છેડતી કરનારા યુવકને મેથીપાક! યુવતીએ 55 સેકન્ડમાં ફટકારી દીધા 55 ચંપલના ઘા

News18 Gujarati
Updated: September 24, 2020, 9:55 AM IST
છેડતી કરનારા યુવકને મેથીપાક! યુવતીએ 55 સેકન્ડમાં ફટકારી દીધા 55 ચંપલના ઘા
યુવતીએ પિતાની મદદથી છેડતી કરનારા યુવકને જાહેરમાં ભણાવ્યો પાઠ! સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

યુવતીએ પિતાની મદદથી છેડતી કરનારા યુવકને જાહેરમાં ભણાવ્યો પાઠ! સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

  • Share this:
પ્રદીપ ત્રિપાઠી, જાલૌનઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના જાલૌન જિલ્લામાં હાલના દિવસોમાં યુવકની જાહેરમાં ધોલાઈનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media Viral Video) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી છેડતી કરનારા યુવકને જાહેર રસ્તા વચ્ચે ચંપલથી ધોલાઈ કરી રહી છે.

મળતી માહિતી મુજબ યુવક છેલ્લા કેટલાય દિવસથી યુવતીની છેડતી કરી રહ્યો હતો. ત્યારબાદ યુવતીએ પોતાના પિતાની સાથે છેડતી કરનારા યુવકને પાઠ ભણાવ્યો. યુવતીએ 55 સેકન્ડમાં યુવકને 55 વાર ચંપલના ઘાનો વરસાદ કરી દીધો. આટલું જ નહીં યુવતિના પિતાએ પણ યુવકને સારા પાઠ ભણાવ્યો. આ દરમિયાન હાજર કેટલાક લોકોએ મોબાઇલમાં સમગ્ર ઘટનાને રેકોર્ડ કરી દીધી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી.આ પણ વાંચો, સોના-ચાંદીના ભાવમાં નોંધાયો ભારે ઘટાડો, ભારતમાં આજે Goldનો ભાવ 50 હજાર રૂપિયાની નીચે જવાની શક્યતા


ઘટના એક મહિના પહેલાનીઆ ઘટના એક મહિના પહેલાની હોવાનું કહેવાય છે. 25 ઓગસ્ટે કદૌર પોલીસ સ્ટેશનની હદના કસ્બા કદૌરામાં યુવતી અને યુવક વચ્ચે ઝઘડો થયો હતો. એસપી જાલૌન યશવીર સિંહે જણાવ્યું કે આ ઘટના એક મહિના પહેલા બની હતી. પોલીસ પાસેથી જે જાણકારી મળી છે તે મુજબ, યુવતી પોતાના સગાના ઘરે આવી હતી જ્યાં એક યુવક સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મારઝૂડ થઈ અને હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો, અજગરે કૂતરાને બનાવી દીધો કોળીયો, લોકોમાં ડરનો માહોલ

તપાસના આદેશ

પોલીસ અધીક્ષકના જણાવ્યા મુજબ, આ મામલામાં યુવતી તરફથી પોલીસ સ્ટેશનમાં એક પ્રાર્થના પત્ર આપવામાં આવ્યો છે કે તેમની બંનેની વચ્ચે સમજૂતી થઈ ગઈ છે અને તેઓ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં ઈચ્છતા. એસપીએ કહ્યું કે વીડિયો સામે આવ્યા બાદ હવે નોંધ લેવામાં આવી છે. ક્ષેત્ર અધિકારીને નિર્દેશિત કરવામાં આવ્યા છે કે મામલાની તપાસ કરવામાં આવે અને જો કોઈ મામલો સામે આવે છે તો કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે.
Published by: Mrunal Bhojak
First published: September 24, 2020, 9:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading