વડોદરા: પતિ નગ્ન થઇને પરિવાર સામે ડાન્સ કરતો, પત્નીને જબરદસ્તી દારૂ-મટન પીરસાવતો

News18 Gujarati
Updated: October 20, 2020, 2:34 PM IST
વડોદરા: પતિ નગ્ન થઇને પરિવાર સામે ડાન્સ કરતો, પત્નીને જબરદસ્તી દારૂ-મટન પીરસાવતો
પ્રતિકાત્મક તસવીર

પરિણીતાની ફરિયાદને આધારે પતિ, સાસુ, સસરા, નણંદ અને વડ સાસુ સામે ઈપીકો કલમ 498(એ), 376(1), 114 અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 4 મુજબ ગતરાતે ગુનો દાખલ કર્યો હતો.

  • Share this:
આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે ભણતર માણસને સંતુલિત બનાવે છે. પરંતુ વડોદરમાં તો એક ધૃણા ઉપજાવનાર કિસ્સો બન્યો છે. શહેરનાં વાસણા ભાયલી રોડ પર એન્જિનિયર પતિએ લગ્ન બાદ માનસિક અને શારીરિક અનેક યાત્નાઓ આપીને દહેજની માંગણી કરવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં મહિલાએ જણાવ્યું છે કે, પતિ અને સસરા ઘરમાં રાખેલી પાર્ટીમાં બળજબરી દારૂ અને મટન પીરસાવતા હતા અને દહેજમાં મોંઘી કાર અને જમીનની માંગણી કરી હતી. પરિણીતાની ફરિયાદને આધારે પતિ, સાસુ, સસરા, નણંદ અને વડ સાસુ સામે ઈપીકો કલમ 498(એ), 376(1), 114 અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 4 મુજબ ગતરાતે ગુનો દાખલ કર્યો હતો.

પાર્ટીમાં પરિણીતા પાસે બળજબરીપૂર્વક દારૂ અને મટન પીરસાવાતો

વાસણા રોડ સ્થિત પિયરમાં રહેતી 28 વર્ષની યુવતીના લગ્ન 2019માં કમલકાંત પટેલ રહે-(શિલ્પ બંગલોઝ, ભાયલી ગામ, વડોદરા) સાથે થયા હતા. યુવતીનો પતિ હાલોલની એક કંપનીમાં સિનિયર-એન્જિનિયર તરીકે કામ કરે છે. પતિને નોનવેજ અને દારૂ પીવાની કુટેવ હતી. જેના માટે પતિ અને સસરા મહિલાને મટન ખરીદવા બજાર મોકલતા હતાં. અવારનવાર થતી પાર્ટીમાં પરિણીતા પાસે બળજબરીપૂર્વક દારૂ અને મટન પીરસાવાતો હતો. પતિ અનેકવાર ઘરમાં નિર્વસ્ત્ર થઇને ડાન્સ કરતો હતો. આ અંગે જ્યારે પરિણીતાએ સાસુને ફરિયાદ કરી ત્યારે તેમણે છોકરાનું ઉપરાણુ લેતા કહ્યું કે, "મારો છોકરો નાગો છે અને નાગો જ રહેશે તને ન ફાવે તો ચાલવા માંડ".

ગુજરાત સહિત અનેક રાજ્યમાં દિવાળી સુધી ડુંગળીનાં ભાવ થઇ શકે છે 100 રૂપિયાને પાર, આ છે કારણ

વિપક્ષ નેતા દિનેશ શર્માના સમર્થકોએ રાજીનામુ પાછું ખેંચવા કર્યુ વિરોધ પ્રદર્શન, સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાયું

પરિણીતાને શરીર પર બચકા ભરતોઆ ઉપરાંત બેડરૂમમાં પતિ પરિણીતાના શરીર પર કોઇપણ ભાગે બચકા ભરીને મારઝૂ઼ડ કરતો હતો.પતિના સુરતની નૈસર્ગી ગોહિલ સાથે પ્રેમ સંબંધ છે જેથી બન્ને મોડી રાત સુધી ફોન પર વાતો કરતા હતા. આ અંગે પણ યુવતીએ સાસુ સસરા તથા નણંદને જાણ કરી હતી. ત્યારે પણ તેમણે હસીને કહી દીધું કે, આધુનિક યુગમાં આવું બધું ચાલ્યા કરે તેમાં કોઈ વિરોધ કરવાનો ન હોય.પરિણીતાને ભુવા પાસેથી લાવેલી  પડીકીઓ પીવડાવતા

પરિણીતા વાંઝણી હોવાનું જણાવી તેને ભુવા પાસેથી પડીકીઓ લાવીને દૂધ અને જ્યૂસમાં મેળવી બળજબરીથી પીવડાવતા હતા. દહેજની માંગણીઓ પુરી ન કરતાં સાસરિયાઓએ પરિણીતાને ગત ઓગસ્ટમાં ઘરમાં કાઢી મૂકી હતી. આ ઉપરાંત સોના-ચાંદીના દાગીના અને અસલ સર્ટિફિકેટ વગેરે પણ લઇ લીધુ હતું.
Published by: Kaushal Pancholi
First published: October 20, 2020, 2:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading