COVID-19 મહામારીના 8 મહિના બાદ પણ ICU બેડ દર્દીઓ માટે સૌથી મોટો પડકાર

News18 Gujarati
Updated: September 22, 2020, 7:14 AM IST
COVID-19 મહામારીના 8 મહિના બાદ પણ ICU બેડ દર્દીઓ માટે સૌથી મોટો પડકાર
દેશના 211 જિલ્લામાં કરવામાં આવેલા સર્વે મુજબ 37% લોકોએ માન્યું કે ICU Bed માટે તેઓએ ‘કોન્ટેક્ટ’નો ઉપયોગ કર્યો

દેશના 211 જિલ્લામાં કરવામાં આવેલા સર્વે મુજબ 37% લોકોએ માન્યું કે ICU Bed માટે તેઓએ ‘કોન્ટેક્ટ’નો ઉપયોગ કર્યો

  • Share this:
નવી દિલ્હીઃ ભારતમાં લગભગ રોજ 90 હજારથી વધુ કોરોના (Covid-19)ના નવા કેસ (New Cases) સામે આવી રહ્યા છે. દર્દીઓની વધતી સંખ્યાની સાથે ગંભીર સંક્રમિતો માટે આઈસીયૂ બેડ (ICU Bed)ની વ્યવસ્થા કરવી મોટો પડકાર છે. સ્વતંત્ર આંકડામાં (Independent estimates) દાવો કરવામાં આવ્યો છે કે ઓક્ટોબરના મધ્ય સુધી ભારત દર્દીઓની સંખ્યા મામલે અમેરિકાને પાછળ છોડી દેશે. આ દરમિયાન સરકારનું કહેવું છે કે દેશમાં કોરોનાના 92 ટકા કેસ માઇલ્ડ (Mild Cases) છે.

સરકારી આંકડા શું કહે છે?

સ્વાસ્થ્ય મંત્રાલયમાં સચિવ રાજેશ ભૂષણનું કહેવું છે કે માત્ર 6 ટકા કોરોના રોગીઓને જ હૉસ્પિટલોમાં ઓક્સીજનની જરૂર પડે છે. તેમાં પણ 3.69 ટકા દર્દીને માત્ર ઓક્સિજનની જરૂર પડે છે અને 2.17 ટકાને આઇસીયૂ બેડની જરૂર હોય છે.


આ પણ વાંચો, ભારતમાં કેમ વધી રહ્યા છે Coronaના આટલા કેસ? સામે આવ્યું સૌથી મોટું કારણ


દેશભરના સર્વેમાં શું સામે આવ્યું?જોકે, લોકલ સર્કલ્સ (LocalCircles) દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ આઇસીયૂ બેડ મેળવવા માટે ભલામણ સુધીની જરૂર પડી રહી છે. દેશના 211 જિલ્લામાં કરવામાં આવેલા સર્વે મુજબ 37 ટકા લોકોએ માન્યું કે આઇસીયૂ બેડ માટે તેઓએ ‘કોન્ટેક્ટ’નો ઉપયોગ કર્યો. આ સર્વેમાં લગભગ 17 હજાર લોકો સાથે વાતચીત કરવામાં આવી છે. સાત ટકા લોકોનું કહેવું છે કે તેઓએ આઇસીયૂ બેડ મેળવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કર્યો. ત્યાં સુધી કે સાત ટકા લોકોનું એવું પણ કહેવું છે કે તેઓએ આઇસીયૂ બેડ માટે લાંચ આપી. આ સર્વેમાં માત્ર ચાર ટકા લોકોએ કહ્યું હતું કે તેમને સરળતાથી બેડ મળી ગયો.

આ પણ વાંચો, Reliance Jioનો જોરદાર પ્લાન, માત્ર 3.5 રૂપિયામાં મળે છે 1GB ઇન્ટરનેટ ડેટા! કોલિંગના ફાયદા પણ...

કેટલાક લોકોએ એમ પણ જણાવ્યું કે, તેમને બેડ મેળવવા માટે સોશિયલ મીડિયા પર મામલો ઉઠાવવો પડ્યો. લગભગ 92 ટકા લોકોનું માનવું છે કે હૉસ્પિટલોને કોવિડ-19ને ધ્યાને લઈ આઈસીયૂ બેડની સંખ્યા વધારવી જોઈએ. કેટલાક લોકોએ જણાવ્યું કે દિલ્હી સરકારની એપ દિલ્હી કોરોના પર તો હૉસ્પિટલોમાં આઇસીયૂ બેડની ઉપલબ્ધતા દર્શાવાય છે પરંતુ હૉસ્પિટલ પહોંચતા બેડ નથી મળતા. દિલ્હી સરકારનું કહેવું છે કે ગત થોડા દિવસની અંદર રાજ્યમાં 500 કોરોના બેડ વધારવામાં આવ્યા છે.

(Sneha Mordaniની સ્ટોરીના ઇનપુટ્સ સાથે. સમગ્ર સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરી વાંચી શકો છો)
Published by: Mrunal Bhojak
First published: September 22, 2020, 7:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading