ચીન પર ભારતનો બીજો ડિજિટલ પ્રહાર : વધુ 47 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો

News18 Gujarati
Updated: July 27, 2020, 4:24 PM IST
ચીન પર ભારતનો બીજો ડિજિટલ પ્રહાર : વધુ 47 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો
વધુ 47 એપ્સ પર પ્રતિબંધ.

47 એપ્સ પર પ્રતિબંધ મૂકવા ઉપરાંત ભારત સરકારે 275 ચીની એપ્સની એક યાદી પણ બનાવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે (Modi Government) ચીનની ટેક કંપનીઓ વિરુદ્ધ બીજી મોટી કાર્યવાહી કરી છે. ભાર સરકારે ચીનની વધુ 47 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી (More 47 Chines Apps Ban) દીધો છે. આ પગલાને ભારત સરકારનો ચીન પર બીજો ડિજિટલ (Digital Strike) પ્રહાર કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં આ 47 એપ્સ બંધ કરવામાં આવેલી 59 ચીની એપ્સની ક્લોનિંગ હતી. દા.ત. ભારત સરકારે ટિકટૉક પર પ્રતિબંધ મૂકી દીધા બાદ તે ટિકટૉક લાઇટના નામે સક્રિય હતી. આ પહેલા ભારત સરકારે 59 ચીની એપ્સને બેન કરી હતી. જેમાં ટિકટૉક, શેરચેટ, કેમસ્કેનર સહિત પ્રસિદ્ધ એપ્લિકેશન પણ સામેલ હતી. આ ઉપરાંત ભારત સરકારે 275 ચીની એપ્સની યાદી પણ બનાવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

સરકાર તરફથી યાદી જાહેર કરવામાં આવશે

સરકાર તરફથી પ્રતિબંધિત એપ્સની યાદી હવે જાહેર કરવામાં આવશે. પરંતુ જે એપ્સને બેન કરવામાં આવી છે તેમાં 29 જૂનના રોજ બેન કરવામાં આવેલા 59 એપ્સનું ક્લોનિંગ વર્ઝન કે પછી પ લાઇટ વર્ઝન સામેલ છે. આ એપ્સમાં ટિકટૉક લાઇટ, હેલો લાઇટ, શેરચેટ લાઇટ, બિંગો લાઇટ અને VFY લાઇટ સામેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, "આ એપ્સ પ્રતિબંધ હોવા છતાં આવા વર્ઝનથી ચાલુ હતી. આ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે."

વધુ ચીની એપ્સ પર પ્રતિબંધની શક્યતા

59 એપ્સ પર પ્રતિબંધ બાદ વધુ 47 એપ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તે બાદમાં સરકાર તપાસ કરી રહી છે ચીનની એપ્સ રાષ્ટ્રીય સુરક્ષા (National Security) અને યૂઝર પ્રાઇવસી (User’s Privacy) માટે ખતરો તો બની ચૂકી નથી ને? સૂત્રો મુજબ, જે કંપનીઓના સર્વર ચીનમાં છે, તેમની પર પહેલા પ્રતિબંધ લગાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

સૂત્રો મુજબ, આ 275 એપ્સમાં ગેમિંગ એપ PUBG પણ સામેલ છે, જે ચાઇનાની વેલ્યૂબલ ઇન્ટરનેટ Tencentનો હિસ્સો છે. સાથોસાથ તેમાં Xiaomiએ બનાવેલી Zili એપ, ઇ-કોમર્સ Alibabaની Aliexpress એપ, Resso એપ અને Bytedanceની ULike એપ સામેલ છે. આ ડેવલપમેન્ટ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, સરકાર આ તમામ 275 એપ્સને કે તેમાંથી કેટલીક એપ્સને પ્રતિબંધિત કરી શકે છે. જોકે, જો કોઈ ખામી નહીં મળે તો કોઈ પણ એપ પ્રતિબંધિત નહીં થાય.

વીડિયો જુઓ : ગુજરાતના 912 તીર્થસ્થળોની માટી અને પાણી અયોધ્યા લઇ જવાશે

આ ઘટનાક્રમ સાથે જોડાયેલા એક અધિકૃત સૂત્રએ જણાવ્યું કે, ચીનની એપ્સનું સતત રિવ્યૂ કરવામાં આવી રહ્યું છે અને એવું પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તેમને ફન્ડિંગ ક્યાંથી થઈ રહ્યું છે. અધિકારી મુજબ, એવું જાણવા મળ્યું છે કે કેટલીક એપ્સ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરનાક છે. સાથોસાથ કેટલીક એપ્સ શૅરિંગ અને પ્રાઇવસીના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.
Published by: Vinod Zankhaliya
First published: July 27, 2020, 12:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading