નવી દિલ્હીઃ હાલના દિવસોમાં યૂટ્યૂબ (YouTube) અને વી-લોગિંગ (Vlogging)નો ટ્રેન્ડ ખૂબ પ્રચલિત છે. અનેક લોકો વી-લોગર બનીને યૂટ્યૂબ પર પોતાની ચેનલ શરૂ કરે છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓનું મોટું નામ થાય છે. યૂટ્યૂબ પર આપને દરેક પ્રકારની જાણકારી અને બીજા કન્ટેન્ટ સાથે જોડાયેલા વીડિયો જોવા મળશે. કન્ટેન્ટ પોસ્ટ કરીને અનેક યૂટ્યૂબર્સ (Youtubers) ખૂબ જાણીતા થઈ ચૂક્યા છે. હાલમાં જ ફોર્બ્સ (Forbes)એ 2020માં સૌથી વધુ કમાણી કરનારા યૂટ્યૂબર્સની યાદી જાહેર કરી છે. તમે જાણીને હેરાન રહી જશો કે આ યાદીમાં એક 9 વર્ષના બાળક બાજી મારી ગયો છે.
રયાને આ વર્ષે 2 અબજ 18 કરોડ રૂપિયાની કરી કમાણી
અમેરિકાના ટેક્સાસને રહેવાસી રયાન કાજી (Ryan Kaji)એ સૌથી વધુ કમાણી કરનારા યૂટ્યૂબર્સની ફોર્બ્સ 2020ની યાદીમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રયાન માત્ર 9 વર્ષનો છે પરંતુ રિપોર્ટ મુજબ આ વર્ષે તેણે 29.5 મિલિયન ડૉલરની કમાણી કરી છે. રયાનની યૂટ્યૂબ ચેનલનું નામ રયાન વર્લ્ડ (Ryan's World) છે. તેની યૂટ્યૂબ ચેનલ પર 41.7 મિલિયન સબ્સક્રાઇબર છે. રયાન પોતાના અનબોક્સિંગના વીડિયો માટે જાણીતો છે.
રયાને પોતાના વીડિયો (Video)માં રમકડા (Toys)ને પેકિંગમાંથી કાઢીને તેના વિશે પોતાના સબ્સક્રાઇબર્સને જણાવે છે. રયાનની ચેનલ પર 12.2 બિલિયન સુધી વ્યૂઝ આવે છે. અનબોક્સિંગ (Unboxing) ઉપરાંત રયાન (Ryan Kaji)પોતાના માટે સાયન્સ એક્સપરિમેન્ટ્સ (Science Experiments) પણ વીડિયોમાં રજૂ કરે છે. રિપોર્ટ મુજબ રયાન કાજી પોતે સામાન પણ વેચે છે. જેમાં રમકડા, બેગપેક, ટૂથપેસ્ટ અને અનેક પ્રકારનો સામાન સામેલ છે. રિપોર્ટ મુજબ રયાને ગયા વર્ષે 200 મિલિયન ડૉલરનું વેચાણ કર્યું હતું.
હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ મુજબ, આવું પહેલીવાર નથી જ્યારે રયાન સૌથી વધુ કમાણી કરનારો યૂટ્યૂબર્સીની યાદીમાં પહેલા નંબરે આવ્યો છે. તેણે વર્ષ 2018, 2019 અને હવે 2020માં એક સળંગ ત્રણ વર્ષથી આ શિખરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.