ચીન પર મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં ટ્રમ્પ, ગત 15 દિવસમાં લીધા 9 મોટા નિર્ણય

News18 Gujarati
Updated: July 9, 2020, 6:11 PM IST
ચીન પર મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં ટ્રમ્પ, ગત 15 દિવસમાં લીધા 9 મોટા નિર્ણય
અમેરિકાના રાષ્ર્8પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

ટ્રમ્પના પ્રેસ સેક્રેટરી કાયલી મૈકનેની (Kayleigh McEnany)એ ગુરુવારે કહ્યું કે, "ચીન વિરુદ્ધ થનારી કાર્યવાહી અંગે રાષ્ટ્રપ્રમુખ પહેલા હું કંઈ ન કહી શકું પરંતુ બહુ ઝડપથી આ અંગે તમને સમાચાર મળી જશે.

  • Share this:
વોશિંગટન : અમેરિકા (America) અને ચીન (China) વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) બહુ ઝડપથી ચીન સામે કોઈ આકરા પગલાં લેશે. ટ્રમ્પના પ્રેસ સેક્રેટરી કાયલી મૈકનેની (Kayleigh McEnany)એ ગુરુવારે કહ્યું કે, "ચીન વિરુદ્ધ થનારી કાર્યવાહી અંગે રાષ્ટ્રપ્રમુખ પહેલા હું કંઈ ન કહી શકું પરંતુ બહુ ઝડપથી આ અંગે તમને સમાચાર મળી જશે. અમારા આગામી પગલાં માટે તમારે રાહ જોવી પડશે." નોંધનીય છે કે છેલ્લા 15 દિવસમાં ટ્રમ્પ તંત્રએ ચીન વિરુદ્ધ નવ અગત્યના નિર્ણય કર્યાં છે.

એફબીઆઈના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ કહ્યું કે ચીન અમેરિકા માટે મોટો ખતરો છે. તેમણે મંગળવારે વોશિંગટનની હડસન ઇન્સ્ટીટ્યૂટ ખાતે એક કાર્યક્રમમાં આ વાત કરી હતી. તેમણે કહ્યું કે ચીન અમેરિકાના કોરોના સાથે જોડયેલા સંશોધનમાં હસ્તક્ષેપ કરવા માંગે છે. તે દુનિયામાં સુપરપાવર બનાવ માંગે છે. પોતાની ઇચ્છા પૂરી કરવા માટે તે ચીની મૂળના અમેરિકન લોકોને પણ પરેશાન કરી રહ્યું છે. ચીન આર્થિક સ્થિતિની જાસૂસી, ડેટા ચોરી અને ગેરકાનૂની રાજકીય કામમાં સામેલ છે.

આ પણ વાંચો : 

>> રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ સામસામે
>> ડિજિટલ 'યુદ્ધ' : 'મને ખબર નથી' સામે 'પાકી ખબર છે મને'નો ટ્રેન્ડ ચાલ્યો
>> સુરતમાં 10 તારીખથી હીરા બજાર શરૂ થશે : નવી ગાઇડલાઇન જાહેર 

ચીને અમેરિકા વિરુદ્ધ લીધેલા નિર્ણયો :

  • 23 જૂન : સૌથી પહેલા અમેરિકાએ H-1B વિઝા પર આ વર્ષના અંત સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણયની સૌથી વધારે અસર ચીન અને તેના પછી ભારતના નાગિરકો પર પડશે.

  • 27 જૂન : આ ઉપરાંત અમેરિકાએ જર્મનીમાંથી સૈનિકો ઓછા કરીને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તહેનાત કરવાનો નિર્ણય પણ જૂનના અંતમાં કર્યો હતો. આ ઉપરાંત બે એરક્રાફ્ટ કેરિયરને પણ સાઉથ-ચાઇના સમુદ્રમાં તહેનાત કરી દીધા છે.

  • 30 જૂન : અમેરિકાના ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન (એફસીસી)એ 30 જૂનના રોજ હુવાન ટેક્નોલોજીસ કંપની અને જેડટીઇ કોર્પોરેશનને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવીને એક નિવેદન જાહેર કર્યું હતું. 5G ક્ષેત્રમાં આ બંને કંપનીઓનું આખી દુનિયામાં વર્ચસ્વ છે.

  • બીજી જુલાઇ : હૉંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગૂ કરવાના ચીનના નિર્ણય બાદ અમેરિકાના પ્રતિનિધિ સભાએ હૉંગકોંગ સંબંધિત નવા પ્રતિબંધોને મંજૂરી આપી છે. પ્રતિનિધિ સભામાં સર્વસહમતિથી પસાર કરવામાં આવેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે ચીનના અધિકારીઓ સાથે જે પણ બેંક વેપાર કરશે તેના પર દંડ લગાવવામાં આવશે.

  • ચોથી જુલાઈ : અમરિકાએ ફરી એક વખત ત્રણ જહાજ દક્ષિણ ચીન સાગર વિસ્તારમાં મોકલ્યા છે. આ વિસ્તાર પર ચીન પોતાનો દાવો કરતો આવ્યું છે. આને લઈને ચીનની સેનાએ અમેરિકન નેવીને ચેતવણી આપી છે.

  • પાંચ જુલાઇ : ભારત-ચીન સરહદ તણાવ પર અમેરિકાના વિદેશ મંત્રીએ ભારતને ખુલ્લીને સમર્થન આપવાની વાત કરી હતી. વ્હાઇટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવ્યું કે યુદ્ધની સ્થિતિમાં અમેરિકા ભારતનો સાથે આપશે.

  • સાતમી જુલાઇ : ભારતની જેમ અમેરિકા પણ ટિકટૉક પર પ્રતિબંધ લગાવવાનું વિચાર રહ્યું છે. અમેરિકાની જેમ ઓસ્ટ્રેલિયા તરફથી પણ આવી વાત કહેવામાં આવી છે.

  • સાતમી જુલાઈ : અમેરિકાએ એવા ચીની અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે જેઓ પત્રકાર, પર્યટકો, રાજદૂત અને બીજા અમેરિકન અધિકારીઓને તિબેટ જતા રોકવા માટે જવાબદાર છે. જોકે, અમેરિકા તરફથી એવી સ્પષ્ટતા નથી કરવામાં આવી કે આ અધિકારીઓની સંખ્યા કેટલી છે.

  • સાતમી જુલાઈ : મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી બહાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એક વર્ષની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ચીન વિરુદ્ધ WHOનાં કૂણાં વલણને પગલે અમેરિકાએ આવું પગલું ભર્યું છે.

Published by: Vinod Zankhaliya
First published: July 9, 2020, 6:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading