કોરોનાનો હાહાકાર! અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ ચોથા નંબર ઉપર પહોંચ્યો ભારતમાં મોતનો આંકડો

News18 Gujarati
Updated: August 12, 2020, 11:17 PM IST
કોરોનાનો હાહાકાર! અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ ચોથા નંબર ઉપર પહોંચ્યો ભારતમાં મોતનો આંકડો
પ્રતિકાત્મક તસવીર

આ પહેલા ચોથા નંબર ઉપર બ્રિટન હતું. બ્રિટનમાં આ મહામારીના કારણે 46,628 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે ભારત કોરોના મહામારીનું વૈશ્વિક કેન્દ્ર બની ચૂક્યું છે.

  • Share this:
નવી દિલ્હીઃ કોવિડ-19 (Covid-19) ઝડપથી વધતા કેસો વચ્ચે ભારતમાં 46,700થી વધારો મોતની સાથે વિશ્વમાં ચોથા નંબર ઉપર પહોંચી ગયો છે. ભારતથી ઉપર અમેરિકા (America-167,790), બ્રાઝિલ (Brazil-103,099) અને મેક્સિકો (Mexico-53,929) છે. આ પહેલા ચોથા નંબર ઉપર બ્રિટન હતું. બ્રિટનમાં આ મહામારીના કારણે 46,628 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે ભારત કોરોના મહામારીનું (corona pandemic) વૈશ્વિક કેન્દ્ર બની ચૂક્યું છે. દુનિયામાં રોજ સૌથી વધારે મામલા ભારતમાં સામે આવી રહ્યા છે. સંક્રમણની રફ્તારની સાથે ભારતમાં મોતની (India corona death toll) સંખ્યા ઝડપથી વધી રહી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને રજૂ કર્યા આંકડા
એક દિવસ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ જણાવ્યું હતું કે આંકડાઓના વિશ્લેષણ પ્રમાણે ભારતમાં છેલ્લા સાત દિવસમાં ચારથી 10 ઓગસ્ટ સુધી પ્રતિ દિવસ કોવિડ-19ના અમેરિકા અને બ્રાઝિલમાંથી સૌથી વધારે સામે આવ્યા છે. આંકડા પ્રમાણે કોરોના વાયરસ સંક્રમણના મામલોમાં અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારત ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. ભારતમાં ચારથી 10 ઓગસ્ટ વચ્ચે વિશ્વમાં 23 ટકાથી વધારે મામલા સામે આવ્યા છે. જ્યારે કોવિડ-19થી વિશ્વના 15 ટકાથી વધારે મોત ભારતમાં નોંધાયા હતા.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક દ્રશ્ય! ગામમાં રોડના અભાવે બીમાર મહિલાને ખાટલામાં લટકાવી હોસ્પિટલ પહોંચ્યો પરિવાર

આ પણ વાંચોઃ-વ્યસનના બંધાણીઓ માટે માઠા સમાચાર! પાન-મસાલા, સિગારેટ થઈ શકે છે વધારે મોંઘા

ભારતમાં ચારથી 10 ઓગસ્ટ સુધી એક સપ્તાહના સમયગાળામાં કોવિડ-19 કુલ 4,11,379 મામલા સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન મહામારીથી 6,251 લોકોના મોત થયા છે. અમેરિકામાં આ અવધી દરમિયાન સંક્રમણના 3,69,575 મામલાઓ સામે આવ્યા છે. 7,232 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સંક્રમણ અને આ મહામારીથી થનારા મોત ઉપર અમેરિકા પ્રથમ સ્થાન ઉપર છે.

શું છે ભારતની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે ભારતમાં અત્યાર સુધી 23,29,638 મામલા સામે આવી ચૂક્યા છે. આમાંથી 6,43,948 એક્ટિવ કેસ છે. જ્યારે 1,6,39,599 લોકો કોરોનામાંથી મૂક્ત થઈને ઘરે પરત ફરી ચૂક્યા છે.
Published by: ankit patel
First published: August 12, 2020, 11:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading