પેન્ગોંગ લૅક પાસે ગ્રીન ટૉપ પરથી ચીને પોતાના સૈનિકો હટાવવાનો કર્યો ઇન્કાર

News18 Gujarati
Updated: August 4, 2020, 12:29 PM IST
પેન્ગોંગ લૅક પાસે ગ્રીન ટૉપ પરથી ચીને પોતાના સૈનિકો હટાવવાનો કર્યો ઇન્કાર
ગ્રીન ટૉપ પરથી સૈનિકો હટાવવાનો ચીનનો ઇન્કાર.

India China Faceoff: ચીનને ડિસેન્ગેજમેન્ટ પ્રૉસેસ દરમિયાન પેન્ગોંગ ઝીલ પાસે ગ્રીન ટૉપ (Green Top) પરથી પોતાના સૈનિકો હટાવવાનો ઇન્કાર કર્યો.

  • Share this:
પ્રવીણ સ્વામી, નવી દિલ્હી : ભારત-ચીન સીમા વિવાદ (India China Face Off) વચ્ચે સમાચાર આવ્યા છે કે પાડોશી દેશ ચીને ડિસએન્ગેજમેન્ટ ('Disengagement of troops) દરમિયાન પેન્ગોંગ ઝીલ (Pangong Lake) પાસે ગ્રીન ટૉપ (Green Top) પરથી પોતાના સૈનિકો હટાવવાનો ઇન્કાર કરી દીધો છે. પીપલ્સ લિબરેશન આર્મી (People's Liberation Army) તરફથી રવિવારે મોલ્દો સ્થિત ચીની બેઝ પર આયોજિત બેઠક દરમિયાન પેન્ગોંગ ઝીલ સ્થિત ગ્રીન ટૉપ પરથી પોતાના સૈનિકો હટાવવાનો ઇન્કાર કરી દીધો હતો. સરકારી સૂત્રોએ ન્યૂઝ18ને જણાવ્યું કે લદાખમાં LAC પર ચાલી રહેલા ડિસએન્ગેજમેન્ટ પ્રૉસેસના કેન્દ્ર સ્થિત પેન્ગોંગ ઝીલ પરથી ચીને પોતાના સૈનિકો હટાવવાનો ઇન્કાર કરી દીધો છે. પેન્ગોંગના ઉત્તર કિનારા પરથી નીકળતા એક કિનારા પર જમીનથી ઊંચો અને વૃક્ષોથી ઢંકાયેલો જમીનનો ચોરસ વિસ્તાર છે. આ વિસ્તાર એ જગ્યામાં સામેલ છે જેના વિશે પીએલએ અને ભારતીય સેનાની ઉચ્ચ સ્તરની પાંચ વાર્તા બાદ પણ કોઈ નિરાકરણ નથી આવ્યું.

બીજી તરફ ભારતને આશા છે કે વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના પ્રયાસોથી ગ્રીન ટૉપ, ગોગરા પાસે પેટ્રોલ પોઇન્ટ 17એ અને ડિપોંગ મેદાન પાસે પેટ્રોલ પોઈન્ટ 13 પર વિવાદને સુલટાવવામાં મદદ મળી શકે છે.

આ પણ વાંચો  : મુંબઈમાં હવે રહેવા માટે સુરક્ષિત નથી: અમૃતા ફડણવીસ 

ગત અઠવાડિયે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યુ હતુ કે મોરચા પર તહેનાત મોટાભાગની જગ્યા પરથી ડિસએન્ગેજમેન્ટ પ્રૉસેસને પૂરી કરી દેવામાં આવી છે. જમીન પર હાલત સામાન્ય થઈ ગઈ છે. તેમણે અન્ય જગ્યા પર ચાલી રહેલા તણાવનો સ્વીકાર કર્યો હતો.

જ્યારે અધિકારીઓનું કહેવું છે કે પીએલએ તરફથી એપ્રિલમાં કબજો કરવામાં આવેલા તમામ વિસ્તારમાંથી હટવાને લઈને આશંકા પ્રવર્તી રહી છે. એક ઉચ્ચ અધિકારીએ કહ્યુ કે, "વાતચીતને કારણે તાત્કાલિક એટલી સફળતા મળી છે કે હિંસા ન થાય. હકીકત એવી છે કે ચીને હજુ સુધી એ વિસ્તાર પર કબજો જમાવ્યો છે જ્યાં તે એપ્રિલમાં આવ્યું હતું. ચોક્કસથી આના પગલે ચીન પ્રત્યે વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે."

નીચે વીડિયોમાં જુઓ : સી.આર. પાટિલના ભાઈને કોરોના થયો

સરકારી સૂત્રોએ કહ્યુ કે પીએલએના કમાન્ડર્સ ગ્રીન ટૉપ પર કબજો કરવા માંગે છે, કારણ કે આનાથી ધનસિંહ પોસ્ટ પર નજર રાખી શકાય છે. પેન્ગોંગ ઝીલ નજીક ભારતીય સૈનિકોની હીલચાલ પર નજર રાખવા માટે આ જગ્યા મહત્ત્વની છે. વાતચીતમાં પીએલએએ દાવો કર્યો કે ભારત તરફથી આ વિસ્તારમાં કરવામાં આવેલા નિર્માણ કાર્યના બદલામાં ગ્રીન ટૉપ પર તેની હાજર યોગ્ય છે.
Published by: Vinod Zankhaliya
First published: August 4, 2020, 12:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading