45 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1 માર્ચથી વેક્સીન લેવા માટે કરવું પડશે આ કામ

News18 Gujarati
Updated: February 25, 2021, 7:41 AM IST
45 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1 માર્ચથી વેક્સીન લેવા માટે કરવું પડશે આ કામ
મોદી સરકારે નિર્ણય લીધો કે, 60 વર્ષથી વધુ ઉંમરના તથા કોઈ બીમારીથી ગ્રસ્ત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1 માર્ચથી કોવિડ વેક્સીન કોઈ ચાર્જ લીધા વગર આપવામાં આવશે

મોદી સરકારે નિર્ણય લીધો કે, 60 વર્ષથી વધુ ઉંમરના તથા કોઈ બીમારીથી ગ્રસ્ત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1 માર્ચથી કોવિડ વેક્સીન કોઈ ચાર્જ લીધા વગર આપવામાં આવશે

  • Share this:
નવી દિલ્હી. કેન્દ્ર સરકાર (Central Government)એ બુધવારે નિર્ણય લીધો કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો તથા કોઈ બીજી બીમારીથી ગ્રસ્ત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1 માર્ચથી કોરોના વાયરસ વિરોધી વેક્સીન (Coronavirus Vaccine) સરકારી કેન્દ્રો પર કોઈ ચાર્જ લીધા વગર (Free Corona Vaccine) આપવામાં આવશે. બીજી તરફ, ખાનગી ક્લિનિકો (Private Clinics) અને કેન્દ્રો પર તેઓએ તેના માટે ચાર્જ આપવો પડશે. પરંતુ ગંભીર બીમારીથી પીડિત 45 વર્ષની ઉંમરથી વધુના લોકોને તેના માટે એક પ્રમાણભૂત મેડિકલ સર્ટિફિકેટ (Medical Certificate)ની જરૂર પડશે જેમાં તેમની બીમારીનું વિવરણ હોય. સૂત્રોએ બુધવારે આ વાતની જાણકારી આપી.

સૂત્રોએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં એક યાદી જાહેર કરવામાં આવશે જેમાં કઈ બીમારીઓને ગંભીર શ્રેણીમાં રાખવામાં આવશે તેની જાણકારી હશે. તેમાં હૃદયને લગતી જૂની બીમારીઓ, ફેફસા, કિડની અને લીવર, આ ઉપરાંત ડાયાબિટીસ, કેન્સર, ગંભીર અસ્થમા અને માનસિક કે શીખવાની અસક્ષમતાવાળા લોકો સામેલ થઈ શકે છે. તેમાં ઇમ્યુનોસપ્રેસેન્ટ, બીમાર અને સ્થૂળ દર્દી અને અંગ, અસ્થિ મજ્જા કે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટવાળા લોકો પણ સામેલ થઈ શકે છે.

વેક્સીનેશન સેન્ટરો પર ફોર્મ લઇ જવું પડશે

સૂત્રોએ કહ્યું કે, જે લોકો તેમાંથી કોઈ એક પણ કેટેગરીમાં આવશે તેમે પોતાના મેડિકલ કન્ડીશનને લઈ એક ફોર્મ ભરવું પડશે અને તેની પર પોતાના ડૉક્ટરના હસ્તાક્ષર કરાવવા પડશે. વેક્સીનેશન સેન્ટર પર રસી લેતી સમયે આ ફોર્મ તેમણે લઈને આવવાનું રહેશે.

આ પણ વાંચો, Indian Railwaysએ વધાર્યું ભાડું, કહ્યું- ટૂંકા અંતરની ટ્રેનોમાં બિનજરૂરી ભીડને રોકવા માટે ઉઠાવ્યું પગલું

નોંધનીય છે કે, ખાનગી વેક્સીનેશન સેન્ટરો પર કોવિડ વેક્સીન શૉટની કિંમત 300 રૂપિયા સુધી હોઈ શકે છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, સરકારી વેક્સીનેશન સેન્ટરો પર રસી મફતમાં આપવામાં આવશે.કેન્દ્રએ આ પહેલા કહ્યું હતું કે તેઓ વેક્સીનેશન માટે લોકોને રજિસ્ટ્રેશન કરાવવા માટે કોવિન એપનો ઉપયોગ કરશે અને તેના અંતર્ગત તેમને નજીકના વેક્સીનેશન કેન્દ્રની જાણકારી આપવામાં આવશે. હાલ આ એપનો ઉપયોગ માત્ર સ્વાસ્થ્યકર્મી અને ફ્રન્ટલાઇન વર્કર્સ જ કરી રહ્યા છે.

આ પણ વાંચો, Bank Holidays: માર્ચમાં 11 દિવસ બંધ રહેશે બેન્ક, લિસ્ટ ચેક કરી લો નહીં તો ખાવો પડશે ધક્કો

સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે પત્રકારોને જણાવ્યું કે, મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો તથા કોઈ બીજી બીમારીથી ગ્રસ્ત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વાયરસની રસ 1 માર્ચથી આપવામાં આવશે .તેઓએ જણાવ્યું કે આ શ્રેણીમાં લોકોને 10 હજાર સરકારી કેન્દ્રો પર નિઃશુલ્ક રસી આપવામાં આવશે. મંત્રીએ કહ્યું કે, 20 હજાર ખાનગી ક્લિનિકો અને કેન્દ્રો પર રસી લેવા માટે ચાર્જ આપવો પડશે.
Published by: Mrunal Bhojak
First published: February 25, 2021, 7:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading