VIDEO: પીઓકેમાં ચીન સામે રોષ, રેલી કાઢી લોકોએ કહ્યું - નીલમ-ઝેલમ વહેવા દો, હમે જિંદા રહેને દો

News18 Gujarati
Updated: August 13, 2020, 9:22 PM IST
VIDEO: પીઓકેમાં ચીન સામે રોષ, રેલી કાઢી લોકોએ કહ્યું - નીલમ-ઝેલમ વહેવા દો, હમે જિંદા રહેને દો
VIDEO:પીઓકેમાં ચીન સામે રોષ, રેલી કાઢી લોકોએ કહ્યું - નીલમ-ઝેલમ વહેવા દો, હમે જિંદા રહેને દો

અહીં નીલમ-ઝેલમ નદી પર ચીનની કંપની મેગા ડેમ બનાવી રહી છે

  • Share this:
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના (Pakistan)કબજાવાળા કાશ્મીરના મુજફ્ફરાબાદ (Muzaffarabad)માં બુધવારે લોકોએ ચીની ફર્મ સામે રેલી કાઢી હતી. અહીં નીલમ-ઝેલમ નદી પર ચીનની કંપની મેગા ડેમ બનાવી રહી છે. રેલી દરમિયાન સ્થાનિક લોકોએ કહ્યું કે દરિયા બચાવો, મુજફ્ફરાબાદ બચાવો, નીલમ-ઝેલમ વહેવા દો, હમે જિંદા રહેને દો. જેવા નારા લાગ્યા હતા.

પીઓકેના પોલિટિકલ એક્વિવિસ્ટ ડો. અમજદ અયૂબ મિર્ઝાએ એએનઆઈને કહ્યું કે પીઓકેમાં આ પ્રકારના પ્રદર્શન લાંબા સમયથી ચાલી રહ્યા છે. પણ કોઈ તેમનું સાંભળવાનું નથી. ચીનની થ્રી ગોરજેસ કોર્પોરેશન અહીં અરબો ડોલરના પ્રોજેક્ટનું નિર્માણ કરી રહી છે. તેમણે નદીઓનો રસ્તો બદલાવી નાખ્યો છે. તેના કારણે મુજફ્ફરાબાદમાં પ્રદર્શન થઈ રહ્યા છે.

આ પણ વાંચો - સચિન પાયલટ સાથે મુલાકાત પછી ગેહલોતે કહ્યું - અપને તો અપને હોતે હૈ




હાલમાં જ પાકિસ્તાન અને ચીન વચ્ચે પીઓકેમાં અજાદ પટ્ટન અને કોહલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ બનાવવાને લઈને સમજુતી થઈ હતી. આનાથી 700.7 મેગાવોટ વિજળીનું ઉત્પાદન થશે. 1.54 અરબ ડોલરના આ પ્રોજેક્ટને ચીનના જિયોઝાબા ગ્રૂપની કંપની બનાવી રહી છે.



કોહલા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટને ઝેલમ નદી પર બનાવવામાં આવશે. આ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી 90 કિમી દૂર છે. આ પ્રોજેક્ટ 2026 સુધી પુરો થવાની આશા છે.
Published by: Ashish Goyal
First published: August 13, 2020, 9:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading