ભારત-ચીન તણાવ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે સંસદમાં આપશે નિવેદનઃ સૂત્ર

News18 Gujarati
Updated: September 15, 2020, 7:34 AM IST
ભારત-ચીન તણાવ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે સંસદમાં આપશે નિવેદનઃ સૂત્ર
રક્ષા મંત્રી રાજનાથ સિંહ (ફાઇલ તસવીર)

ચીન સાથેના તણાવને લઈ વિપક્ષ સતત કેન્દ્ર સરકારને ઘેરી રહી છે

  • Share this:
નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh) પૂર્વ લદાખ માં વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control)ની પાસે ભારત અને ચીની સૈનિકોની વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને લઈ મંગળવારે સંસદમાં નિવેદન આપી શકે છે. સંસદીય સૂત્રોએ આ જાણકારી આપી. વિપક્ષ દ્વારા આ મુદ્દે ચર્ચા કરવાની માંગની વચ્ચે આ નિવેદન ઘણું અગત્યનું છે. રાજનાથ સિંહની હાલમાં મોસ્કો (Moscow)માં ચીનના રક્ષા મંત્રી વેઇ ફેંગહે સાથે મુલાકાત થઈ હતી. થોડા દિવસ પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar)ની પણ ચીનના તેમના સમકક્ષ વાંગ યી (Wang Yi) સાથે મુલાકાત થઈ હતી.

આ દરમિયાન, કેબિનેટ અને મંત્રીમંડળના આર્થિક મામલાની સમિતિની મંગળવારે વીડિયો કોન્ફરન્સથી બેઠક થઈ શકે છે. સરકારના સૂત્રોએ આ જાણકારી આપી છે. સોમવારથી શરૂ થયેલા સંસદના ચોમાસું સત્રમાં વિપક્ષ ભારત-ચીન મુદ્દે (India-China Dispute), કોવિડની સ્થિતિ (Covid-19 Situation), આર્થિક શિથિલતા અને બેરોજગારી (Unemployment) જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની કોઈ તક છોડવાના પક્ષમાં નથી.

આ પણ વાંચો, રાષ્ટ્રપતિ કોવિંદ અને PM મોદીથી લઈને ઉદ્યોગપતિ-પત્રકારો સુધી, આ તમામ પર નજર રાખી રહ્યું છે ચીનઃ રિપોર્ટ

વિપક્ષ સરકારને ઘેરવાનો સતત કરી રહી છે પ્રયાસ

નોંધનીય છે કે, ચીનની સાથે તણાવને લઈ વિપક્ષ સતત કેન્દ્ર સરકારને ઘેરી રહી છે. આ સંબંધમાં લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ભારત-ચીન સરહદ પર તણાવના મુદ્દાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ લોકસભા અધ્યક્ષે તેમના આ વિષયને કાર્ય મંત્રણા સમિતિ (BAC)ની બેઠકમાં ઉઠાવવા માટે કહ્યું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે આ એક સંવેદનશીલ મુદ્દો છે અને તેને ગંભીરતા સાથે ઉઠાવવો જોઈએ. આ વિષયને BACમાં રજૂ કરો.

આ પણ વાંચો, મોટો આંચકો! ટૂંક સમયમાં TV થઈ જશે મોંઘા, આટલા ટકા થશે વધી જશે ભાવચૌધરીએ કહ્યું હતું કે, હું સરકાર અને રક્ષા મંત્રીનું ધ્યાન એવા મુદ્દાઓ તરફ ખેંચવા માંગું છું જે અનેક મહિનાઓથી આપણી સામે છે. દેશના લોકો સરહદની સ્થિતિને લઈ ચિંતિત છે. તેઓએ કહ્યું કે આજે એવા અહેવાલો આવી રહ્યા છે કે ચીન આપણી પર નજર રાખી રહ્યું છે. તેઓએ કહ્યું કે, અમે આ વિષય પર ચર્ચા કરવાની માંગ કરીએ છીએ.
Published by: Mrunal Bhojak
First published: September 15, 2020, 7:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading