નવી દિલ્હી : દેશભરમાં મકરસંક્રાતિની ધૂમ છે. લોકો ઉત્તરાયણ આવવાના 10 દિવસ પહેલા જ પતંગ ઉડાવવાનું શરૂ કરી નાખે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકો પતંગ ચગાવે છે. જોકે તમને એ ખબર છે કે મંજૂરી વગર પતંગ ઉડાવવી ગુનો છે. આ માટે તમને દંડ પણ થઈ શકે છે.
કાનૂન પ્રમાણે પતંગ ઉડાડવા માટે તમારે લાઇસન્સ લેવાની જરૂરી છે. એરફ્રાફ્ટ એક્ટ 1934-2(1)માં તેનો ઉલ્લેખ છે. આ એક્ટ અંતર્ગત પતંગ, બલુન સહિત ઉડાવતી બધી વસ્તુઓના નિર્માણ, મરમ્મત, ઉડાવવા માટે લાઇસન્સ રાખવું જરૂરી છે. આમ ના કરવા પર 10 લાખનો દંડ અને બે વર્ષની સજાની જોગવાઇ છે. જોકે ગત વર્ષે સરકારે એક્ટમાં સંશોધન કર્યું છે. સંશોધન પ્રમાણે વિમાનમાં વિસ્ફોટક વગેરે લઈ જવા સંબંધિત ગુનામાં એક કરોડ સુધીના દંડની જોગવાઇ કરી છે પણ પતંગ ઉડાવવા સંબંધિત નિયમોમાં કોઇ ફેરફાર કરાયો નથી.
એરફ્રાફ્ટ એક્ટ 1934-2 (1)માં કહેવામાં આવ્યું છે કે વાયુયાનથી એવી કોઈ મશીન અભિપ્રેત છે જે વાતાવરણથી વાયુની પ્રતિક્રિયા દ્વારા અવલંબ પ્રાપ્ત કરી શકે છે. આ અંતર્ગત બલૂન તે સ્થિર હોય કે અસ્થિર, વાયુ પોત, પતંગ, ગ્લાઇડર અને ઉડ્ડયન મશીન આવે છે. આ કાનૂના આખા દેશમાં બધા વ્યક્તિઓ પર એકસમાન લાગુ છે.