લેહમાં PM મોદીએ જવાનોને કહ્યું, આપનું સાહસ એ ઊંચાઈઓથી વધુ, જ્યાં તમે તૈનાત છો

News18 Gujarati
Updated: July 3, 2020, 2:58 PM IST
લેહમાં PM મોદીએ જવાનોને કહ્યું, આપનું સાહસ એ ઊંચાઈઓથી વધુ, જ્યાં તમે તૈનાત છો
વડાપ્રધાન મોદીએ જવાનોને કહ્યું કે, 14 કોરની બહાદુરી વિશેની હંમેશા યાદ રાખવામાં આવશે

વડાપ્રધાન મોદીએ જવાનોને કહ્યું કે, 14 કોરની બહાદુરી વિશેની હંમેશા યાદ રાખવામાં આવશે

  • Share this:
નવી દિલ્હીઃ ચીનની સાથે સરહદ ઘર્ષણ (India China Rift) અને ચીની સેનાની સાથે મંત્રણાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શુક્રવાર સવારે લેહ લદાખ (Leh Ladakh) પહોંચ્યા. વડાપ્રધાન મોદીએ લેહના નીમૂ ફોરવર્ડ પોસ્ટ પર અધિકારીઓ સાથે વાત કરી અને સુરક્ષા સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ પીએમ મોદી લેહ મેમોરિયલ હૉલ ઓફ ફેમ પહોંચ્યા. અહીં તેઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. લેહમાં જવાનોને સંબોધિત કરતાં વડાપ્રધાને કહ્યું કે આપનું સાહસ એ ઊંચાઈઓથી પણ વધુ છે જ્યાં આપ સૌ તૈનાત છો. ત્યારબાદ તેઓ LAC પર ચીની સૈનિકોની સાથે ઘર્ષણમાં ઘાયલ થયેલા જવાનોને મળવા જશે.

જવાનોને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપનું સાહસ એ ઊંચાઈઓથી વધુ છે જ્યાં તમે તૈનાતા છો. પીએમ મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતનું સંકલ્પ આપના ત્યાગ, બલિદાન, પુરુષાર્થના કારણે વધુ મજબૂત થાય છે. લેહમાં પીએમ મોદીએ કહ્યું કે 14 કોરની બહાદુરી હંમેશા યાદ રાખવામાં આવશે. આપની બહાદુરી અને વીરતાના કિસ્સા દેશના દરેક ઘરમાં ગૂંજી રહ્યા છે. તેઓએ કહ્યું કે ભારત માતાના દુશ્મનોએ આપની આગ વધુ ભડકાવી દીધી છે.

આ પણ વાંચો, આર્મી જવાનોનો ઉત્સાહ વધારવા લદાખ પહોંચ્યા PM મોદી

વડાપ્રધાને જવાનોને વધુમાં કહ્યું કે, જે નબળા છે તેઓ ક્યારેય શાંતિની પહેલ ન કરી શકે, બહાદુરી માટે શાંતિ આવશ્યક છે. તેઓએ કહ્યું કે, વિશ્વ યુદ્ધ હોય કે શાંતિ, જ્યારે પણ જરૂર પડે છે, દુનિયાએ આપણા બહાદુરોની જીત અને શાંતિ પ્રત્યે તેમના પ્રયાસોને જોયાં છે. આપણે માનવતાની ભલાઈ માટે કામ કર્યું છે.

આ પણ વાંચો, દેશમાં ટૂંક સમયમાં લૉન્ચ થઈ શકે છે COVAXIN, 7 જુલાઈથી થશે હ્યૂમન ટ્રાયલ

PM મોદીએ કહ્યું કે, આપણે એ જ લોકો છીએ જે ભગવાન કૃષ્ણની વાંસણી વગાડીએ છીએ, પરંતુ આપણે એ જ લોકો છીએ જે ભગવાન કૃષ્ણની મૂર્તિ બનાવીએ છીએ અને તેમનું અનુકરણ કરીએ છીએ જે સુદર્શન ચક્ર ધારણ કરે છે. ચીન પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે, વિસ્તારવાદી સમય ખતમ થઈ ગયો છે, અ વિકાસનો યુગ છે. ઈતિહાસ સાક્ષી છે કે વિસ્તારવાદી તાકાતો ક્યાંક તો હારી જાય છે અથવા તો તેમને પરત જવા માટે મજબૂર થવું પડે છે.

વડાપ્રધાને કહ્યું કે, હું આપણી સામે મહિલા સૈનિકોને જોઈ રહ્યો છું. સરહદ પર યુદ્ધના મેદાનમાં આ દૃશ્ય પ્રેરણાદાયક છે.. આજે હું આપને અભિનંદન આપું છું. જય કરું છું. હું આપણા 20 જવાનોને પુનઃ શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
First published: July 3, 2020, 2:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading