જાણીતા શાયર રાહત ઇન્દોરી કોરોના પોઝિટિવ, કહ્યું- દુઆ કરજો...

News18 Gujarati
Updated: August 11, 2020, 10:17 AM IST
જાણીતા શાયર રાહત ઇન્દોરી કોરોના પોઝિટિવ, કહ્યું- દુઆ કરજો...
રાહત ઇન્દોરીએ ટ્વિટ કરીને લખ્યું કે, દુઆ કરજો કે જલ્દીથી આ બીમારીને હરાવી દઉં

રાહત ઇન્દોરીએ ટ્વિટ કરીને લખ્યું કે, દુઆ કરજો કે જલ્દીથી આ બીમારીને હરાવી દઉં

  • Share this:
ઇન્દોરઃ દેશના જાણીતા શાયર અને ગીતકાર ડૉ. રાહત ઇન્દોરી (Dr. Rahat Indori) કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થઈ ગયા છે. ઇન્દોરમાં કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થયા બાદ હૉસ્પિટલમાં સારવાર માટે તેમને દાખલ કરવામાં આવ્યા છે. રાહત ઇન્દોરીએ ટ્વિટ કરીને પોતે સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરી છે.

રાહત ઇન્દોરીએ ટ્વિટ કરીને લખ્યું કે, કોવિડના પ્રારંભિક લક્ષણ દેખાતા મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓરબિન્દો હૉસ્પિટલમાં દાખલ છું, દુઆ કરજો કે જલ્દીથી આ બીમારીને હરાવી દઉં. એક વધુ અરજ છે, મને કે ઘરના લોકોને ફોન ન કરો. મારી તબિયતના સમાચાર ટ્વિટર અને ફેસબુક પર આપને મળતા રહેશે.


આ પણ વાંચો, સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાને કહ્યું, ભારતને ડિસેમ્બર સુધીમાં મળશે કોરોના વેક્સીન

મીડિયા રિપોર્ટ મુજબ, રાહત ઇન્દોરીના દીકરા સતલજને પહેલા મામલાની પુષ્ટિ કરી. ત્યારબાદ રાહત ઇન્દોરીએ જાતે જ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરી કોરોના સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરી. ઇન્દોરની કોવિડ સ્પેશલ હૉસ્પિટલ અરબિન્દોમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, સતલજે કહ્યું કે હાલમાં ખતરાની કોઈ વાત નથી. રાહત ઇન્દોરી સ્વસ્થ છે.

આ પણ વાંચો, જ્યારે પ્રેસ કોન્ફરન્સની વચ્ચે ટ્રમ્પને લઈ ગયો બંદૂકધારી, વ્હાઇટ હાઉસની બહાર થયું ફાયરિંગ

70 વર્ષના છે રાહત ઇન્દોરી

નોંધનીય છે કે, રાહત ઇન્દોરી જાણીતા શાયર હોવાની સાથોસાથ સારા ગીતકાર પણ છે. તેઓએ બોલિવૂડ માટે પણ અનેક લોકપ્રિય ગીતો લખ્યો છે. ડૉ. રાહત ઇન્દોરની હાલમાં ઉંમર 70 વર્ષની છે. તેઓ સામાજિક તથા રાજકીય મુદ્દાઓ પર પોતાનો બેબાક મત આપવા માટે પણ જાણીતા છે. તેમને ડૉક્ટરોની સલાહ પર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: August 11, 2020, 10:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading