પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત હજુ પણ ગંભીર, હૉસ્પિટલે બહાર પાડ્યું હેલ્થ બુલેટિન

News18 Gujarati
Updated: August 12, 2020, 3:13 PM IST
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત હજુ પણ ગંભીર, હૉસ્પિટલે બહાર પાડ્યું હેલ્થ બુલેટિન
પ્રણવ મુખર્જીને સોમવાર બપોરે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, બ્રેઇન સર્જરી પહેલા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

પ્રણવ મુખર્જીને સોમવાર બપોરે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, બ્રેઇન સર્જરી પહેલા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

  • Share this:
નવી દિલ્હીઃ દેશના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ પ્રણવ મુખર્જી (Pranab Mukherjee)ની હાલત સતત ગંભીર બનતી જઈ રહી વે. તેમને કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણ થયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની બ્રેઇન સર્જરી કરવામાં આવી છે. તેઓ દિલ્હી સ્થિત આર્મીની હૉસ્પિટલમાં દાખલ છે. હૉસ્પિટલે બુધવારે તેમનું હેલ્થ બુલેટિન જાહેર કર્યું છે. તેમાં જાણકારી આપવામાં આવી છે કે પ્રણવ મુખર્જીની હાલત ગંભીર છે. વેન્ટિલેટર પર તેમની સારવાર ચાલી રહી છે.

પ્રણવ મુખર્જીએ સોમવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કોવિડ-19ની તપાસમાં સંક્રમિત હોવાનું સામે આવ્યું છે અને ગત એક સપ્તાહમાં સંપર્કમાં આવનારા લોકોને અપીલ કરી હતી કે પોતે આઇસોલેશનમાં જતા રહે અને કોવિડ-19ની તપાસ કરાવે. પ્રણવ મુખર્જી (84 વર્ષ)ને સોમવારે બપોરે આર્મી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સર્જરી પહેલા તેમને કોવિડ-19 પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી.

આ પણ વાંચો, કેન્સરથી લડી રહેલા સંજુ માટે યુવીએ કરી ઇમોશનલ વાતઃ આ દર્દને જાણું છું

પૂર્વ રાષ્ટ્રપતિની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ એક ટ્વિટ સંદેશ શૅર કર્યો છે. તેમાં તેઓએ કહ્યું છે કે, ગયા વર્ષે 8 ઓગસ્ટ મારા માટે સૌથી ખુશીનો દિવસ હતો. તે દિવસે મારા પિતાને ભારત રત્ન મળ્યો હતો. ઠીક એક વર્ષ બાદ 10 ઓગસ્ટે તેઓ ગંભીર રીતે બીમાર પડી ગયા. ભગવાન એવું કરે જે કંઈપણ તેમના માટે સારું હોય. ભગવાન તેમને જીવનના સુખ અને દુઃખ સહન કરવાની શક્તિ આપે. હું ઈમાનદારીથી તેમની ચિંતા કરવા માટે તમામનો આભાર માનું છું.

આ પણ વાંચો, પિતાના નસકોરાથી કંટાળીને ગુસ્સે ભરાયેલા દીકરાએ લાઠીથી હુમલો કરતાં થયું મોત

લોહી જામી જવાના કારણે સોમવારે પૂર્વ રાષ્ટ્રપિતની બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદથી તેમની હાલત નાજુક છે. પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે ગંભીર સ્થિતિમાં દિલ્હી છાવણી સ્થિત આર્મીની આર એન્ડ આર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિભિન્ન એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ પૂર્વ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: August 12, 2020, 3:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading