#AmitShahToNews18: અમિત શાહનો દાવો - પશ્ચિમ બંગાળમાં થશે 'પરિવર્તન', આગામી વર્ષે BJP બનાવશે સરકાર

News18 Gujarati
Updated: October 17, 2020, 9:54 PM IST
#AmitShahToNews18: અમિત શાહનો દાવો - પશ્ચિમ બંગાળમાં થશે 'પરિવર્તન', આગામી વર્ષે BJP બનાવશે સરકાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

અમિત શાહે કહ્યું, ત્યાં બોમ્બ બનાવવાના કારખાના દરેક જિલ્લામાં છે, ભ્રષ્ટાચાર ચરમ પર છે, ખુબ ખરાબ સ્થિતિ છે.

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે દાવો કર્યો છે કે, પસ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં બીજેપી સરકાર બનાવશે. શનિવારે શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં પરિવર્તન જરૂરી છે. ન્યૂઝ18 નેટવર્ક સમૂહના એડિટર ઈન ચીફ રાહુલ જોશીને આપેલા ઈન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે, અમે ચૂંટણી દરમિયાન પોતાનું સર્વશ્રેષ્ઠ આપીશું અને મને આશા છે કે, પશ્ચિમ બંગાળમાં પરિવર્ત થશે. અહીં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપી આગામી સરકાર બનાવવા જઈ રહી છે.

અમિત શાહે કહ્યું, ત્યાં બોમ્બ બનાવવાના કારખાના દરેક જિલ્લામાં છે, ભ્રષ્ટાચાર ચરમ પર છે, ખુબ ખરાબ સ્થિતિ છે. વિપક્ષના કાર્યકર્તાઓની હત્યા જે પ્રકારે થઈ રહી છે એવું કોઈ રાજ્યમાં નથી. અમે અડગ રહી લડીશું અને ચૂંટણી જીતીશું. પશ્ચિમ બંગાળમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા વિશે પુછતા શાહે કહ્યું કે, એ પછી નક્કી કરીશું પરંતુ હાલમાં તો બંગાળની પ્રજા તૃણમૂલને હટાવવા માંગે છે, તે મુખ્ય વાત છે.

કોરોના મહામારી પર અસંતોષ

શાહે મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા કોવિડ-19 મહામારીને પહોંચીવળવા મામલે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, મહામારીને ડામવા માટે તેમણે પર્યાપ્ત ઉપાય નથી કર્યા. પસ્ચિમ બંગાળમાં અમ્ફાન મહાચક્રવાત પર બોલતા અમિત શાહે કહ્યું કે, ચક્રવાત દરમિયાન અમે જે પણ સહાયતા મોકલી તે ખોટા હાથોમાં જતી રહી. તેમણે કહ્યું કે, અમ્ફાન રાહત વિતરણ પર ભ્રષ્ટાચારની ફરિયાદો મળી હતી, પુરી રાહત ખોટા હાથમાં જતી રહી.

અમિત શાહે યુદ્ધની ધમકી પર ચીનને આપ્યો સણસણતો જવાબ, એક ઈંચ જમીન કોઈ નહીં પડાવી શકે

અમિત શાહે યુદ્ધની ધમકી પર ચીનને આપ્યો સણસણતો જવાબ, એક ઈંચ જમીન કોઈ નહીં પડાવી શકેલોકસભા ચૂંટણીમાં આપી જબરદસ્ત ટક્કર

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં બીજેપી વિપક્ષ તરીકે સારી રીતે ઉભરી રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં બીજેપીએ તૃણમૂલ કંગ્રેસની શાનદાર ટક્કર આપી હતી. લગભગ 40 ટકા વોટ શેર સાથે, બીજેપીએ 42 સંસદ સીટોમાંથી 18 બેઠકો પર જીત મેળવી હતી.

આ સાથે CNNNews18 અને Network18Group પર અમિત શાહનું ઇન્ટરવ્યૂ જોઈ શકો છો. આ ઇન્ટરવ્યૂમાં જુઓ કે ઉદ્ધવ ઠાકરેથી લઈને મમતા સુધી શું છે વિપક્ષ પર અમિત શાહની રાય? ચીન પર શું છે અમિત શાહનો ગેમ પ્લાન? અમિત શાહથી સાંભળો કોરોના વાયરસ મહામારી પર કેવી રીતે બદલ્યો દેશ? બિહાર ચૂંટણીની પહેલા ગૃહમંત્રી અમિત શાહનો સૌથી મોટું ઇન્ટરવ્યૂ.
Published by: kiran mehta
First published: October 17, 2020, 9:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading