Covid 19 : અરવિંદ કેજરીવાલની જાહેરાત, દિલ્હીમાં સ્કૂલો હાલ ખુલશે નહીં

News18 Gujarati
Updated: October 24, 2020, 8:53 PM IST
Covid 19 : અરવિંદ કેજરીવાલની જાહેરાત, દિલ્હીમાં સ્કૂલો હાલ ખુલશે નહીં
Covid 19 : અરવિંદ કેજરીવાલની જાહેરાત, દિલ્હીમાં સ્કૂલો હાલ ખુલશે નહીં

કેજરીવાલે આ પહેલા બધા ભારતીય નાગરિકો માટે કોવિડ-19 વેક્સીન મફતમાં ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી

  • Share this:
નવી દિલ્હી : દિલ્હીના (Delhi)મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal)શનિવારે જાહેરાત કરી છે કે કોરોના વાયરસ મહામારીના (Coronavirus)કારણે બંધ રહેલી સ્કૂલો હાલ ખુલશે નહીં. મુખ્યમંત્રીનો આ સંદેશો ત્યારે આવ્યો છે જ્યારે દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધી 3 લાખ 48 હજારથી વધારે લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. કેજરીવાલે આ પહેલા બધા ભારતીય નાગરિકો માટે કોવિડ-19 વેક્સીન મફતમાં ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી હતી. તેમનો તર્ક હતો કે દેશમાં દરેક કોરોના વાયરસથી પરેશાન છે.

ઉલ્લેખનીય છે કે રાજધાનીમાં દિલ્હીમાં પહેલા 31 ઓક્ટોબર સુધી સ્કૂલો બંધ રાખવામાં આવી હતી. હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આ નિવેદન પછી નજીકના ભવિષ્યમાં સ્કૂલો ખુલે તેવી શક્યતા નથી. અરવિંદ કેજરીવાલે એ પણ કહ્યું કે એક વાલી હોવાના કારણે તે પરિસ્થિતિની ગંભીરતા સમજે છે. હાલના સમયે બાળકોના સ્વાસ્થ્યને લઈને કોઈ જોખમ લેવાય નહીં.

આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના નવા 1021 કેસ, 1013 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 89.37 ટકા


આ પહેલા દિલ્હીના ઉપ મુખ્યમંત્રી અને શિક્ષા મંત્રી મનીષ સિસોદિયાએ જાહેરાત કરી હતી કે COVID-19 મહામારીના કારણે 31 ઓક્ટોબર સુધી સ્કૂલો બંધ રહેશે. કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. દેશભરની સ્કૂલો 16 માર્ચથી બંધ છે. આ પછી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે રાજ્ય પોતાની રીતે ફરી સ્કૂલો ખોલવા માટે સ્વતંત્ર છે.
Published by: Ashish Goyal
First published: October 24, 2020, 8:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading