પહેલા પિતાએ કર્યો દીકરીનો સોદો, ત્યારબાદ ચાર વખત વેંચવામાં આવી અઢી વર્ષની બાળકી, 5ની ધરપકડ

News18 Gujarati
Updated: August 13, 2020, 10:12 PM IST
પહેલા પિતાએ કર્યો દીકરીનો સોદો, ત્યારબાદ ચાર વખત વેંચવામાં આવી અઢી વર્ષની બાળકી, 5ની ધરપકડ
મહિલા આયોગની ટીમ દીકરીના પિતા અમનપ્રીત સાથે સૌથી પહેલા જાફરાબાદ પહોંચ્યી, જ્યાં અમનપ્રીતે મનીષા નામની મહિલાને પોતાની દીકરી સોંપી હતી

મહિલા આયોગની ટીમ દીકરીના પિતા અમનપ્રીત સાથે સૌથી પહેલા જાફરાબાદ પહોંચ્યી, જ્યાં અમનપ્રીતે મનીષા નામની મહિલાને પોતાની દીકરી સોંપી હતી

  • Share this:
દિલ્હી : મહિલા આયોગને ફોન કરી એક વ્યક્તિએ કહ્યું કે, તેની અઢી વર્ષની દીકરીને વેચવાની કોશિશ કરવામાં આવી રહી છે. કોલ કરનાર અમનપ્રીતે ડીસીડબલ્યૂ પાસે મદદ માંગી. ઉલ્લેખનીય છે કે, અમનપ્રીત નામનો આ વ્યક્તિ પોતાની દીકરીની પરવરીશ કરવામાં અસમર્થ હતો, તો તેણે પોતાની દીકરી બીજા પરિવારને સોંપી દીધી. પરંતુ તેને ખબર પડી કે, તે બીજો પરિવાર તે બાળકીને વેચવા માંગે છે, તો તેણે મહિલા આયોગ પાસે મદદ માટે દરવાજો ખખડાવ્યો. મહિલા આયોગની ટીમે સહી સલામત બાલકીનો કબજો લઈ લીધો. આ મામલામાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

40000 રૂપિયામાં વેચી અઢી વર્ષની દીકરીને

મહિલા આયોગની ટીમ દીકરીના પિતા અમનપ્રીત સાથે સૌથી પહેલા જાફરાબાદ પહોંચ્યી, જ્યાં અમનપ્રીતે મનીષા નામની મહિલાને પોતાની દીકરી સોંપી હતી. ત્યાં તે મહિલા મળી નહીં. ત્યારે આયોગની ટીમે અમનપ્રિતને મનીષાને ફોન કરવાનું કહ્યું. મનીષાએ કહ્યું, તેને બાળકીને બીજે વેચી દીધી. મનીષાની વાતચીતથી સામે આવ્યું કે, અમનપ્રીતે બાળકીને 40 હજારમાં મનીષાને વેચી હતી.

આ પણ વાંચોખેડૂતો માટે મોટા સમાચાર, રહસ્યમય બીયારણને લઈ સરકારે જાહેર કરી ચેતવણી, એગ્રી Terrorismની આશંકા?

પાંચ વખત વેચવામાં આવી અઢી વર્ષની બાળકી

ત્યારબાદ આયોગની ટીમ અમનપ્રિતને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને પોલીસે તેની પૂછપરછ કરી. તેણે જણાવ્યું કે, તે ડ્રાઈવર તરીકેનું કામ કરે છે. તેને પહેલાથી જ બે દીકરી છે, ત્રીજી દીકરી થવા પર બાળકીને 40 હજારમાં વેચી. પૂછતાછ દરમિયાન તેણે માદીપુરના એક શંકાસ્પદના ઘરનું એડ્રેસ જણાવ્યું. આયોગની ટીમ પોલીસ અને અમનપ્રીતને લઈ માદીપુરના એડ્રેસે પહોંચી તો ત્યાં ઈન્દુ નામની મહિલા મળી. ઈન્દુને પુછતા સામે આવ્યું કે, બાળકીને આગળ શકૂરપુરામાં રાધા નામની મહિલાને વેચવામાં આવી છે. ત્યારબાદ ચીમ શકૂરપુર પહોંચી. ત્યાં રાધાએ કહ્યું કે બાળકી તો ચાવડી બજારમાં રહેતા એક બહેનને આપવામાં આવી હતી. પોલીસ ટીમ ચાવડી બજાર પહોંચી, જ્યાં રાધાની બહેને કહ્યું કે, બાળકીને ત્રિલોકપુરીમાં એક સંબંધીને આપવામાં આવી છે. આખેર બાળકીને આજે સવારે શોધી લેવામાં આવી, અને પોલીસે અમનપ્રીત, ઈન્દુ, મંજૂ, મનીષા અને રાધાની ધરપકડ કરી છે. આ મામલામાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બાળકીને પુનર્વાસ માટેની કોશિશ કરવામાં આવી રહી છે.

બાળકને વારંવાર વેચવામાં આવી

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે, બુધવારે મોડી રાત્રીથી અમારી ટીમ બાળકીને શોધી રહી હતી. પુરી રાત કામ કર્યું, અનેક જગ્યા પર રેડ કરી અને એક મોટુ રેકેટ જેમાં બાળકીને વારંવાર વેચવામાં આવી તેને છોડાવવામાં આવી. આ કેસમાં દિલ્હી પોલીસનું કામ પણ વખાણવા લાયક રહ્યું, અમે તેમનો પણ આભાર માનીએ છીએ. આ મામલામાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Published by: kiran mehta
First published: August 13, 2020, 10:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading