હૃદયદ્રાવક દ્રશ્ય! ગામમાં રોડના અભાવે બીમાર મહિલાને ખાટલામાં લટકાવી હોસ્પિટલ પહોંચ્યો પરિવાર

News18 Gujarati
Updated: August 12, 2020, 10:35 PM IST
હૃદયદ્રાવક દ્રશ્ય! ગામમાં રોડના અભાવે બીમાર મહિલાને ખાટલામાં લટકાવી હોસ્પિટલ પહોંચ્યો પરિવાર
મહિલાને હોસ્પિટલ લઈ જતાં પરિવારજનો

અનુપપુર જિલ્લામાં એક મહિલાને વાંસના ખાટલા ઉપર લઈને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા.

  • Share this:
અનુપપુરઃ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના અનુપપુર જિલ્લામાં સરકારના દાવાઓ ફેલ થતાં દેખાઈ રહ્યા છે. લાચાર સિસ્ટમની પોલ ત્યારે ખુલી જ્યારે બીમાર મહિલાને સમયસર સ્વાસ્થ્ય સુવિધા ન મળી શકી. મહિલાને હોસ્પિટલ દાખલ કરાવવા માટે એમ્બ્યુલન્સ (Ambulance) સુદ્ધા ન મળી. ગામમાં પાકો રોડ પણ નથી. જેના સહારે મહિલાનો હોસ્પિટલ પહોંચાડી શકાય. મહિલાને હોસ્પિટલ (Hospital) પહોંચાડવા માટે પરિવારના લોકોએ તેને ખાટલામાં નાંખીને ખભા ઉપર લટકાવીને હોસ્પિટલ પહોંચાડી હતી.

ANI પ્રમાણે 10 ઓગસ્ટે અનુપપુર જિલ્લામાં એક મહિલાને વાંસના ખાટલા ઉપર લઈને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારજનોએ કહેવું હતું કે ગામમાં પાકો રસ્તો નથી જેનાથી હોસ્પિટલ સુધી જઈ શકીએ. પરિવારે ખાટલાના સહારે મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો.

અધિકારીઓએ કર્યો સર્વે

પ્રશાસન સુધી આ મામલો પહોંચતા હડકંપ મચી ગયો હતો. આ મામલે જાણકારી મળતા જૈતહરી પંચાયતના સીઈઓ ઈમરાન સિદ્દીકીનું કહેવા પ્રમાણે કલેક્ટરે વિસ્તારના સર્વેનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત ગામમાં રસ્તાનો હાલ પણ જાણ્યો હતો. એક ટેક્નિકલ ટીમની સાથે વિસ્તારનો સર્વે કર્યો હતો. હવે સર્વેના હિસાબથી લોકોની મદદ કરવા માટે પ્લાન તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-વ્યસનના બંધાણીઓ માટે માઠા સમાચાર! પાન-મસાલા, સિગારેટ થઈ શકે છે વધારે મોંઘા

આ પણ વાંચોઃ-રશિયન કોરોના વેક્સીન અંગે મહત્વના સમાચારઃ આ ઉંમરના લોકોને નહીં આપવામાં આવે વેક્સીનઆ પણ વાંચોઃ-OMG! બ્રેકઅપ બાદ યુવતીએ પોતાનું 76kg વજન ઉતાર્યું, આવી રીતે કર્યું Weightloss

સરકાર બનાવી રહી છે મોટી યોજના
બીજી તરફ આત્મનિર્ભર એમપી માટે ચાર દિવસ ચાલેલા મંથન બાદ સલાહો અને નિર્ણયો ઉપર 1 સપ્ટેમ્બરથી અમલ શરૂ થઈ જશે. આ વિસ્તાર માટે ત્રણ વર્ષનો ટાર્ગેટ રાખવામાં આવશે.

વીડિયોમાં જુઓ ગુજરાતના ટોપ 25 સમાચાર

ચાર દિવસના વેબિનાર સિરિઝમાં મળેલા સૂચનોને સામેલ કરીને રોડમેપને અંતિમ રૂપ આપવા માટે પ્રદેશના મંત્રીઓનું ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. જે પોતાનો ડ્રાફ્ટ 25 ઓગસ્ટ સુધી રજૂ કરી દેશે. આ ડ્રાફ્ટ ઉપર નીતિ આયોગના સભ્યોની સાથે મંથન બાદ 31 ઓગસ્ટ સુધી આત્મનિર્ભર મધ્ય પ્રદેશના રોડમેપને અંતિમ રૂપ આપવામાં આવશે.
Published by: ankit patel
First published: August 12, 2020, 10:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading