રક્ષામંત્રી રાજનાથ સિંહે કર્યા બાબા અમરનાથના કર્યા દર્શન, સુરક્ષા વ્યવસ્થાની કરી તપાસ

News18 Gujarati
Updated: July 18, 2020, 12:22 PM IST
રક્ષામંત્રી રાજનાથ સિંહે કર્યા બાબા અમરનાથના કર્યા દર્શન, સુરક્ષા વ્યવસ્થાની કરી તપાસ
રાજનાથ સિંહે કર્યા બાબા અમરનાથના દર્શન

પૂર્વ લદાખમાં 5 મેથી ભારત અને ચીન વચ્ચે તણાવ ભરેલી સ્થિતિ બનેલી હતી.

  • Share this:
રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) પોતાના બે દિવસ લદાખ (Ladakh) અને જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) પ્રવાસ પર છે. આજે બીજા દિવસે તેમણે અમરનાથ (Baba Amarnath)ના દર્શન કર્યા હતા. સાથે અહીંની સુરક્ષા વ્યવસ્થા મામલે પણ જાણકારી મેળવી હતી. રક્ષામંત્રીની સાથે આ દર્શનના સમયે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણે પણ હાજર હતા. નોંધનીય છે કે આ પહેલા રાજનાથ સિંહ લદાખ પ્રવાસ પર ગયા હતા.

શુક્રવારે ચીન સાથે ચાલી રહેલા લદાખ ક્ષેત્રના વિવાદ પછી રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્થિતિનો તાગ મેળવવા અહીં મુલાકાત લીધી હતી. અહીં તેમણે સૈનિકોને સંબોધિત કરતા કહ્યું કે ભારત અને ચીન સીમા વિવાદનો ઉકેલ આપણે વાતચીતથી કરી રહ્યા છે. જે દ્વારા વિવાદનો હલ નીકળી જવો જોઇએ. સાથે જ તેમણે કહ્યું કે હજી સુધી વાતચીતથી થોડા પરિણામો મળ્યા છે. ત્યારે આ મામલો ક્યાં સુધી ઉકલી જશે તેની કોઇ ગેરંટી ના આપી શકાય.રાજનાથે કહ્યું કે ભારત એક તેવો દેશ છે. જેણે પૂરી દુનિયાને શાંતિનો સંદેશો આપ્યો છે. અમે કોઇ દેશ પર હુમલો નથી કર્યો. પણ સાથે જ અમે કોઇ બીજા દેશને અમારી જમીન પર કબ્જો નહીં કરવા દઇએ. અમારા માટે સમગ્ર દેશ એક પરિવાર જેવો છે. અને અમને અમારી સેના પર ગર્વ છે.

પૂર્વ લદાખમાં 5 મેથી ભારત અને ચીન વચ્ચે તણાવ ભરેલી સ્થિતિ બનેલી હતી. ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થતા બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. જો કે તે પછી રાજકીય, કૂટનીતિ અને સૈન્ય સ્તરે ઉચ્ચ વાટાઘાટોનો દોર શરૂ થયો હતો અને બંને દેશોએ વાતચીતની આ મામલે ઉકેલ લાવવા પર હામી ભરી હતી.
Published by: Chaitali Shukla
First published: July 18, 2020, 12:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading