ચીનના 500 સૈનિકને ખદેડીને ભારતીય સેના ચાર કિલોમીટર સુધી અંદર ઘૂસી ગઈ: સૂત્ર

News18 Gujarati
Updated: September 3, 2020, 2:22 PM IST
ચીનના 500 સૈનિકને ખદેડીને ભારતીય સેના ચાર કિલોમીટર સુધી અંદર ઘૂસી ગઈ: સૂત્ર
એલએસી પર તણાવનો માહોલ.

India-China Standoff: ચીનની હરકતના જવાબમાં સ્પેશિયલ ઑપરેશન્સ બટાલિયને પેન્ગોંગ ઝીલ પાસે સ્થિત એક પહાડ પર મહત્ત્વની પોસ્ટ પર કબજો કરી લીધો છે.

  • Share this:
નીતીશ કુમાર, લેહ : લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સતત તણાવપૂર્ણ માહોલ બન્યો છે. ગત બે દિવસ 29મી અને 30મી ઓગસ્ટના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પેન્ગોંગ ખીણ પાસે ઘર્ષણ (India China Faceoff)ના સમાચાર આવ્યા હતા. ભારતીય સેનાએ પીપલ્સ લિબેરેશન આર્મી (PLA)ને પાછળ ધકેલીને રણનીતિક રીતે મહત્ત્વપૂર્ણ પોસ્ટ પર કબજો કરી લીધો છે. આખરે કેવી રીતે ભારતીય સેનાએ ચીનના સૈનિકોને ઝડબાતોડ જવાબ આપ્યો તેને લઈને સતત સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે ઘર્ષણ દરમિયાન ભારતીય સૈનિકોએ આશરે 500 જેટલા ચીની સૈનિકોને ઘેરી લીધા હતા. જે બાદમાં સૈનિકો ચાર કિલોમીટર સુધી અંદર ઘૂસી ગયા હતાં, જ્યાં પહેલા ચીનનો કબજો હતો.

આવી રીતે બનાવવામાં આવી યોજના

સૂત્રોના જણાવ્યા પ્રમાણે 29/30 ઓગસ્ટની રાતે ભારતીય સૈનિકોની બહાદૂરીએ ચીનને ચોંકાવી દીધું હતું. PLAના આશરે 500 સૈનિકોએ સ્પંગ્ગુરની ડોમિનેટિંગ હાઇટ્સ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પહાડ પર અત્યાર સુધી ભારત કે ચીનનો કબજો નથી રહ્યો. આ વિસ્તારમાં તહેનાત ભારતીય ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ ઉપકરણોની મદદથી PLAની આવી હરકત અંગે માહિતી મળી હતી. ચીનની મુરાદ પારખી ગયેલી ભારતીય સેના પહેલાથી જ એલર્ટ હોવાથી PLAની ગતિવિધિ અટકાવી દીધી હતી. આ દરમિયાન ચીનના સૈનિકો અને ભારતીય સૈનિકો વચ્ચે હાથ અને પગથી ફાઇટ થઈ હતી. જે બાદમાં ચીનના સૈનિકોએ પાછળ હટવાની ફરડ પડી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં હાર્દિક પટેલની હાજરીમાં બીજેપી કોર્પોરેટર કૉંગ્રેસમાં જોડાયા

મહત્ત્વપૂર્ણ પોસ્ટ પર કબજો

30મી ઓગસ્ટના રોજ વહેલી સવારે ભારતીય સૈન્યની વિકાસ બટાલિયન જેને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ કહેવામાં આવે છે (આ બટાલીયન રૉ હેઠળ આવે છે) તે ચીની પોઝિશન અને કબજો ન હોય તેવા વિસ્તારમાં આગળ વધી હતી. જે બાદમાં ચીનની એક મહત્ત્વપૂર્ણ પોસ્ટ પર કબજો કરી લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિકાસ બટાલિયનના આ ઑપરેશનને પગલે PLAએ ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું.

ચાર કિલોમીટર અંદર સુધી ઑપરેશન

ભારતીય સૈન્ય આ વિસ્તારમાં ચાર કિલોમીટર અંદર સુધી ઘૂસી ગયું છે, જેના પર ચીનનો કબ્જો છે. રણનીતિક રીતે ભારતીય સૈન્યએ મહત્ત્વની ઊંચાઈ પર કબજો જમાવી લીધો છે. ભારત હવે આ વિસ્તારમાં રણનીતિક રીતે ફાયદાની સ્થિતિમાં છે. ચીન હવે આ વિસ્તારમાંથી ભારતીય સૈનિક હટે તેવી માંગણી કરી રહ્યું છે.
Published by: Vinod Zankhaliya
First published: September 3, 2020, 2:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading