ભારત-ચીન સરહદ મુદ્દા પર બોલ્યા વિદેશ મંત્રી, ડી-એસ્કેલેશન પર કામ ઝડપથી ચાલી રહ્યું છે

News18 Gujarati
Updated: July 11, 2020, 10:29 PM IST
ભારત-ચીન સરહદ મુદ્દા પર બોલ્યા વિદેશ મંત્રી, ડી-એસ્કેલેશન પર કામ ઝડપથી ચાલી રહ્યું છે
ભારત-ચીન સરહદ મુદ્દા પર બોલ્યા વિદેશ મંત્રી, ડી-એસ્કેલેશન પર કામ ઝડપથી ચાલી રહ્યું છે

બતાવવામાં આવી રહ્યું છે કે લદાખ સરહદ પર LAC પાસે ચીની સેનાએ આખરે પોતાના ટેન્ટ હટાવવાના શરૂ કરી દીધા છે

  • Share this:
નવી દિલ્હી : ગલવાન ઘાટીમાં ચીન અને ભારતીય સેના (India-China border issue)વચ્ચે થયેલા ખુની સંઘર્ષ પછી વાતચીત જારી છે. સરહદ ક્ષેત્રમાં ભારત અને ચીન વચ્ચે શાંતિ બહાલ કરવા માટે શું વાતચીત થઈ તેના પર બોલતા વિદેશ મંત્રી એસ જયશંકરે (External Affairs Minister S Jaishankar)કહ્યું કે આપણે આમને સામને હટવાની આવશ્યકતા પર સહમત થયા છીએ કારણ કે સૈનિક એક બીજાની ઘણા નજીક તૈનાત છે. ઇન્ડિયા ગ્લોબલ વીક 2020ને (India Global week 2020) સંબોધિત કરતા એસ જયશંકરે કહ્યું કે બંને દેશો વચ્ચે ડી-એસ્કેલેશનની પ્રક્રિયા પર સહમતી બની છે અને હાલ શરૂ થઈ છે. આ કામ ઘણું ઝડપથી ચાલી રહ્યું છે.

બતાવવામાં આવી રહ્યું છે કે લદાખ સરહદ પર LAC પાસે ચીની સેનાએ આખરે પોતાના ટેન્ટ હટાવવાના શરૂ કરી દીધા છે. બંને સેનાઓ વચ્ચે થયેલી વાતચીતના આધારે ચીન સેના લગભગ એક-બે કિલોમીટર પાછળ ગટી ગઈ છે.

આ પણ વાંચો - વિકાસ દુબેના એન્કાઉન્ટરની તપાસ માટે SITની રચના, 31 જુલાઈ સુધી સરકારને સોંપવો પડશે રિપોર્ટવિદેશ મંત્રાલયના મતે ભારત-ચીન વચ્ચે સરહદ મામલા પર પરામર્શ અને સમન્વય માટે બનેલા સંયુક્ત કાર્યતંત્ર પર 16મી બેઠક 10 જુલાઈ 2020ના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સેના પાછળ ખસેડવા સહમતી થઈ હતી.
Published by: Ashish Goyal
First published: July 11, 2020, 10:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading