ચીનની ચાલ! હવે તિબેટ સરહદની પાસે બનાવ્યો 20 કિલોમીટર લાંબો રસ્તો

News18 Gujarati
Updated: July 24, 2020, 10:05 AM IST
ચીનની ચાલ! હવે તિબેટ સરહદની પાસે બનાવ્યો 20 કિલોમીટર લાંબો રસ્તો
કિન્નોર બોર્ડરનો તે વિસ્તાર જ્યાં રોડ બની રહ્યો છે

બે મહિનામાં ચીને ઝડપથી અહીં 20 કિલોમીટરનો રસ્તો બનાવી દીધો.

  • Share this:
અરુણ નેગી : રિકૉન્ગપિઓ (કિન્નોર) ગલવાન વેલીમાં ભારતીય જવાનોની સાથે (Indo China Clash) હિંસક ઝડપ પછી જ્યાં હજી સુધી ભારત અને ચીન વચ્ચે ગતિરોધ અને તણાવપૂર્ણ સ્થિતિ ચાલુ છે ત્યાં જ ચીન હવે એક નવી ચાલ ચલી છે. ચીને હવે હિમાચલના કિન્નૌર જિલ્લાની સીમાની પાસે આવેલી પોતાના તિબ્બત વિસ્તારમાં રોડ નિર્માણનું કાર્ય શરૂ કર્યું છે. ચીને અહીં 20 કિમી સુધી રોડ બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે કિનોરમાં તિબ્બતથી 120 કિમી બોર્ડર એરિયા છે. આંતરાષ્ટ્રીય સીમાથી જોડાયેલા મામલો હોવાના કારણે પ્રશાસન અને સુરક્ષા પ્રસાસન અને સુરક્ષાબળોના અધિકારીઓ તરફથી પણ કોઇ પ્રતિક્રિયા નથી મળી રહી.

જાણકારી મુજબ ચીનની સીમા પાસે આવેલા કિન્નોર જિલ્લામાં મોરંગ ઘાટી ક્ષેત્રના કુનુ ચાંગથી આ આગળના કુલ્લા પાસે પણ એક વધુ એક રોડ બનાવાનું કામ યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે. બે કિલોમીટરના નો મેન્સ લેન્ડ ક્ષેત્રમાં ચીન દ્વારા રોડ નિર્મઆણ કરવાની આશંકા છે.

હાલમાં જ ચારંગ ગામમાં 9 સદસ્યીય દળ 16 ઘોડા અને 5 પોર્ટર અને અર્ધસૈનિક બળોની સાથે ગામની લગભગ 22 કિલોમીટર ઉપર બાર્ડરની તરફ ગયા હતા. જ્યારે તેમણે તિબ્બત ક્ષેત્રની તરફ નજર દોડાવી તો તે આશ્ચર્યચકિત થઇ ગયા કારણ કે બે મહિનામાં ચીને ઝડપથી અહીં 20 કિલોમીટરનો રસ્તો બનાવી દીધો. જે ભારત તિબ્બત સીમાની તરફ છે.

વધુ વાંચો : ચીન સાથે સીમા વિવાદ વચ્ચે ભારતે ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને હૈમર મિસાઇલ્સ મંગાવી

આ દળે જણાવ્યું કે ગત વર્ષે ઓક્ટોબરમાં તિબ્બતમાં ભારતની તરફથી છેલ્લા ગામ તાંગો સુધી જ રોડ બન્યો હતો. પણ આ વર્ષે બરફ દૂર થવાના બે મહિનામાં જ તિબ્બતના તાંગો ગામથી ભારતીય સીમા તરફ 20 કિલોમીટરનો રોડ બની ગયો. બીજી તરફ સાંગલા ખીણમાં છિતકુલથી પાછળ તિબ્બતમાં યમરંગ લાની સુધી રોડ બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કિન્નોરના કુન્નૂ ચારંગ ગામની નજીક રંગરિક ટુમ્મા સુધી સીમા પાર રાતના સમયે કોઇ ડ્રોન કે યુએફઓ આવવાની ફરિયાદ પણ સામે આવી હતી. બૌદ્ધ ભિક્ષુકોએ રંગરિક ટુમ્મામાં 8 જૂનની પાસે 20 ડ્રોન દેખ્યા હતા. લોકોએ પણ મોટી સંખ્યામાં ડ્રોન જેવાની વાત સ્વીકારી હતી.
ચીન સીમાની પાસે આવેલા ગામ ચારંગના ગ્રામીણોએ ખેમકુલ્લાની પાસેની સીમાની રેકી કરી હતી. જે પછી તેમને રાતે આ રોડ નિર્માણ ઝડપથી કરવામાં આવતી હોય તેમ જાણવા મળ્યું હતું. સાથે જ ભારતીય સીમાની રેકી કરવા માટે ડ્રોન પણ છોડવામાં આવતા હતા. સાથે જ રોડ બનાવવા માટે ભારે વિસ્ફોટનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે અહીંના ભરવાડ સમુદાયના લોકો પણ ચીની ગતિવિધિઓની જાણકારી સમય સમયે સેનાને આપતું રહે છે.
Published by: Chaitali Shukla
First published: July 24, 2020, 10:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading