લાંબી દાઢી રાખવાના કારણે મુસ્લિમ PSI થયા સસ્પેન્ડ, ક્લિન સેવ કરતા ફરીથી નોકરી પર લેવાયા

News18 Gujarati
Updated: October 24, 2020, 9:15 PM IST
લાંબી દાઢી રાખવાના કારણે મુસ્લિમ PSI થયા સસ્પેન્ડ, ક્લિન સેવ કરતા ફરીથી નોકરી પર લેવાયા
ફાઈલ તસવીર

બાગપત પોલીસ અધિક્ષકે સબ ઈન્સ્પેક્ટરને ત્રણ વખત દાઢી કપાવવાની ચેતવણી આપી હતી.

  • Share this:
બાગપતઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બાગપત (Baghpat) જિલ્લામાં ફરજ બજારમાં એક પોલીસ સબ ઈન્સ્પેક્ટરને (Police sub Inpector) લાંબી દાઢી (Long beard) રાખવાના કારણે સસ્પેન્ડ (Suspended) કરવામાં આવ્યા હતા. જોકે હવે સબ ઈન્સ્પેક્ટરે દાઢી કપાવી ક્લિન સેવ (Clean Save) કરી દીધી હોવાથી તેમને નોકરી ઉપર પરત લેવામાં આવ્યા છે.

શું છે આખો મામલો?
આજતક વેબસાઈટ પ્રમાણે આ આખી ઘટના બાગપતના રમાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઈન્સ્પેક્ટર ઈન્તેશાર અલી અને તેમની લાંબી દાઢીથી જોડાયેલો છે. બાગપત પોલીસ અધિક્ષકે સબ ઈન્સ્પેક્ટરને ત્રણ વખત દાઢી કપાવવાની ચેતવણી આપી હતી. આમ છતાં તેઓ દાઢીમાં જ ફરજ બજાવતા રહ્યા હતા. જેના કારણએ બાગપત એસપીએ તત્કાલ પ્રભાવથી તેમને સસ્પેન્ડ કરીને પોલીસ લાઈનમાં મોકલી દીધા હતા.

ત્રણ વખત ચેતવણી આપ્યા બાદ કરાયા સસ્પેન્ડ
બાગપત પોલીસ અધિક્ષકે સબ ઈન્સ્પેક્ટરને ત્રણ વખત દાઢી કપાવવાની ચેતવણી આપી હતી. આમ છતાં તેઓ દાઢીમાં જ ફરજ બજાવતા રહ્યા હતા. જેના કારણએ બાગપત એસપીએ તત્કાલ પ્રભાવથી તેમને સસ્પેન્ડ કરીને પોલીસ લાઈનમાં મોકલી દીધા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ઓલટાઈમ હાઈ સપાટીએથી ચાંદીમાં રૂ.10,500 અને સોનામાં રુ.5,200નો કડાકો, જાણો આજના નવા ભાવક્લિન સેવ કરીને પીએસઆઈ થયા એસપી સામે હાજર
સસ્પેન્ડ થયા બાદ ઈન્તેશાર અલીએ દાઢી કપાવીને ક્લિન સેવ કરીને એસપીની સામે હાજર થયા હતા. ત્યારબાદ ઈન્તેશાર અલીને ફરીથી નોકરી પર લીધા હતા. માનવામાં આવી રહ્યું છે કે પોલીસ સબ ઈન્સ્પેક્ટર ઉપર વિભાગીય કાર્યવાહી પોલીસ મેન્યુઅલ અંતર્ગત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદનો વિચિત્ર કિસ્સોઃ પત્નીએ કમાવવા ન જતા પતિને ઘરમાંથી કાઢી મૂક્યો, પતિએ સુતા પરિવાર ઉપર ફેંક્યુ એસિડ

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! દિવ્યાંગ ગર્ભવતી પત્નીને હોસ્પિટલમાં છોડીને 13 વર્ષની સગિરાને લઈ ભાગી ગયો પતિ

પોલીસ મેન્યુઅલ શું કહે છે?
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ પોલીસ મેનુઅલ અને નિયમો અનુસાર શિખોને છોડીને કોઈપણને વરિષ્ઠ અધિકારીની પરવાનગી વગર દાઢી વધારવાની મંજૂરી નથી. પોલીસ વિભાગના કર્મચારીઓ મંજૂરી વગર મૂછો તો રાખી શકે છે પરંતુ દાઢી નહીં રાખી શકે. શિખ ધર્મ સિવાય બીજા કોઈપણ ધર્મ માનનારા લોકો આવું કરવા માટે તેને વિભાગીય મંજૂરી મેળવવી પડશે.શું કહે છે ઉત્તર પ્રદેશ પોલીસનો સર્કુલર?
ઉત્તર પ્રદેશ પોલીસ નિયમાવલીમાં 10 ઓક્ટોબર 1985માં એક સર્કુલર જોડવામાં આવ્યો હતો. જે પ્રમાણે મુસ્લિમ કર્મચારી એસપીની મંજૂરી લઈને દાઢી વધારી શકે છે. જોકે, ઉત્તર પ્રદેશ પોલીસના 1987ના સર્કુલરમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે પોલીસ કર્મચારીઓએ ધાર્મિક ઓળખ રાખવાની મનાઈ છે.
Published by: ankit patel
First published: October 24, 2020, 8:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading