દિવાળી પહેલા ઉકેલાઈ શકે છે લદાખ વિવાદ, ભારત-ચીન વચ્ચે 3 સ્ટેપ પ્લાન પર સહમતિ સધાઈ- રિપોર્ટ

News18 Gujarati
Updated: November 11, 2020, 3:30 PM IST
દિવાળી પહેલા ઉકેલાઈ શકે છે લદાખ વિવાદ, ભારત-ચીન વચ્ચે 3 સ્ટેપ પ્લાન પર સહમતિ સધાઈ- રિપોર્ટ
પહેલા ચરણમાં પેન્ગોગ લેકના વિસ્તારને એક સપ્તાહમાં ખાલી કરવામાં આવશે, જાણો બંને દેશ કેમ થયા તૈયાર

પહેલા ચરણમાં પેન્ગોગ લેકના વિસ્તારને એક સપ્તાહમાં ખાલી કરવામાં આવશે, જાણો બંને દેશ કેમ થયા તૈયાર

  • Share this:
India-China Ladakh Border Tension: પૂર્વ લદાખમાં ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલો સરહદ વિવાદ (Ladakh Border Rift) દિવાળી પહેલા ઉકેલાઈ શકે છે. એક રિપોર્ટ મુજબ, ભારત અને ચીનની વચ્ચે લદાખના વિવાદાસ્પદ સ્થળોથી સેનાઓ હટાવવા એટલે કે ડિસએન્ગેજમેન્ટ (Disengagement)ને લઈને સહમતિ સધાઈ ગઈ છે. તે મુજબ બંને દેશોના સૈનિક એપ્રિલ-મે મહિનાવાળી જૂની યથાસ્થિતિ પર પરત ફરશે. તેની પર 6 નવેમ્બરે ચુશુલમાં કોર્સ્ -કમાન્ડર લેવલની આઠમા ચરણની મંત્રણામાં ચર્ચા થઈ હતી.

મૂળે, લદાખના ચુશૂલમાં 6 નવેમ્બરે ભારત-ચીનની સેનાઓની વચ્ચે આઠમા રાઉન્ડની મંત્રણા થઈ હતી. તેમાં ત્રણ ચરણના પ્લાન પર બંને દેશોએ સહમતિ વ્યક્ત કરી છે. પહેલા ચરણમાં પેન્ગોગ લેકના વિસ્તારને એક સપ્તાહમાં ખાલી કરવામાં આવશે. ટેન્ક અને સૈનિકોને પરત મોકલવામાં આવશે. બીજા ચરણમાં સેનાઓ પેન્ગોગ લેકની પાસેથી રોજ પોતાના 30 ટકા સૈનિકોને હટાવશે. આ પ્રક્રિયા ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ચીની સેના ફિંગર 8ની પાસે પરત ફરશે, તો બીજી તરફ ભારતીય સેના પોતાની ધાન સિંહ થાપા પોસ્ટ પર પરત આવશે.

આ પણ વાંચો, Bihar Result: નીતીશ કુમારને CM પદ આપવા પર ઊહાપોહ, Wait & Watch મોડમાં બીજેપી નેતા- રિપોર્ટ

ત્રીજા ચરણમાં ભારત અને ચીનની સેનાઓ પેન્ગોગ લેક વિસ્તારના દક્ષિણ ક્ષેત્રથી પોતાના સૈનિકોને હટાવશે. તેની સાથે જ ચુશૂલ, રેજાંગ લાની જે પહાડીઓ પર તણાવના સમયે કબજો કરવામાં આવ્યો હતો તેને પણ ખાલી કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા પર બંને સેનાઓ નજર રાખશે, જેની પર સહમતિ સધાઈ છે.

બંને દેશો કેમ તૈયાર થયા?

રિપોર્ટ મુજબ, બંને દેશ સેનાઓ હટાવવા માટે એટલા માટે પણ તૈયાર થયા કારણ કે હાલ પૂર્વ લદાખમાં ચોટીઓ પર ભારે બરફવર્ષા થઈ રહી છે. લગભગ 15-16 હજારની ઊંચાઈ પર તાપમાન માઇનસ 45 ડિગ્રી સુધી જતું રહે છે. તેનાથી બંને દેશોના સૈનિકોની પરેશાની વધી શકે છે.આ પણ વાંચો, દિવાળી બોનસના નામે મીઠાઈથી પરેશાન છે પ્રાઇવેટ કંપનીના કર્મચારી! આવા Memes થઈ રહ્યા છે Viral

એપ્રિલ મહિનાથી ચાલી રહ્યો છે તણાવ

પૂર્વ લદાખના પેન્ગોગ લેકના વિસ્તારમાં એપ્રિલ બાદથી જ તણાવની સ્થિતિ ઊભી થયેલી છે. ચીની સેનાએ આ દરમિયાન અનેક ભારતીય પેટ્રોલિંગ પોઇન્ટ્સ પર કબજો કરી દીધો હતો પરંતુ સમયબદ્ધ રીતે ભારતીય જવાનોએ ચીનેન જવાબ આપ્યો. બીજી તરફ 15 જૂને ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે હિંસક ઘર્ષણ થયું હતું જેમાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા. ચીનના પણ 43 સૈનિક હતાહત થયા હોવાના રિપોર્ટ છે. જોકે ચીને અધિકૃત રીતે પોતાના સૈનિકોના મોતનો આંકડો બહાર પાડ્યો નહોતો.
Published by: Mrunal Bhojak
First published: November 11, 2020, 3:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading