રશિયા બાદ હવે ચીન કરી શકે છે Covid-19 વેક્સીન બનાવી લેવાની જાહેરાત

News18 Gujarati
Updated: August 12, 2020, 6:03 PM IST
રશિયા બાદ હવે ચીન કરી શકે છે Covid-19 વેક્સીન બનાવી લેવાની જાહેરાત
ચીન પણ કરી શકે છે વેક્સીનની જાહેરાત

ચીનની Sinovac બાયોટેક લિમિટેડે મંગળવારે કોવિડ-19 વેક્સીનના હ્યુમન ટ્રાયલના અંતિમ તબક્કાની શરૂઆત કરી દીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ચીન પણ ટૂંક સમયમાં વેક્સીન બનાવી લીધી હોવાની જાહેરાત કરી શકે છે.

  • Share this:
બેઈઝિંગ : રશિયાએ દુનિયાની પ્રથમ કોરોના વેક્સીન બનાવી લેવાની જાહેરાત કરી છે અને સપ્ટેમ્બરથી જ તેનું માસ પ્રોડક્શન શરૂ થવા જઈ રહ્યું છે. રશિયા બાદ આવા જ એક સારા સમાચાર હવે ચીન આપી શકે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, ચીનની Sinovac બાયોટેક લિમિટેડે મંગળવારે કોવિડ-19 વેક્સીનના હ્યુમન ટ્રાયલના અંતિમ તબક્કાની શરૂઆત કરી દીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ચીન પણ ટૂંક સમયમાં વેક્સીન બનાવી લીધી હોવાની જાહેરાત કરી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર પણ Sinovac વેક્સીન ટેસ્ટિંગમાં સૌથી આગળ ચાલી રહી છે મુખ્ય 7 વેક્સીનમાંથી એક છે.

Sinovacની આ વેક્સીનનું ટ્રાયલ ઈન્ડોનેશિયામાં 1620 દર્દીઓ પર કરવામાં આવ્યું છે. આ વેક્સીન ઈન્ડોનેશિયાની સરકારી કંપની બાયો ફાર્માની સાથે મળીને બનાવવામાં આવી રહી છે. આ પહેલા મંગળવારે Sinovacએ જાણકારી આપતા કહ્યું હતું કે, ટ્રાયલના બીજા તબક્કામાં વેક્સીન સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, અને દર્દીઓમાં એન્ટીબોડી આધારિત ઈમ્યૂન રિસ્પોન્સ મળ્યા છે. કોરોનાવેક નામની આ વેક્સીન પણ તે બધી વેક્સીનમાં સામેલ છે જે પરિક્ષમાં આ તબક્કા સુધી પહોંચી છે. તેનો અભ્યાસ કરી તેની અસરને લઈ પૂરાવા ભેગા કરવામાં આવી રહ્યા છે. કોરોનાવેકનું અંતિમ સ્તરનું પરિક્ષણ પહેલાથી જ બ્રાઝિલમાં ચાલી રહ્યું છે અને સિનોવેકને આશા છે કે, તેનું પરિક્ષણ બાંગ્લાદેશમાં પણ કરવામાં આવશે.

આ પણ વાંચોસારા સમાચાર! માઉથવોશખી કોગળા કરવાથી પણ Corona સંક્રમણથી બચી શકાય છે

ત્રીજો તબક્કો ખતમ થતા જ જાહેરાત
સિનોવેકનું ઈન્ડોનેશિયામાં ટ્રાયલ એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે દક્ષિણપૂર્વ એશિયાના સૌથી વધારે વસ્તી ધરાવતા દેશ કોરોના સંક્રમણના વધતા મામલાથી લડી રહ્યો છે. મંગળવાર સુધીમાં અહીં એક લાખ 27 હજારથી વધારે સંક્રમણના મામલા હતા. આ ટ્રાયલ માટે હાલમાં 1215 લોકોની પસંદગી કરવામાં આવી છે, અને આ 6 મહિના સુધી ચાલશે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો, વિડોડોએ કહ્યું કે, જ્યાં સુધી તમામ લોકોને વેક્સીન નથી આપી દેવામાં આવતી ત્યાં સુધી કોવિડ-19નો ખતરો નહીં ઓછો થાય. ટેસ્ટ જાવાના બુંડુંગમાં ટ્રાયલના લોન્ચ દરમિયાન તેમણે કહ્યું કે, આશા છે કે, જાન્યુઆરીમાં અમે વેક્સીન બનાવી લઈશું અને દેશમાં દરેકને પણ આપી શકીશું. આ બાજુ ચીની મીડિયા અનુસાર, ત્રીજા ટ્રાયલનું પરિણામ આવતા જ વેક્સીનનું પ્રોડક્શન મોટા સ્તર પર શરૂ કરી દેવામાં આવશે.
ઈન્ડોનેશિયામાં પણ બની રહી વેક્સીન
બાયો ફ્રામા અને સિનોવેક સિવાય ઈન્ડોનેશિયાની પ્રાઈવેટ કંપની કાલ્બે ફાર્મા અને દક્ષિણ કોરિયાની જેનેક્સાઈન એક સાથે મળીને અલગ વેક્સીન બનાવી રહી છે. હજુ સુધી સ્પષ્ટ નથી કે, બંને કંપનીઓ મળીને વેક્સીનના કેટલા ડોઝ બનાવશે અને ક્યાં સુધીમાં બની જશે. સિનોવેકના મિડ સ્ટેજ અથવા બીજા સ્ટેજ ટ્રાયલમાં ચીનમાં 600 લોકોને વેક્સીન આપવામાં આવી. ટ્રાયલમાં બીજી વેક્સીન એસ્ટ્રાજેનેકાાન મુકાબલે આ વેક્સીન દર્દીનો તાવ ઓછો કરવામાં સફળ જોવા મળી. બંને વેક્સીનનું રિવ્યુ કરવામાં આવી રહ્યું છે.
Published by: kiran mehta
First published: August 12, 2020, 6:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading