બાબા કા ઢાબા કેસ : છેતરપિંડીના આરોપ પછી યૂટ્યૂબરે કહ્યું- હું અપ્રામાણિક નથી, પુરવા અપલોડ કરીશ

News18 Gujarati
Updated: November 2, 2020, 2:14 PM IST
બાબા કા ઢાબા કેસ : છેતરપિંડીના આરોપ પછી યૂટ્યૂબરે કહ્યું- હું અપ્રામાણિક નથી, પુરવા અપલોડ કરીશ
બાબા કા ઢાબા

હવે 'બાબા' મુજબ ગૌરવ વસાને ઇરાદાપૂર્વક પોતાની અને તેના પરિવારની બેંક વિગતો શેર કરી અને ઘણા પૈસા કમાયા છે. અને તેમનો આરોપ છે કે ગૌરવે તેમને આ કોઇ પણ પ્રકારના લેવડ દેવડની જાણકારી નથી આપી.

  • Share this:
દક્ષિણ દિલ્હીના માલવીય નગર સ્થિત બાબા કા ઢાબા (Baba ka Dhaba) નામનો નાનકડો ઢાબો થોડા સમય પહેલા સોશિલય મીડિયામાં ખૂબ જ વાયરલ થયો. લોકો આ ઢાબાને ચલાવનાર 80 વર્ષીય કાંતા પ્રસાદ (Kanta Prasad)ની દુ:ખદ વાર્તા સાંભળીને અહીં તેમના ઢાબા પર ખાવા આવી પહોંચ્યા હતા. અને તેમને ડોનેશન આપી મદદ પણ કરી હતી. હવે ઢાબા ચલાવનાર કાંતા પ્રસાદે સોશિયલ મીડિયા પર બાબા કા ઢાબાને લાઇમલાઇટમાં લાવનાર યૂ ટ્યૂબર ગૌરવ વાસન વિરુદ્ધ પૈસાની હેરાફેરીને લઇને આરોપ મૂક્યો છે અને ફરિયાદ નોંધાવી છે.

આ વચ્ચે ગૌરવ વાસને પોતાના યુટ્યૂબ ચેનલ પર દાવો કર્યો છે કે કાંતા પ્રસાદ સાથે તેને કોઇ છેતરપીંડી નથી કરી. અને તે પોતાની વાતને સાબિત કરવા માટે જલ્દી જ એક વીડિયોના રૂપમાં બેંકનું વેરિફાઇટ સ્ટેટમેન્ટ અપલોડ કરશે.

આ આરોપા પછી બાબા અને યૂટ્યૂબ ગૌરવ વાસને એકબીજાથી દૂરી બનાવી લીધી છે. ગૌરવ વાસને સફાઇમાં પોતાના ફેસબુક એકાઉન્ટ પર બેંક સ્ટેંટમેન્ટ જાહેર કરીને મદદમાં મળેલી રકમનું જાણકારી આપી છે. ઢાબા સંચાલક કાંતા પ્રસાદે જણાવ્યા કે તેમની પાસે કેનેડા, ઓસ્ટ્રેલિયા, મલેશિયા અને ઇંગ્લેન્ડ જેવા દેશોથી ફોન આવ્યા હતા. અને લોકોએ તેમને આર્થિક મદદ કરવા માટે વાત કરી હતી. અને અનેક મદદ પણ કરી હતી.ગૌરવ વાસને ગત 7 ઓક્ટોબરના રોજ તેના સોશિયલ મીડિયા પર 'બાબા કા ધાબા' વિશે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આમાં કાંતા પ્રસાદ અને તેમની પત્ની બદામી દેવી રડતાં હતાં અને પોતાનું દર્દ વ્યક્ત કરતાં હતાં. વાસનનો આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો, ત્યારબાદ લોકોના ટોળે ટોળા 'બાબા કે ધાબા' પર એકત્ર થવાનું શરૂ કર્યું હતું. પૈસા ટ્રાન્સફર કરીને તેમને મદદ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે 'બાબા' મુજબ ગૌરવ વસાને ઇરાદાપૂર્વક પોતાની અને તેના પરિવારની બેંક વિગતો શેર કરી અને ઘણા પૈસા કમાયા છે. અને તેમનો આરોપ છે કે ગૌરવે તેમને આ કોઇ પણ પ્રકારના લેવડ દેવડની જાણકારી નથી આપી.

કાંતા પ્રસાદે કહ્યું કે વાસનથી ખાલી બે લાખ રૂપિયા જ તેમને મળ્યા છે. તેમણે કહ્યું કે મારી પાસે હવે એટલા ગ્રાહક નથી આવતા. અને મોટાભાગના લોકો અહીં ખાલી સેલ્ફી લેવા માટે જ આવી છે. મારી રોજની કમાણી 10 હજાર રૂપિયા હતી. હવે ખાલી 3-5 હજાર રૂપિયા બચી છે.
ટ્વિટર પર અનેક લોકોએ ગૌરવ વાસનને લઇને સવાલ ઊભા કર્યા છે. અને લોકોએ તેવા પણ આરોપ લગાવ્યા છે કે ડોનેશન મળેલા રૂપિયા કાંતા પ્રસાદે અને તેમની પત્નીને નથી મળ્યા. કેટલાક યુટ્યૂબર્સે આરોપ લગાવ્યા છે કે વાસનને ડોનેશનમાં 20 થી 25 લાખ રૂપિયા મળ્યા છે. જો કે વાસને આ વાતનો અસ્વીકાર કર્યો છે. કાંતા પ્રસાદ અને તેમની પત્ની છેલ્લા 20 વર્ષથી અહીં ઢાબા ચલાવી રહ્યા છે.


પણ લોકડાઉન દરમિયાન તેમની કમાણી યોગ્ય રીતે ના થઇ અને આ પછી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોના કારણે મોટી સંખ્યામાં અહીં લોકો જમા થવા લાગ્યા અને તેમનો વેપાર થોડો સારો ચાલવા લાગ્યો. આ બાબા એટલે લોકપ્રિય થયા કે અનેક બોલિવૂડ સેલેબ્રિટી પર તેમનો વીડિયો શેર કર્યો હતો.
Published by: Chaitali Shukla
First published: November 2, 2020, 2:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading