રિપોર્ટ પ્રમાણે ચીનનું આ ગામ ભારતની સુરક્ષા માટે મોટો ખતરો બની ગયો છે. આ ગામ ત્સારી ચૂ નદીના કિનારે વસ્યૂં છે. આ એ વિસ્તારછે જ્યાં બંને દેશો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યા છે.
નવી દિલ્હીઃ ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) ચીન (china) દ્વારા ગામ વસાવવાના ખબરો ઉપર વિદેશ મંત્રાલયે (MEA) જવાબ આપ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે મંત્રાલયનું કહેવું છે કે અમે ભારત સાથે જોડાતી સીમા ઉપર ચીન દ્વારા નિર્માણની ખબરો જોઈ છે.
ચીન આ પ્રકારની વિવાદિત નિર્માણ ગતિવિધિ છેલ્લા અનેક વર્ષોથી કરી રહ્યું છે. આના જવાબમાં પણ ભારતની સીમા ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવી રહ્યું છે. અમે રસ્તાઓ પુલ વગેરે બનાવી રહ્યા છીએ. જેનાથી સ્થાનિક લોકોની લાંબા સમયની મુશ્કેલીઓ હળવી થઈ શકે છે.
મંત્રાલય પ્રમાણે સીમા નજીકના વિસ્તારો ઉપર સતત નજર બનેલી છે. દેશના સંપ્રભુતા અને સીમાઈ અખંડતા બચાવી રાખવા માટે બધા પકલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. સરકાર સીમાઈ વિસ્તારોમાં નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. જેનાથી સ્થાનિક લોકોની જિંદગી સુચારું રૂપથી ચાલી શકે. આ વિસ્તારમાં અરુણાચલ પ્રદેશ પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા એનડીટીવીના એક રિપોર્ટ આવ્યો હતો. જે પ્રમાણે ચીને અરુણાચલ પ્રદેશમાં એક ગામ વસાવી લીધું છે. રિપોર્ટ પ્રમાણે ચીને આ ગામમાં આશરે 101 ઘર બનાવી લીધા છે. ત્સારી ચૂ નામનું આ ગામ અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક ભારતીય સીમાની નજીક 4.5 કિલોમિટર અંદર સ્થિત છે. આ ગામ અરુણાચલ પ્રદેશના ઉપરી સુબનસિરી જિલ્લામાં સ્થિત છે. આ ગામ કિનારે ત્સારી ચૂ નામની નદી વહે છે.
ત્સારી ચૂ નદીના કિનારે વસાવ્યું ગામ
રિપોર્ટ પ્રમાણે ચીનનું આ ગામ ભારતની સુરક્ષા માટે મોટો ખતરો બની ગયો છે. આ ગામ ત્સારી ચૂ નદીના કિનારે વસ્યૂં છે. આ એ વિસ્તારછે જ્યાં બંને દેશો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યા છે.
આ સશસ્ત્ર લડાઈવાળી જગ્યા તરીકે ચિન્હિત કરવામાં આવી છે. આ ગામ હિમાલયના પૂર્વી રેન્જમાં ત્યારે બનાવવામાં આવ્યું જ્યારે થોડા સમય પહેલા બંને દેશોની સેનાઓ વચ્ચે જૂનમાં દશકો બાદ ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.