દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, દિલ્હીનું પોતાનું શિક્ષણ બોર્ડ હશે

News18 Gujarati
Updated: March 6, 2021, 2:55 PM IST
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, દિલ્હીનું પોતાનું શિક્ષણ બોર્ડ હશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર

Kejriwal Announces Formation Of Delhi School board: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે હવે દિલ્હી સરકારનું પોતાનું અલગ શિક્ષણ બોર્ડ હશે.

  • Share this:
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) મોટી જાહેરાત કરી છે. કેજરીવાલની જાહેરાત પ્રમાણે હવે દિલ્હીનું પોતાનું અલગ શિક્ષણ બોર્ડ (Separat school board for Delhi) હશે. ઉલ્લેખનીય છે કે હાલમાં દિલ્હીમાં ફક્ત CBSE/ICSE બોર્ડ જ છે. આ પ્રમાણે જ ત્યાં અભ્યાસ કરાવવામાં આવે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સ કરીને આ જાહેરાત કરી હતી.

કેબિનેટની મંજૂરી

દિલ્હીના અલગ શિક્ષણ બોર્ડ માટે અરવિંદ કેજરીવાલ સરકારની કેબિનેટે મંજૂરી આપી દીધી છે. સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, વર્ષ 2021-22માં અમુક સ્કૂલોમાં નવા બોર્ડ હેઠળ અભ્યાસ કરાવવામાં આવશે. નોંધનીય છે કે દિલ્હી ઉપરાંત અન્ય રાજ્યોમાં પોતાના અલગ અલગ બોર્ડ છે. એટલું જ નહીં, તે પ્રમાણે જ અભ્યાસ કરાવવામાં આવે છે. હવે આ જ રીતે દિલ્હી સરકારે પોતાનું અલગ બોર્ડ બનાવવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: West Bengal Elections 2021: TMCના પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા

નવા બોર્ડ અંગેની જાહેરાત કરતી વખતે સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, નવા બોર્ડને કારણે દિલ્હીની વર્તમાન એજ્યુકેશન પ્રણાલીમાં ક્રાંતિકારી પરિવર્તનો આવશે. જેને કારણે શિક્ષણના સ્તરને નવી ઊંચાઈ લઈ જઈ શકાશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 1,000 સરકારી અને 1,700 ખાનગી સ્કૂલો આવેલી છે. જેમાંથી મોટાભાગની સરકારી અને ખાનગી સ્કૂલો CBSE સાથે જોડાયેલી છે. મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું હતું કે, આગામી શૈક્ષણિક વર્ષ દરમિયાન 20થી 25 સરકારી સ્કૂલોને રાજ્ય સરકારના નવા શૈક્ષણિક બોર્ડ હેઠળ લાવવામાં આવશે અને તેમની CBSEની માન્યતા રદ કરાશે. જે સ્કૂલોને રાજ્યના બોર્ડ હેઠળ લાવવામાં આવશે તેના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ચર્ચા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે.આ પણ વાંચો: ખાનગી હૉસ્પિટલે પેટના ટાંકા લીધા વગર બાળકીને ઓપરેશન ટેબલ પરથી બહાર કરી દીધી, મોત

આ પણ વાંચો: તંત્ર અને એન્જીનિયરોની કમાલ: બનાવી દીધું બે સીટવાળું ટૉઇલેટ, BDO બોલ્યા- આનાથી બાળકોનો ડર ખતમ થશે!

કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, "અમને આશા છે કે આગામી ચારથી પાંચ વર્ષમાં તમામ સ્કૂલો સ્વૈચ્છિક રીતે સ્થાનિક બોર્ડની માન્યતા મેળવી લેશે." કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનું આખા વર્ષ દરમિયાન મુલ્યાંકન કરવામાં આવશે. તેના આધારે ઇન્ટરનેશનલ માપદંડો સાથે નવી શૈક્ષણિક વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
Published by: Vinod Zankhaliya
First published: March 6, 2021, 2:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading