વુમેન્સ ડે સ્પેશ્યલ : સિવિલ હોસ્પિટલની મહિલા બ્રિગેડે વર્ણવી કોવિડ ડ્યુટી સમયની આપવીતી


Updated: March 8, 2021, 11:20 PM IST
વુમેન્સ ડે સ્પેશ્યલ : સિવિલ હોસ્પિટલની મહિલા બ્રિગેડે વર્ણવી કોવિડ ડ્યુટી સમયની આપવીતી
વુમેન્સ ડે સ્પેશ્યલ : સિવિલ હોસ્પિટલની મહિલા બ્રિગેડે વર્ણવી કોવિડ ડ્યુટી સમયની આપવીતી

અમદાવાદ : સિવિલ હોસ્પિટલની કોવિડ ડ્યુટી દરમિયાન કેટલાકના પાડોશીઓએ ઘર પાસે ઉંચી દિવાલો ચણી લીધી હતી. તો કેટલાક પડોશીઓ નજરે જોઈ દરવાજા પછાડતા હતા

  • Share this:
અમદાવાદ : આમ તો જ્યારે કોઈ મુસીબત સમયે કામ આવતું હોય તો તે પાડોશી હોય છે અને તેના માટે પહેલો સગો પાડોશી એવી કહેવત પણ પ્રખ્યાત છે. પરંતુ કોરોના મહામારીએ આ કહેવતને પણ ખોટી પાડી દીધી હતી. મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે ન્યૂઝ 18 ગુજરાતીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોકટરથી માંડીને સ્ટાફ નર્સ મહિલાઓ સાથે વાત કરી હતી. જેમનો કોવિડ ડ્યુટીનો સમય ખૂબ સંઘર્ષમય રહ્યો હતો.

આ મહિલાઓએ કોવિડ ડ્યુટી સમયની પોતાની આપવીતી કહી હતી. તેઓની સિવિલ હોસ્પિટલની કોવિડ ડ્યુટી દરમિયાન કેટલાકના પાડોશીઓએ ઘર પાસે ઉંચી દિવાલો ચણી લીધી હતી. તો કેટલાક પડોશીઓ નજરે જોઈ દરવાજા પછાડતા હતા. ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે. ત્યારે કોરોનાની ભયંકર મહામારીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબો, નર્સ અને કર્મચારીઓએ સરાહનીય કામગીરી કરી છે. કોઈએ પરિવારથી દૂર રહી તો કોઈએ તો કોઈએ પરિવાર સાથે રહીને પોતાની કોરોના વોરિયર તરીકેની ફરજ અદા કરી. જેમાં કોઈ ખુદ કોરોના સંક્રમિત થયા તો કોઈએ પોતાના સ્વજન ગુમાવ્યા હતા.

આ પણ વાંચો - રાજકોટ : કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે વુમન્સ ડે ના દિવસે જન્મનાર દીકરીઓને નાકમાં પહેરવાની સોનાની ચૂંક આપી

સિવિલમાં મેડિસિન વિભાગમાં ડો. મોહિની થર્ડ યરમાં અભ્યાસ કરે છે. કોરોનામાં 1200 બેડમાં 10 વારથી વધુ રોટેશનમાં Covid ડ્યુટી કરી. જેમાં તેઓ પ્રીકોશન રાખવા છતાં પોઝિટિવ થયા હતા. પોતે દિવ્યાંગ હોવા છતાં કોરોના કાળમાં ખડેપગે ફરજ બજાવી. સિવિલમાં સ્ટાફ નર્સ તરીકે 7 વર્ષથી ફરજ બજાવતા નિધિ પટેલને પણ કોરોનામાં કડવો અનુભવ પડોશીઓ તરફથી થયો હતો. 60 દિવસ સુધી રોટેશનમાં કોવિડ ડ્યુટી કરી પણ આ સમય તેમના માટે કપરો રહ્યો. તેઓ સિવિલમાં કોવિડ ડ્યુટી પર જતાં હોઇ પાડોશીઓએ વાત કરવાની તો દુરની વાત રહી પરંતુ પોતાના ઘરની દીવાલો ઉંચી ચણી દીધી હતી.

અન્ય એક સ્ટાફ નર્સ પટેલ હિપલ પોતે કોવિડ ડ્યુટી કરતા હતા ત્યારે પોતે 4 વર્ષના દીકરાને પિયર મૂકી આવ્યા હતા અને માં દીકરા વચ્ચે એક માત્ર સંપર્કનું માધ્યમ વીડિયો કોલ બની રહ્યો હતો. પોતાના સાસુને કિમો થેરાપી ચાલતી હોવા છતાં પરિવારથી અંતર રાખી પોતે કોરોનાની ફરજ બજાવી હતી. ગોહેલ વિમલ નામના સ્ટાફ નર્સને પણ પાડોશીઓનો કડવો અનુભવ થયો. ગત 5માં મહિનામાં તેમના સસરા પોઝિટિવ થયા. ત્યારબાદ સાસુ અને પતિ પણ પોઝિટિવ થયા. 80 દિવસની રોટેશનની ડયુટીમાં દર્દીઓ અને પરિવાર ની સારવાર કરી. પણ સસરા કોરોનામાં એકપાયર્ડ થયા. તે સમયે આસપાસના લોકોએ સહકાર આપવાની જગ્યાએ દૂર ભાગતા રહ્યા હતા. કેટલાક પડોશીઓ તેમના ઘરની પરિસ્થિતિ સામે નારાજગી નજરે જોઈ દરવાજા પછાડતા હોવાનો કડવો અનુભવ તેમણે વર્ણવ્યો હતો.
સિવિલના ડો. સીમા ગાંધી અને ડૉ. દર્શના મકવાણાની પણ કોવિડ ડ્યુટી સંઘર્ષમય રહી છે. સીમા ગાંધીના પિતા સંક્રમિત થયા. જ્યારે ડો. દર્શના મકવાણાનું આખું ફેમિલી સંક્રમિત થયું. સમય એવો પણ આવ્યો કે તેઓ પોતે સિવિલમાં ટ્રીટમેન્ટ લઈ પરિવારને ઈન્જેકશન આપવા અને સારવાર માટે ઘરે જતા હતા.
Published by: Ashish Goyal
First published: March 8, 2021, 11:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading