Bihar Election: અમિત શાહે કહ્યું BJPને મળશે વધારે સીટો, તો પણ નીતિશ કુમાર જ બનશે CM

News18 Gujarati
Updated: October 17, 2020, 8:49 PM IST
Bihar Election: અમિત શાહે કહ્યું BJPને મળશે વધારે સીટો, તો પણ નીતિશ કુમાર જ બનશે CM
ફાઈલ તસવીર

#AmitShahToNews18:ન્યૂઝ18 નેટવર્ક સમૂહના એડિટર ઈન ચીફ રાહૂલ જોશીને આપેલા એક્સક્લૂસિવ ઈન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને ભલે વધારે સીટો મળશે પરંતુ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે.

  • Share this:
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં (Bihar Assembly Elections) બીજેપી અને જેડીયુ (JDU) વચ્ચે આવેલી દરારની અટકળો ઉપર ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit shah) પૂર્ણ વિરામ લગાવી દીધું છે. બિહાર ચૂંટણી ઉપર પ્રતિક્રિયા લગાવતા અમિત શાહે શનિવારે કહ્યું હતું કે, જે કોઈ અફવાઓ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હું આજે મોટો પૂર્ણ વિરામ લગાવવા માગું છું. નીતિશ કુમાર જ બિહારના આગામી મુખ્યમંત્રી હશે. શાહે કહ્યું કે દેશની સાથે બિહારમાં પણ મોદી લહેર છે. અને આના ગઠબંધ સહયોગીઓને સમાન રૂપથી મદદ મળશે. શાહે કહ્યું કે નીતિશ અમારા જૂના સાથી છે. ગઠબંધન તોડવાનું કોઈ જ કારણ નથી.

ન્યૂઝ18 નેટવર્ક સમૂહ (News18 Network)ના એડિટર ઈન ચીફ રાહૂલ જોશી (Rahul Joshi)ને આપેલા એક્સક્લૂસિવ ઈન્ટરવ્યૂ (EXCLUSIVE Interview)માં અમિત શાહે કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને ભલે વધારે સીટો મળશે પરંતુ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે.

શાહે કહ્યું કે તેમણે વિવિધ પાર્ટીઓ પદાધિકારીઓના ફીડબેક લીધા, જે તાજેતરમાં બિહાર ગયા હતા. તેમણે જે શીખ્યું છે તે એ છે કે કોવિડ-19ના સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રીની યોજનાઓ દ્વારા પ્રદત્ત ખાદ્ધાન અને પેસાના હસ્તાંતરણથી બિહારના લોકોને ખૂબ જ મદદ મળી છે. જેનાથી તેમના મનમાં નવી છબી બની છે.

આ પણ વાંચોઃ-ચાર વર્ષથી એક જ સર્ટિફિકેટ ઉપર બે લોકો કરી રહ્યા હતા શિક્ષકની નોકરી, આવી રીતે ફૂટ્યો ભાંડો

આ પણ વાંચોઃ-Navratri 2020: આજથી નવરાત્રી શરૂ, નવ દિવસના આ નવ મંત્રો, જેના જાપથી માતાજીની થશે અસીમકૃપાગ્રામીણ અને શહેરી લોકો પાસેથી લીધા ફીડબેક
અમિત શાહે કહ્યું કે હું એવા લોકો પાસેથી પ્રતિક્રિયા લીધી છે જે પ્રદેશના ગ્રામીણ અને શહેરી બંને ભાગોમાં રહે છે. માર્ચથી છઠ પર્વ સુધી રાજ્યમાં વિતરિત ખાદ્યાન્નના કોઈ પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવ્યો નથી. બિહારના લોકો ક્યારે ભૂલી નહીં શકે કે નીતિશ કુમારે કેવી રીતે પ્રવાસ માટે વ્યવસ્થા કરી હતી. તેમની યાત્રા માટે ચૂકવણું કર્યું, પ્રવાસી મજૂરો માટે પ્રતિ વ્યક્તિ 1,000 રૂપિયાની આર્થિક સહાયતા આપી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ નવરાત્રીના પહેલા નોરતે સોના-ચાંદીમાં કેવો થયો ફેરફાર? ફટાફટ જાણી લો આજના નવા ભાવ

એનડીએથી અલગ થઈ lJP
શાહની ટિપ્પણી એવા સમયે આવે જ્યારે કેન્દ્રમાં એનડીએની સાથી લોક જનશક્તિ પાર્ટી (LJP)એ બિહારમાં પોતાને અલગ કરી દીધી છે. એલજેપીએ જેડીયુ વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં પોતાના ઉમેદવારો ઉતારવાની ઘોષણા પણ કરી દીધી છે.પોતાની વાત ઉપર અડગ છે અમિત શાહ
જોકે, આ પહેલીવાર નથી જ્યારે અમિત શાહે નીતિશ કુમારના સમર્થન માટે નિવેદન આપ્યું હોય. આ પહેલા આ વર્ષે 1 જૂને રાહુલ જોશી સાથે ખાસ વાતચીતમાં અમિત શાહે બિહાર વિધાનસભા ચૂંટણી ઉપર કહ્યું હતું કે એનડીએ તરફથી નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે.
Published by: ankit patel
First published: October 17, 2020, 8:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading