એલન મસ્કની મોટી એક્શન: ટ્વિટર ઈંડિયાના મોટા ભાગના કર્મચારીઓને ઘરભેગા કરી દીધા

News18 Gujarati
Updated: November 5, 2022, 7:02 AM IST
એલન મસ્કની મોટી એક્શન: ટ્વિટર ઈંડિયાના મોટા ભાગના કર્મચારીઓને ઘરભેગા કરી દીધા
એલન મસ્ક (FILE PHOTO)

દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્કે જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ખરીદ્યું છે, તેને સોશિયલ મીડિયા કંપની એક્ટિવ દેખાઈ રહી છે.

  • Share this:
નવી દિલ્હી: દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્કે જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ખરીદ્યું છે, તેને સોશિયલ મીડિયા કંપની એક્ટિવ દેખાઈ રહી છે. આ તમામની વચ્ચે ટ્વિટરે શુક્રવારે ભારતમાં મોટા પાયે છટણી કરવાની ઘોષણા કરી છે, જેમાં એન્જીનિયરો અને આખા માર્કેટિંગ અને કમ્યુનિકેશન વિભાગ સહિત તમામ વર્ટિકલને પ્રભાવિત કર્યા છે. સૂત્રોના હવાલેથી એનડીટીવીએ આ જાણકારી આપી છે. આ છંટણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ગ્લોબલ રિસ્ટ્રક્ચરિંગનો ભાગ છે.

આ પણ વાંચો: ઓફિસના રસ્તે જઇ રહ્યા હોવ તો ઘરે પાછા જતાં રહેજો! આજથી ટ્વિટરના કર્મચારીઓની છટણી શરૂ

કાઢી નાખવામાં આવેલા લોકોની સંખ્યા તુરંત ઉપલબ્ધ નહોતી, સૂત્રોએ કહ્યું કે, સેલ્સ, એન્જીનિયરીંગ અને પાર્ટનરશિપ ડિવિજનમાં કર્મચારીઓ પ્રભાવિત થયા છે. આ ઉપરાંત 2 વિભાગોને ભંગ કરી દેવામાં આવ્યા હતા. સૂત્રોએ કહ્યું કે, કુલ મળીને ટ્વિટરે ભારતના 50 ટકાથી વધારે કર્મચારીઓને હટાવી દીધા છે.

એક સૂત્રએ કહ્યું છે કે, સેલ્સ અને એન્જીનિયરીંગ વિભાગમાં અમુક લોકોને રાખ્યા છે, ટ્વિટર ઈંડિયાએ હજૂ સુધી નિવેદન જાહેર કર્યું નથી કે, આ ટિપ્પણીના અનુરોધનો જવાબ નથી આપ્યો.

આ પણ વાંચો:  ઈલોન મસ્કે યુઝર્સને આપ્યો મોટો ઝટકો! ટ્વિટર પર બ્લુ ટિક આપવા માટે દર મહિને મસમોટી ફી ચાર્જ કરશે

મસ્કે ટ્વિટરને 44 અબજ અમેરિકી ડોલરમાં ખરીદ્યું

એલન મસ્કે ટ્વિટરને 44 અબજ અમેરિકી ડોલરમાં ખરીદ્યું છે અને ડીલ બાદ બ્લૂ ટિક વેરિફિકેશન માટે 8 ડોલર એટલે કે, લગભગ 660 રૂપિયા ચાર્જ લગાવ્યો છે. ટ્વિટરના માલિક બનતા જ મસ્કે સૌથી પહેલા ભારતી મૂળના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત 4 મોટા અધિકારીઓને ઘરભેગા કરી દીધા હતા.
Published by: Pravin Makwana
First published: November 5, 2022, 7:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading