વાયરસ સામે ડર નહીં, સાવચેતી જરૂરી; ગુજરાતમાં આટલી જગ્યાએ સારવાર ઉપલબ્ધ

News18 Gujarati
Updated: March 12, 2020, 5:06 PM IST
Coronavirus cure: કોરોના વાયરસ સામે ડર નહીં, સાવચેતી જરૂરી; ગુજરાતમાં આટલી જગ્યાએ સારવાર ઉપલબ્ધ
ફાઇલ તસવીર

કોરોના બાબતે કોઈ મૂંઝવણ કે શંકા હોય તો સરકારે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર 104 પર ફોન કરીને માહિતી મેળવી શકો છો.

 • Share this:
અમદાવાદ : કોરોના વાયરસે દુનિયાભરમાં ભરડો લીધો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO)ને આ જ કારણે તેને વૈશ્વિક મહામારી (pandemic) જાહેર કરી છે. ભારતમાં પણ કોરોના વાયરસના (Coronavirus cases in India)70થી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સદનસિબે ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus Cases in Gujarat)નો એક પણ પોઝિટિવ કેસ હજી સુધી નોંધાયો નથી, પરંતુ લોકોમાં ચોક્કસ આ વાયરસને લઈને ફફડાટ ફેલાયો છે. આવું થવા પાછળનું કારણે વૈશ્વિક સ્તરે આ રોગને કારણે મોતને ભેટલા લોકોની સંખ્યા છે. આ રોગથી અત્યાર સુધી ચાર હજારથી વધારો લોકો મોતને ભેટ્યા છે. આ સમયે એ જાણવું ખૂબ જરૂરી છે કે, કોરોના વાયરસ જેવા લક્ષણો જણાય તો કઈ હૉસ્પિટલનો સંપર્ક કરવો?

ગુજરાતમાં કોરોના વાયરસ જેવા લક્ષણો જણાય તો કઈ હૉસ્પિટલનો સંપર્ક કરવો

જો તમને પણ કોરોના વાયરસ જેવા કોઈ લક્ષણો દેખાઈ રહ્યા છે અથવા આ બાબતે કોઈ મૂંઝવણ કે શંકા છે તો તમે સરકારે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર 104 પર ફોન કરીને માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત તમામ મોટા શહેરોમાં આવેલી સિવિલ હૉસ્પિટલો ખાતે કોરોના વાયરસની સારવાર કે આવા દર્દીઓને અલગ રાખવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા સ્તરના આરોગ્ય કેન્દ્રો ખાતે પણ કોરોના વાયરસના શકમંદ દર્દીઓ માટે સારવાર ઉપલબ્ધ છે. એટલે કોઈ પણ વ્યક્તિ ઉપરના સ્થળોની મુલાકાત લઈ શકે છે. આ કેન્દ્રો ખાતે શકમંદ લાગતા દર્દીઓના સેમ્પલ લઈને તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવશે. આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેના જણાવ્યા પ્રમાણે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ ખાતે કોરોના વાયરસના ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલા સેમ્પલ પૂના મોકલવામાં આવતા હતા.આ પણ વાંચો : Coronavirus વૈશ્વિક મહામારી જાહેર, જાણો શું હોય છે મહામારી

એરપોર્ટ ખાતે સ્ક્રિનિંગઅમદાવાદ સહિત રાજ્યના વિવિધ એરપોર્ટ ખાતે વિદેશી આવતા મુસાફરોની સ્ક્રિનિંગ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અમદાવાદ, સુરત જેવા એરપોર્ટ પર 24*7 ડૉક્ટરોની ટીમ તહેનાત રહે છે. સ્ક્રિનિંગ દરમિયાન જો કોઈ મુસાફરમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળે છે તો તેના સેમ્પલ લઈને તેને આઇસોલેશનમાં ખસેડવામાં આવે છે. આ ઉપરાંત મુસાફર ક્યાંથી આવ્યો છે તેની વિગતો પણ મેળવવામાં આવે છે.કોરોના વાયરસ મામલે મુખ્ય સચિવે આપેલા આદેશ :

રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે ગત અઠવાડિયે કોરોના વાયરસ મામલે રાજ્યના મ્યુનિસિપલ કમિશનરો તેમજ કલેક્ટરોને કેટલાક આદેશ કર્યા હતા. જે પ્રમાણે જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ આવેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલનું મેપિંગ કરી આ તમામ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ શરૂ કરવાનો આદેશ કર્યો છે. આ વોર્ડમાં આઇસોલેશન બેડ, વેન્ટિલેટર,જરૂરી સાધનો,પી.પી.કીટ, એન 95 માસ્ક, થ્રી લેયર માસ્ક વગેરે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 24 કલાક કંટ્રોલ રુમ શરૂ કરવા તેમજ એક હેલ્પલાઇન નંબર પ્રસારિત કરવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : કોરોના, તાવ અને શરદીના લક્ષણોમાં શું તફાવત છે, કેવી રીતે ખબર પડે કે શું થયું છે?

કોરોના વાયરસના લક્ષણો :

 • જો તમને તાવ આવતો હોય.

 • સાથે જ સુકી ખાસી હોય.

 • શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોય.

 • શરીરના સ્નાયુઓમાં દુઃખાવો થઈ રહ્યો હોય.

 • તમને સતત થાક લાગતો હોય.


આ પણ કોરોના વાયરસના સંકેત છે :

 • તમને ગળફા આવવા લાગે.

 • ગળફામાંથી લોહી આવવા લાગે.

 • સતત માથાનો દુઃખાવો અનુભવાતો હોય.

 • સાથે જ પેટ ખરાબ હોય અને ડાયરિયા રહેતા હોય.
આ રીતે ફેલાય છે વાયરસ :

 • જ્યારે કોઈ બીમાર વ્યક્તિનાં સૂક્ષ્મ બિંદુઓ કોઈ સ્વસ્થ વ્યક્તિની આંખ, નાક કે મોઢાના સંપર્કમાં આવે છે.

 • અપ્રત્યક્ષ સંપર્કથી પણ ફેલાઇ શકે છે. જેમ કે ડિજિટલ ડિવાઇસથી, લિફ્ટ બટન, ડોર નૉબ, પગથિયાની રેલિંગ, ટિશ્યૂથી પણ ફેલાવો થઈ શકે છે.


આ પણ વાંચો : Coronavirus : તમે જાણવા માંગો છો તે બધુ જ, કેવી રીતે ફેલાય છે, બચવા માટે શું કરશો?

કોરોના વાયરસથી બચાવાના ઉપાય :

 • જે લોકોને તાવ, ઉધરસ કે શરદી હોય તેમના સંપર્કમાં આવવાનું ટાળો.આવા લોકોથી અડધાથી બે મીટરનું અંતર રાખો.

 • તમારા હાથને 20 સેકન્ડ સુધી સાબૂથી ધુઓ.

 • ઉધરસ કે છીંક ખાતી વખતે તમારું મોઢું રૂમાલથી ઢાંકો.

 • શક્ય હોય તો માસ્ક પહેરી રાખો. આ માસ્કનો યોગ્ય નિકાલ કરો.

 • માસ્કના બહારના ભાગમાં સ્પર્શ ન કરો.

 • લોકોના સીધા સંપર્કમાં આવવાનું ટાળો. એટલે કે હસ્તધનૂન કરવાનું ટાળો.

 • તમારી આંખ, કાન અને નાકને સ્પર્શ કરવાનું ટાળો.


Published by: Vinod Zankhaliya
First published: March 12, 2020, 4:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading