ભારત સાથેના વિવાદ વચ્ચે ચીનના રાષ્ટ્રપ્રમુખે સેનાને કહ્યું- યુદ્ધ માટે તૈયાર રહો

News18 Gujarati
Updated: October 15, 2020, 10:39 AM IST
ભારત સાથેના વિવાદ વચ્ચે ચીનના રાષ્ટ્રપ્રમુખે સેનાને કહ્યું- યુદ્ધ માટે તૈયાર રહો
India China Faceoff: શી જિનપિંગે PLA સૈનિકોને હાઈ અલર્ટ મોડમાં રહેવા માટે કહ્યું

India China Faceoff: શી જિનપિંગે PLA સૈનિકોને હાઈ અલર્ટ મોડમાં રહેવા માટે કહ્યું

  • Share this:
નવી દિલ્હીઃ ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદ (India-China Border Dispute) છેલ્લા 6 મહિનાથી સતત ચાલી રહ્યો છે. જૂનમાં ગલવાન ઘાટી (Galwan Valley)માં થયેલા ઘર્ષણ બાદ ભારતે તેને લઈને આકરું વલણ અપનાવ્યું છે. હવે અહેવાલ સામે આવી રહ્યા છે કે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ (Chinese President Xi Jinping)એ પોતાના દેશની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા માટે કહ્યું છે.

CNN પર પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક મિલિટ્રી બેઝ પર પ્રવાસ દરમિયાન ચીનના રાષ્ટ્રપ્રમુખે સૈનિકોને કહ્યું છે કે પોતાનું મગજ અને ઉર્જા યુદ્ધની તૈયારીમાં લગાવો. CNNએ આ રિપોર્ટ ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆના હવાલાનો આપ્યો છે.

આ પણ વાંચો, એન્ટી રેડિએશન સ્વદેશી મિસાઇલ રૂદ્રમનું સફળ પરીક્ષણ, DRDO ચીફ કહ્યું- વાયુસેના હવે વધુ સશક્ત થશે

જિનપિંગે સૈનિકોને કહ્યું- પૂરી રીતે ભરોસાપાત્ર રહો

રિપોર્ટ મુજબ, શી જિનપિંગે સૈનિકોને હાઈ અલર્ટ મોડમાં રહેવા માટે કહ્યું છે. સાથોસાથ તેઓએ સૈનિકોને પૂરી રીતે ભરોસાપાત્ર રહેવાની તાકીદ પણ કરી છે. જિનપિંગને લઈને આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓની વચ્ચે સાતમા ચરણની મંત્રણા સમાપ્ત થઈ છે. બંને દેશો તરફથી જાહેર કરવામાં આવેલી સંયુક્ત પ્રેસ બ્રિફિંગમાં કહેવામાં આવ્યું છે કે બંને વાતચીતથી સરહદ વિવાદ ઉકેલવાના પક્ષમાં છે. સાથોસાથ બંને દેશોએ એવું પણ કહ્યું છે કે વિવાદ ઉકેલવા માટે વાતચીત સતત ચાલુ રહેશે.

આ પણ વાંચો, નોર્થ કોરિયાએ બનાવી સૌથી મોટી ન્યૂક્લિયર મિસાઇલ, થોડીક જ ક્ષણોમાં ન્યૂયોર્કને કરી શકે છે નષ્ટ

સરહદ પર સ્થિતિ ખૂબ તણાવપૂર્ણ

ઉલ્લેખનીય છે કે, બંને દેશોની વચ્ચે સરહદ પર સ્થિતિ 1962ના યુદ્ધ બાદ સૌથી ખરાબ સ્થિતિમાં છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ વાત કહી ચૂક્યા છે. જોકે, ભારત તરફથી ચીનને સ્પષ્ટ કહેવામાં આવી ચૂક્યું છે કે સરહદ પર અશાંતિની સાથે બંને દેશોની વચ્ચે સંબંધ સામાન્ય ન થઈ શકે. ભારતે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતાં ચીનની 200થી વધુ Apps પ્રતિબંધિત કરી છે જેમાં લોકપ્રિય એપ ટિકટૉક પણ સામેલ છે. ભારત દ્વારા એપ્સ પર કાર્યવાહીને ચીન વિશ્વ સંગઠનના નિયમોનું ઉલ્લંઘન ગણાવી ચૂક્યું છે. હાલમાં બંને દેશો ચરફથી LAC પર મોટી સંખ્યામાં સેના તૈનાત કરવામાં આવી છે.
Published by: Mrunal Bhojak
First published: October 15, 2020, 10:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading