મહારાષ્ટ્રમાં કોરોનાનો નવો સ્ટ્રેન, શું દેશમાં હર્ડ ઇમ્યુનિટી આવી છે કે નહીં?

News18 Gujarati
Updated: February 22, 2021, 7:06 PM IST
મહારાષ્ટ્રમાં કોરોનાનો નવો સ્ટ્રેન, શું દેશમાં હર્ડ ઇમ્યુનિટી આવી છે કે નહીં?
(Pic- AP)

દેશમાં કોરોના વાયરસના કેસમાં (Coronavirus Cases in India)ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે

  • Share this:
મુંબઈ : દેશમાં કોરોના વાયરસના કેસમાં (Coronavirus Cases in India)ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં વધી રહેલા કોરાનાના કેસ એ બતાવે છે કે આ રાજ્યો હર્ડ ઇમ્યુનિટી (Herd Immunity)મેળવવાના મામલે ઘણા પાછળ છે. છેલ્લા પાંચ મહિનામાં કોરોના વાયરસના કેસ સતત ઓછા થતા એવું લાગી રહ્યું હતું કે આપણે એ સ્થિતિમાં પહોંચી ગયા છીએ કે જ્યાં હર્ડ ઇમ્યુનિટીએ કામ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે ફરી કેસ વધતા આ મામલે સ્પષ્ટ કશું કહીં શકાય નહીં.

આવું એટલા માટે કારણ કે કોરોનાના કેસ લાંબા સમયથી ઘટી રહ્યા હતા. જોકે ટેસ્ટિંગ રેટમાં કોઈ મોટો ફેરફાર આવ્યો નથી પણ લોકડાઉનના નિયમમાં ઢીલ, તહેવાર અને ચૂંટણીના કારણે લોકો મોટી સંખ્યામાં બહાર નીકળ્યા અને રાજનીતિક ગતિવિધીઓ પણ ફરીથી શરુ ગઈ. ખેડૂતોના પ્રદર્શન પણ હજુ ચાલી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને માસ્ક પહેરવું પણ ધીરે-ધીરે ઘટી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે જનસંખ્યાનો એક મોટો ભાગ પહેલા જ સંક્રમિત થઈ ચૂક્યો હતો.

આ પણ વાંચો - ચૂંટણી બાદ ફરીથી કોરોનાના કેસ વધવાની શકયતા? રાંદેર-અઠવા ઝોનમાં પ્રતિબંધિત વિસ્તારમાં લગાડ્યા પોસ્ટર

આવી રીતે કામ કરે છે હર્ડ ઇમ્યુનિટી

હાલ સામુદાયિક સ્તર પર સંક્રમણના સ્તરને લઈને કોઇ વિશેષ બિંદુ નથી જેના પછી હર્ડ ઇમ્યુનિટીની શરૂઆત છે. સામાન્ય રીતે એક વખત જો 40થી 50 ટકા જનસંખ્યા સંક્રમિત થઇ જાય તો સંક્રમણની ઝડપમાં ઘટાડો થાય છે. ખાસ કરીને એટલા માટે કારણ કે અસંક્રમિત લોકો જે સંક્રમિત થઈ શકે છે તેમની સંખ્યા પહેલાના મુકાબલે ઓછી થઇ જાય છે.
મહારાષ્ટ્રમાં ઝડપથી વધી રહેલા કેસ એ બતાવે છે કે હજુ પણ એમ બની શકે કે એક મોટી જનસંખ્યા અસંક્રમિત હોય અને આવા લોકો તેની ચપેટમાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઘટીને 2500 સુધી આવી ગયા હતા. જે હવે છેલ્લા બે ત્રણ દિવસમાં 6 થી 7 હજાર કેસ આવી રહ્યા છે.
Published by: Ashish Goyal
First published: February 22, 2021, 7:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading