News18 Sentimeter: 77% ભારતીયોનો મત, ભારતે ચીન પર ઓછી કરવી જોઈએ નિર્ભરતા

News18 Gujarati
Updated: August 12, 2020, 8:36 PM IST
News18 Sentimeter: 77% ભારતીયોનો મત, ભારતે ચીન પર ઓછી કરવી જોઈએ નિર્ભરતા
News18 Sentimeter: 77% ભારતીયોનો મત, ભારતે ચીન પર ઓછી કરવી જોઈએ નિર્ભરતા

આ વાતનો ખુલાસો દેશભરમાં થયેલા ન્યૂઝ 18 Public Sentimeter સર્વે દરમિયાન થયો

  • Share this:
નવી દિલ્હી : લદાખમાં ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ભારતીય લોકોમાં ચીન પ્રત્યે નકારાત્મક વિચાર વધી રહ્યા છે. આ વાતનો ખુલાસો દેશભરમાં થયેલા ન્યૂઝ 18 Public Sentimeter સર્વે દરમિયાન થયો છે. ન્યૂઝ 18 નેટવર્ક માટે Piplsay દ્વારા કરેલા સર્વેમાં સામે આવ્યું છે કે 77 ટકા ભારતીયોનું માનવું છે કે ભારતે ચીન પર પોતાની વેપારની નિર્ભરતા ઓછી કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૂન મહિનામાં ભારતને આત્મનિર્ભરતાનો સંકલ્પ આપ્યો હતો. જે અંતર્ગત ભારતે ઘણા પગલા ભર્યા છે.

84 ટકા ભારતીયોને દેશના નેતૃત્વ પર ભરોસો

સર્વે દરમિયાન લોકોને ઘણા પ્રકારના સવાલ પુછવામાં આવ્યા હતા. તેમાંથી એક સવાલ એ પણ હતો કે ચીન અને કોરોનાના બે પક્ષીય ફ્રંટ પર ભારત સરકાર કેવું કામ કરી રહી છે. રસપ્રદ રૂપથી લગભગ 84 ટકા ભારતીયોએ દેશની સરકાર પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકોનું માનવું છે કે સરકાર કોરોના અને ચીન બંને સાથે ડીલ કરવામાં સક્ષમ છે.

ચીન એપ્સના પ્રતિબંધનું સમર્થન, પ્રોડક્ટ બોયકોટને સમર્થન

સર્વે દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ ભારત સરકાર દ્વારા ચીની એપ્સને પ્રતિબંધિત કરવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. સાથે ચીન ઉપર ભારત વેપાર નિર્ભરતા ઓછી કરવાને લઈને પણ લોકોએ સમર્થન કર્યું છે. લગભગ 51 ટકા લોકોએ કહ્યું કે તેમણે મેડ ઇન ચાઇનાના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું બિલકુલ બંધ કરી દીધું છે. જ્યારે 42 ટકા લોકોનું માનવું છે કે ચીને જાણી જોઈને દુનિયામાં કોરોના મહામારી ફેલાવી છે.

કોલ્ડ વોર થયું તો ભારતે કોને સાથ આપવો જોઈએ?કોરોના મહામારી પછી જે રીતે વૈશ્વિક પરિસ્થિતિ તણાવપૂર્ણ બની રહી છે તેને લઈને પણ સર્વેમાં સવાલ કરાયો હતો. 44 ટકા લોકોનું કહેવું છે કે જો કોલ્ડ વોર જેવી પરિસ્થિતિ આવી તો ભારતે અમેરિકાને સાથ આપવો જોઈએ. ચીન સાથે જવા બાબતે 11 ટકા લોકોએ સમર્થન કર્યું હતું. 31 ટકા લોકોનું માનવું હતું કે ભારતે ન્યૂટ્રલ રહેવું જોઈએ.

10 હજાર લોકોએ સર્વેમાં લીધો ભાગ

ન્યૂઝ 18 પબ્લિક સેન્ટિમીટર સર્વેની એક સિરીઝ છે. ન્યૂઝ 18 દ્વારા દેશના મિજાજને સમજવા માટે આ સર્વે અલગ અલગ જ્વલંત મુદ્દા પર કરાવવામાં આવે છે. તાજા સર્વે 3 થી 8 ઓગસ્ટ વચ્ચે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં દેશભરમાંથી 10 હજાર લોકોએ ભાગ લીધો હતો.
Published by: Ashish Goyal
First published: August 12, 2020, 8:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading