UNGA @75: પીએમ મોદીએ કહ્યુ, સંયુક્ત રાષ્ટ્રના કારણે આજે દુનિયા એક ઉત્તમ સ્થળ

News18 Gujarati
Updated: September 22, 2020, 7:43 AM IST
UNGA @75: પીએમ મોદીએ કહ્યુ, સંયુક્ત રાષ્ટ્રના કારણે આજે દુનિયા એક ઉત્તમ સ્થળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આપણે આજના પડકારોનો મુકાબલો જૂની પદ્ધતિઓથી નહીં કરી શકીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આપણે આજના પડકારોનો મુકાબલો જૂની પદ્ધતિઓથી નહીં કરી શકીએ

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મંગળવારે વહેલી પરોઢે 3 વાગ્યે સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations General Assembly- UNGA)ની એક ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે વ્યાપક સુધારાઓ વગર સંયુક્ત રાષ્ટ્રની અંદર આત્મવિશ્વાસની કમી રહેશે. તેઓએ કહ્યું કે આજની દુનિયાને તે બહુપક્ષીય સુધારાઓની જરૂર છે જેના માધ્યમથી વાસ્તવિકતા દર્શાવાય અને તમામ હિતધારકોને માનવ કલ્યાણ માટે અવાજ ઉઠાવવાની તક મળે.

વડાપ્રધાને કહ્યું કે, આપણે આજના પડકારોનો મુકાબલો જૂની પદ્ધતિઓથી નહીં કરી શકીએ. એક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 193 સભ્યોવાળી UNGAને સંબોધિત કરતાં વડાપ્રધાને કહ્યું કે યૂનાઇટેડ નેશન્સના કારણે આપણી દુનિયા એક ઉત્તમ સ્થળ બની શક્યું છે.

આ પણ વાંચો, ભારતમાં કેમ વધી રહ્યા છે Coronaના આટલા કેસ? સામે આવ્યું સૌથી મોટું કારણઘણું બધું પ્રાપ્ત કર્યું, ઘણું મેળવવાનું બાકી

તેઓએ કહ્યું કે, 75 વર્ષ પહેલા યુદ્ધની ભયાનકતાની વચ્ચે એક માનવ ઈતિહાસમાં એક એવી વૈશ્વિક સંસ્થા બની હતી. વડાપ્રધાને કહ્યું કે યૂએન ચાર્ટરના એક સંસ્થાપક તરીકે ભારત પણ આ પ્રયાસનો હિસ્સો હતો જે ભારતના દર્શન- વસુદૈવ કુટુંબકમને પ્રદર્શિત કરે છે.

આ પણ વાંચો, COVID-19 મહામારીના 8 મહિના બાદ પણ ICU બેડ દર્દીઓ માટે સૌથી મોટો પડકાર

પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનોમાં પોતાનો જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. પીએમે કહ્યું કે તેમના જ કારણે દુનિયામાં શાંતિ અને વિકાસની ધારા વહી રહી છે. મોદીએ આ દરમિયાન ભાર મૂક્યો કે ઘણું બધું એવું છે જે પ્રાપ્ત કરી લીધું છે પરંતુ હજુ પણ ઘણું કરવાનું બાકી છે. તેઓએ કહ્યું કે આપણે આજના સમયમાં ક્લાઇમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને વિકાસ તરફ આગળ વધવા, અસમાનતાને ઓછી કરીને ડિજિટલ ટેક્નોલોજીની ક્ષમતનો ઉપયોગ કરવો પડશે.
Published by: Mrunal Bhojak
First published: September 22, 2020, 7:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading