કોર્ટના ચાલું સેશનમાં વકીલને કોળિયા ભરતા જોઈ સોલિસિટર જનરલે કહ્યું, અહીંયા મોકલો.. જુઓ video
News18 Gujarati Updated: March 9, 2021, 12:42 AM IST
વીડિયોની તસવીર
પરિણામે જજે તેમને જાણ કરી હતી કે, તમારા વીડિયો સેટિંગમાં ફિલ્ટર ચાલુ છે. આ વીડિયો કલીપ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી અને અનેક મિમ બન્યા હતા.
પટનાઃ કોરોના મહામારીના (corona pandemic) કારણે વિશ્વભરમાં કામ કરવાની પદ્ધતિમાં મોટા ફેરફાર થયા છે. વર્ક વધુને વધુ ડિજિટલ (Digital) થવા લાગ્યું છે. નવી નવી પદ્ધતિઓના ગ્રહણ અને તેની સાથે તાલથી તાલ મિલાવતા સમાજને હજુ થોડી વાર લાગશે. હજુ ટેવાયેલાના હોવાથી ઝૂમ (ZOOM) અથવા કોઈ પણ માધ્યમમાં ઓનલાઈન મિટિંગ (Online meeting)દરમિયાન લોકો ભૂલચૂક કરી બેસે છે. અજાણતા થયેલી આ ભૂલ ક્યારેક સોશિયલ મીડિયાને (social media) મસાલો પૂરો પાડે છે.
આવું જ કઈંક તાજેતરમાં પટના હાઇકોર્ટના વકીલ સાથે થયું છે. જેઓ ચાલુ સેશન દરમિયાન કેમેરો બંધ કર્યા વગર મોજથી જમતા હતાં. આખી કલીપ લોકો માટે ગમ્મતનું સાધન બની ગઈ છે.
વીડિયોમાં ક્ષત્રશાલ રાજ નામના વકીલ ચાલુ સેશન દરમિયાન પોતાના ભોજનનો તલ્લીન થઈને લુફ્ત ઉઠાવતા નજરે પડે છે. જોકે, કોર્ટની કાર્યવાહી હજુ ચાલુ છે, તેનો તેમને ખ્યાલ નથી. તેઓએ કેમેરો બંધ કર્યો નથી. આવી સ્થિતિમાં વીડિયો કોલના સામા છેડે સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતા નજરે પડે છે. તેઓ આ સીન જોવે છે. વકીલ ક્ષત્રશાલ લાઈવ છે, તે જણાવવા તેઓ સંકેત આપે છે. ક્ષત્રશાલ રાજ પોતાના ફોનમાંથી કોલ કરી આખી પરિસ્થિતિનો ચિતાર આપે છે.
આ પણ વાંચોઃ-રાજકોટઃ મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતી સાત વર્ષની પુત્રીને પકડીને મમ્મીએ પૂછ્યું, હકીકત જાણીને મમ્મીના પગ નીચેથી ધરતી સરકી ગઈ
આ પણ વાંચોઃ-રાજકોટ: બેકાર યુવકનું માંગુ આવતા દીકરીના પિતાએ સગપણ માટે ના પાડી, 'વિફરેલા' યુવકે કર્યું જોરદાર કારસ્તાન
આખી સ્થિતિનું ભાન થતા ક્ષત્રશાલ રાજ ભોજનની પ્લેટને તુરંત દૂર ખસેડી દે છે. સ્ક્રીન ઉપર આ બધું શું થઈ ગયું તે વિચારતા પણ નજરે ચડે છે. દરમિયાન આ સ્થિતિમાં તુષાર મહેતા ટીખળ કરે છે. તેઓ રાજાને 'યહાઁ ભેજો' એટલે કે જમવાનું મારી પાસે મોકલો તેવું કહે છે. આખા વીડિયોમાં જોવા મળેલી સ્થિતિ રમુજી છે. પરિણામે વીડિયો સોશિયલ મીડિયાના આગની જેમ ફેલાઈ ચુક્યો છે.
આ પણ વાંચોઃ-સોરી એન્ડ લવ યુ કુકુ.. તુમ કર્ઝદાર હો.. હો સકે તો ચુકા દેના': આયેશાનો દર્દભર્યો પત્ર વાંચીને આંખો ભીની થઈ જશે
આ પણ વાંચોઃ-સ્વરૂપવાન પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, ચેતવણી આપી બંનેને છોડી દીધા, દગાવાજ પત્નીએ પતિની કરી હત્યા
અમેરિકામાં પણ ચાલુ કોર્ટે રમૂજ થયેલી
એવું નથી કે કોર્ટની કાર્યવાહીમાં આ પ્રકારની રમૂજ અગાઉ ક્યારેય નથી થઈ. ટેક્સાસની ડિસ્ટ્રીકટ કોર્ટમાં પણ આવો કિસ્સો બન્યો હતો. 394મી કાર્યવાહી દરમિયાન ન્યાયાધીશ રોય ફર્ગ્યુસને ઝૂમ પર ટેક્સાસમાં 394મી ન્યાયિક અદાલતની વર્ચ્યુઅલ કાર્યવાહી શરૂ કરતાંની સાથે જ બે વકીલો બિલાડી જેવા દેખાવા લાગ્યા. તેમના સેટિંગમાં જે ફિલ્ટર ચાલુ હતું, તેનાથી તેઓ બિલાડી જેવા દેખાતા હતા.
પરિણામે જજે તેમને જાણ કરી હતી કે, તમારા વીડિયો સેટિંગમાં ફિલ્ટર ચાલુ છે. આ વીડિયો કલીપ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી અને અનેક મિમ બન્યા હતા.
Published by:
ankit patel
First published:
March 9, 2021, 12:33 AM IST